સ્તમૈથુન કરવાની જબરજસ્ત તલપ લાગે છે અને મારાં ટેસ્ટિકલ્સ એકદમ લચી પડ્યાં છે

Published: 6th December, 2012 08:50 IST

હસ્તમૈથુન કરવાની જબરજસ્ત તલપ લાગે છે. હમણાંથી મને લાગે છે કે મારાં ટેસ્ટિકલ્સ એકદમ લચી પડ્યાં છે. શું કસરત કરતી વખતે હું ટાઇટ અન્ડરવેઅર નથી પહેરતો એટલા માટે હશે?


Representation pic


(સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી)

સવાલ : મને રોજ એક કલાક જિમમાં કસરત કરવાની આદત છે. હું ફિટનેસ બાબતે ખૂબ જ ચીવટવાળો છું. ઘણી વાર મને એક્સરસાઇઝ કરવાનો કંટાળો આવતો હોય તો હું પહેલાં હસ્તમૈથુન કરું છું. એટલે એક્સાઇટમેન્ટ અનુભવ્યા પછી તરત જ કસરત કરવાનું જોમ આવી જાય છે. ક્યારેક એક્સરસાઇઝ પછી પસીનો પણ લૂછ્યો ન હોય ને મને હસ્તમૈથુન કરવાની જબરજસ્ત તલપ લાગે છે. હમણાંથી મને લાગે છે કે મારાં ટેસ્ટિકલ્સ એકદમ લચી પડ્યાં છે. શું કસરત કરતી વખતે હું ટાઇટ અન્ડરવેઅર નથી પહેરતો એટલા માટે હશે? શું કસરત પહેલાં મૅસ્ટરબેશન કરવાથી આમ થયું હશે? ટાઇટ અન્ડરવેઅર પહેરું તો મને મૅસ્ટરબેશન કરવાની ઇચ્છા નથી થતી.

જવાબ : તમે એક્સરસાઇઝ અને હસ્તમૈથુનનું જબરું કૉમ્બિનેશન ઊભું કર્યું છે. એકંદરે જોવા જઈએ તો આ બન્ને વચ્ચેના સમય સાથે કોઈ જ લેવાદેવા નથી, કેમ કે સામાન્ય રીતે કોઈ વ્યકિત હસ્તમૈથુન કરીને બીજી જ મિનિટે એક્સરસાઇઝ કરવા લાગે એવું તો બનવાનું નથી જ, તમે પણ એવું નહીં જ કરતા હો. જો એમ કરવું હોય તો હસ્તમૈથુન પછી બૉડી ફરીથી નૉર્મલ રિધમમાં આવી જાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ. એટલે કે ઇન્દ્રિયની ઉત્તેજના બેસી જાય અને માનસિક રીતે એ માહોલમાંથી વ્યક્તિ બહાર આવી જાય એ પછી ફ્રેશ થઈને તમે એક્સરસાઇઝ કરી શકો છો.

તમે કસરત વખતે ટાઇટ અન્ડરવેઅર નથી પહેરતાં એને કારણે કદાચ આ તકલીફ થઈ શકે છે. ટાઇટ અન્ડરવેઅરનો મતલબ સમજવા જેવો છે. કેટલાક લોકો ટાઇટનો મતલબ કમરેથી ટાઇટ એવો કરે છે. જે યોગ્ય નથી. કમરેથી પટ્ટો ટાઇટ હોય એવી અન્ડરવેઅર હોય એ પેટ પર નાહકનું પ્રેશર લાવવા સિવાય બીજો કંઈ જ ફાયદો નથી કરતા. હકીકતમાં બેઉ પગ વચ્ચેથી અંડકોષને પ્રોપર સપોર્ટ આપે એવી અન્ડરવેઅર હોવી જોઈએ. કસરત દરમ્યાન તેમ જ એમ પણ ગુરુત્વાકર્ષણને કારણે અંડકોષ નીચે લબડી ન પડે એ માટે યોગ્ય ફિટિંગવાળી, કૉટન મટીરિયલની અન્ડરવેઅર પહેરવી જોઈએ.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK