સેક્સ દરમિયાન મને યોનિમાંથી નથી લોહી નિકળતુ કે નથી ઘર્ષણ ફીલ થતું, હું શું કરું?

Published: 7th November, 2014 05:09 IST

મારી અને મારા હસબન્ડની ઉંમર ૨૩ વર્ષ છે. લગ્નને દોઢ મહિનો થયો છે, પણ હજી અમારી વચ્ચે શરમનો પડદો તૂટ્યો નથી.
સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારી અને મારા હસબન્ડની ઉંમર ૨૩ વર્ષ છે. લગ્નને દોઢ મહિનો થયો છે, પણ હજી અમારી વચ્ચે શરમનો પડદો તૂટ્યો નથી. અમે બેથી ત્રણ વાર સમાગમ કર્યો છે. મને ટેન્શન એ વાતનું છે કે પહેલી વારના સમાગમમાં જે પીડા થવી જોઈએ એવું કશું હજી સુધી થયું નથી. અત્યાર સુધીમાં એકેય વારમાં મને સમાગમ પછી લોહી પણ નીકળ્યું નથી. ઇન ફૅક્ટ, મને તેમની પેનિસથી પ્રાઇવેટ પાર્ટમાં જે ઘર્ષણ થવું જોઈએ એવું પણ ખાસ નથી અનુભવાયું. આનું કારણ શું હોઈ શકે? સમાગમ પહેલાં અમે બન્ને એકબીજાને ઓરલી ઉત્તેજિત કરીએ છીએ. મને તો સમાગમ કરતાં મુખમૈથુનમાં જ સંતોષ થઈ જાય છે. મારા હસબન્ડને પણ લાગે છે કે અમારી વચ્ચે કંઈક બરાબર નથી થતું. શું અને કેમ એ સમજાતું નથી. હું મારી ફીલિંગ તેમને વર્ણવી શકતી નથી અને તેઓ મને કંઈ કહી શકતા નથી. બરાબર યોનિપ્રવેશ ફીલ થાય એ માટે શું કરવું?

જવાબ : લગ્નજીવનની શરૂઆતના તબક્કામાં આવી મીઠી મૂંઝવણોથી ગભરાવું નહીં. બધી જસ્ત્રીઓને પહેલી વાર સમગામ કરતી વખતે લોહી નીકળે અથવા તો પહેલી વારના સમાગમમાં પીડા થાય જ એ બન્ને માન્યતા ખોટી છે. એવું કેમ નથી થતું એની ઍન્ગ્ઝાયટી ફીલ કરવાની કોઈ જરૂર નથી.

બીજું, ક્યારેક યોનિમાર્ગના સ્નાયુઓ થોડાક લૂઝ હોય તો યોનિમાર્ગમાં પેનિસનો પ્રવેશ ઓછો મહેસૂસ થાય એવું શક્ય છે. તમે સમાગમ વખતે તમારા બન્ને પગ V શેપમાં ફેલાયેલા રાખતા હશો. એને લીધે યોનિમાર્ગનો આગળનો એક-તૃતીયાંશ ભાગ શિશ્નને સ્પર્શતો જ નથી અને બાકીના ચાર ઇંચમાં સ્પર્શજ્ઞાન નથી હોતું એટલે ઘણી વારસ્ત્રીને શિશ્નનો યોનિપ્રવેશ થયો હોવા છતાં પ્રવેશ નથી થયો એવો ભાસ થાય છે. શિશ્નના યોનિપ્રવેશ પછી એક પગ સીધો કરી નાખો એટલે એ પગ તમારા પતિના બે પગની વચ્ચે આવી જશે. પછી તમારા બીજા પગની એડી પહેલા પગ પર મૂકી દો એટલે તમારા પગ ક્રૉસ થઈ જશે અને તમારા પતિના પગ તમારા પગની બહાર આવી જશે. આ પોઝિશનમાં પેનિસની પકડ મજબૂત બનશે અને પતિને પણ ગમશે.Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK