પત્નીને વારંવાર ગર્ભ રહી જાય છે, શું કરું?

Published: 6th November, 2012 08:00 IST

મારી ઉંમર ૩૮ વર્ષ અને પત્નીની ૩૫ વર્ષ છે. અમારે ત્રણ સંતાનો છે ને બે વાર અમે અબૉર્શન કરાવી ચૂક્યાં છીએ. અમે ક્યારેક કૉન્ડોમ વાપરવાનું ચૂકી ગયાં હોઈએ ત્યારે પણ વીર્યસ્ખલન યોનિમાં થઈ જતું હોવાથી અવાંછિત પ્રેગ્નન્સી રહી જાય છે.

સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૩૮ વર્ષ અને પત્નીની ૩૫ વર્ષ છે. અમારે ત્રણ સંતાનો છે ને બે વાર અમે અબૉર્શન કરાવી ચૂક્યાં છીએ. અમે ક્યારેક કૉન્ડોમ વાપરવાનું ચૂકી ગયાં હોઈએ ત્યારે પણ વીર્યસ્ખલન યોનિમાં થઈ જતું હોવાથી અવાંછિત પ્રેગ્નન્સી રહી જાય છે. આવું વારંવાર ન થાય એ માટે કાયમી ઉકેલ તરીકે શું કરવું જોઈએ? પત્ની કૉપર-ટી પહેરી શકે કે પછી હવે સંતતિ નિયોજન માટે ગર્ભાશય કઢાવવાનું ઑપરેશન કરાવી લેવું જોઈએ? સ્ત્રી નસબંધી કરાવે એ સારું કે પુરુષ?

જવાબ : ફૅમિલી-પ્લાનિંગના ઘણા રસ્તાઓ છે : મહિનાની ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ, કૉન્ડોમનો રેગ્યુલર ઉપાય, કૉપર-ટી, સ્ત્રી કે પુરુષની નસબંધી. ગર્ભ ન રહે એ માટે ગર્ભાશય કાઢી નાખવાની કોઈ જ જરૂર નથી. ગર્ભાશય માત્ર સંતાન પેદા કરવા માટે જ છે એવું માનનારા ઘણા લોકો આવી ભૂલ કરે છે જે યોગ્ય નથી.

તમારી પત્નીને કોઈ સારા ગાયનેકોલૉજિસ્ટ પાસે લઈ જાઓ. કૉપર-ટી સૂટ થઈ શકે એમ હોય તો એ લગાવી લો. પાંચેક વરસ એક જ લૂપથી ચાલી જશે. એ પછી ફરી ચેન્જ કરાવી શકો છો. જો પત્નીને કૉપર-ટી માફક ન આવે તો નસબંધીનો ઉપાય અજમાવવો જોઈએ, ગર્ભાશય કાઢવાનો નહીં. પુરુષોની નસબંધીનું ઑપરેશન સરળ છે અને જો યોગ્ય રીતે થયું હોય તો રિવર્સેબલ પણ છે. રિવર્સ નસબંધીના ચાન્સિસ સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધુ હોય છે. વળી એ માટે પુરુષોને હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર પણ નથી હોતી. એની સરખામણીએ સ્ત્રી-નસબંધીમાં સમય પણ વધુ લાગે છે. આમ જોઈએ તો પુરુષે નસબંધી કરાવવી વધુ હિતાવહ છે કેમ કે એ સરળ, સહેલી અને રિવર્સેબલ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK