સેક્સ દરમિયાન માત્ર અડધી મીનીટમાં જ વીર્ય સ્ખલન થઈ જાય છે, શું કરું?

Published: Oct 08, 2014, 04:56 IST

મારી ઉંમર ૩૩ વર્ષ છે. પત્નીને સમાગમમાં ઓછો રસ પડતો હોવાથી મહિનામાં ચારથી પાંચ વખત જ સમાગમ થાય છે.



સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૩૩ વર્ષ છે. પત્નીને સમાગમમાં ઓછો રસ પડતો હોવાથી મહિનામાં ચારથી પાંચ વખત જ સમાગમ થાય છે. ત્રણેક મહિનાથી મને વધુ મન થાય તો હસ્તમૈથુન કરું છું. છેલ્લા મહિનાથી મને શીઘ્રસ્ખલનની સમસ્યા રહે છે. પહેલાં તો હસ્તમૈથુન કરતી વખતે જ સમસ્યા હતી, પણ હવે તો સમાગમ વખતે પણ જલદી વીર્ય નીકળી જાય છે. લગભગ અડધી મિનિટમાં જ મને સ્ખલન થઈ જાય છે. પહેલાં મેં વી-ટેક્સ ગોલ્ડ દવાનો કોર્સ ત્રણ મહિના કયોર્ હતો. એ વખતે સેક્સ-લાઇફ સારી હતી. શું હવે ફરીથી આ દવા લઈ શકું? સેક્સ્યુઅલ પાવર વધારે એવી બીજી કોઈ આયુર્વેદિક દવા હોય તો સૂચવશો.

જવાબ : તમે જણાવેલી આયુર્વેદિક દવા શીઘ્રસ્ખલન માટે નહીં પણ ઉત્તેજના વધારવા માટે લોકો લે છે. શીઘ્રસ્ખલન માટેની આયુર્વેદની અકસીર દવાઓમાં અફીણનો ઉપયોગ થતો હોય છે. લાંબા ગાળે અફીણના ઉપયોગથી શરીરમાં દુર્બળતા આવે છે અને સમય જતાં બંધાણ થઈ જાય છે એટલે બને ત્યાં સુધી એવી દવાઓ લેવામાં ન પડો એ જ બહેતર છે. 

તમને શીઘ્રસ્ખલનની સમસ્યા છે અને એનું કારણ છે ઓવરસેન્સિટિવિટી. સામાન્ય રીતે શરીરના જે ભાગને ખૂબ જ પ્રોટેક્ટેડ રાખવામાં આવે એ ભાગ સ્પર્શ પ્રત્યે વધુ સંવેદનશીલ રહે છે. તમારી ઇન્દ્રિયની ત્વચા સ્પર્શ પ્રત્યે અતિસંવેદનશીલ થઈ ગઈ છે. એ માટે તમે અન્ડરવેઅર પહેરો એ પહેલાં ઇન્દ્રિયની ત્વચાને પાછળની તરફ સરકાવી દો. એમ કરવાથી ઇન્દ્રિયનો ઉપરનો ભાગ ખુલ્લો રહેશે અને એ ડાયરેક્ટ અન્ડરવેઅર સાથે ટચ થશે.

બીજું, રોજ નાહતા પહેલાં એક વાર કોપરેલ તેલ અથવા તો તલનું તેલ સહેજ ગરમ કરીને એનાથી પાંચથી સાત મિનિટ સુધી હળવા હાથે ઇન્દ્રિય પર મસાજ કરવો. એમ કરવાથી સ્પર્શ-સંવેદના ઘટશે. વારંવાર સ્પર્શ થતો રહેવાથી ઇન્દ્રિયને સ્પર્શની આદત પડતી જશે અને સ્પર્શ થતાંની સાથે જ સ્ખલન થવાનું પ્રમાણ ધીમે-ધીમે ઘટશે. આ પ્રયોગ નિયમિત ધોરણે કરવાનું ચાલુ રાખશો તો કોઈ જ દવા વિના તમારી સમસ્યા નિવારી શકશો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK