પત્નીને સેક્સની ઈચ્છા જ નથી થતી, તેને સમજાવવા શું કરું?

Published: 7th October, 2014 04:56 IST

મારી ઉંમર ૬૦ વર્ષ છે. પત્ની મારાથી બે વર્ષ નાની છે છતાં તેની કામેચ્છા સાવ ઘટી ગઈ છે.



સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી


સવાલ : મારી ઉંમર ૬૦ વર્ષ છે. પત્ની મારાથી બે વર્ષ નાની છે છતાં તેની કામેચ્છા સાવ ઘટી ગઈ છે. મને હજીયે દસ-પંદર દિવસે સમાગમ કરવાનું મન થાય છે, પણ મારી પત્નીને જરાય મન થતું જ નથી. મારા ફ્રેન્ડસર્કલમાં પણ લગભગ આવી જ હાલત છે. શું એનો મતલબ એ કે પુરુષોની સેક્સ-ડ્રાઇવ હંમેશાં ઍક્ટિવ જ હોય? બીજું, મારી સમસ્યા એ છે કે ઘણી વાર ઇચ્છા ખૂબ હોય છે, પણ યોનિપ્રવેશ થઈ શકે એટલું પૂરતું કડકપણું આવતું નથી. એ માટે વાયેગ્રા લઈ શકાય? પત્ની સહકાર આપે અને મારી સમસ્યા સમજે એ માટે શું કરવું?

જવાબ : સ્ત્રી હોય કે પુરુષ, બન્ને માટે સેક્સની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી. ભારતમાં મોટા ભાગની મહિલાઓમાં મેનોપૉઝ પછી સેક્સ-લાઇફમાંથી રસ ઘટી જતો હોવાનું જોવા મળ્યું છે, પણ એમાં શારીરિક કારણો કરતાં મહદંશે માનસિક કારણો હોઈ શકે છે. સ્ત્રીઓ જો ઇચ્છા કરે તો તેઓ જીવે ત્યાં સુધી ગમે એ ઉંમરે સેક્સ પફોર્ર્મ કરી શકે છે અને એન્જૉય પણ કરી શકે છે.

સ્ત્રીઓમાં મેનોપૉઝ દરમ્યાન ફીમેલ હૉર્મોન્સ ઇસ્ટ્રોજન પેદા થવાનું લગભગ બંધ થઈ જતું હોવાથી એની અસર શરીર અને મન બન્ને પર પડે છે. મેનોપૉઝ પછી ફર્ટિલિટીનો અંત જરૂર આવે છે, પણ સેક્સ્યુઅલ લાઇફનો નહીં. ફીમેલ હૉર્મોન્સની કમીને કારણે સમાગમ દરમ્યાન પૂરતું લુબ્રિકેશન નથી થતું જેને પગલે સમાગમ કષ્ટદાયક રહે છે. અગેઇન, આ લક્ષણો પરથી તેઓ એવી ધારણા બાંધી દે છે કે તેમની સેક્સ-લાઇફ પૂરી થઈ ગઈ હોવાથી આમ થયું છે.

જો તમે ઇચ્છતા હો કે પત્ની વધુ રસ લેતી થાય તો એ માટે સાચી સમજણ આપવાની જરૂર છે. કોઈ પણ ઉંમરે સ્ત્રીઓને રોમૅન્સ ગમે છે એટલે ફરી યુવાનીના દિવસોને તાજા કરતી સરપ્રાઇઝ આપતા રહો તો સેક્સ-લાઇફ નવપલ્લિત થઈ શકશે.

પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હૉર્મોન્સમાં ઘટાડો અચાનક નથી થતો, પણ ધીમે-ધીમે થાય છે. ઉત્થાનની સમસ્યા માટે ફૅમિલી ડૉક્ટરને કન્સલ્ટ કરીને પછી વાયેગ્રા લઈ શકો છો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK