કોન્ડોમ પહેર્યા વગર સેક્સ કરવાથી પત્નીને ખુબ દુ:ખાવો થાય છે, શું કરું?

Published: 6th October, 2014 05:02 IST

મારી ઉંમર ૫૧ વર્ષ છે. મારી પત્નીને મેનોપૉઝ આવી ગયો છે અને છેલ્લા ચારેક મહિનાથી માસિક બંધ થઈ ગયું છે.



સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૫૧ વર્ષ છે. મારી પત્નીને મેનોપૉઝ આવી ગયો છે અને છેલ્લા ચારેક મહિનાથી માસિક બંધ થઈ ગયું છે. હવે પ્રેગ્નન્સીની ચિંતા ન હોવાથી અમે કૉન્ડોમ વાપરતાં નથી. જોકે મારી વાઇફનું કહેવું છે કે કૉન્ડોમ ન હોવાથી તેને વધારે દુખાવો થાય છે. અમે મહિનામાં માંડ બે વાર સમાગમ કરીએ છીએ. એમાં પણ હમણાંથી દુખાવો થવાને કારણે તેને ઇચ્છા નથી થતી. કૉન્ડોમ પહેર્યા પછી યોનિપ્રવેશ સરળ થઈ જાય છે એવું તેનું કહેવું છે. શું આવું હોય? બીજું, હવે જ્યારે પ્રેગ્નન્સીના ચાન્સ નથી ત્યારે વીર્યસ્ખલન અંદર કરવામાં કોઈ જોખમ ખરું?

જવાબ : ભાઈ, હજી તમારી વાઇફને ચાર મહિનાથી માસિક બંધ થયું છે. બને કે હવે ફરી કદી માસિક આવે જ નહીં, પણ એવુંય બને કે આ મેનોપૉઝ દરમ્યાન આવતી માસિકની અનિયમિતતા જ હોય. મોટા ભાગે મેનોપૉઝ દરમ્યાન પહેલાં માસિકમાં અનિયમિતતા આવે છે અને ઘણી વાર ત્રણ-ચાર કે ઈવન છ-સાત મહિના પછી પણ ફરીથી માસિક શરૂ થઈ શકે છે. જ્યાં સુધી માસિક સંપૂર્ણપણે એક-સવા વર્ષ જેવું બંધ ન રહે ત્યાં સુધી હવે માસિક ગયું છે એવું ખાતરીપૂર્વક ન કહી શકાય. આવા સંજોગોમાં કૉન્ડોમ વિના સમાગમ કરવો અને વીર્યસ્ખલન યોનિમાર્ગમાં કરવું ઠીક નથી.

બીજું, મેનોપૉઝ દરમ્યાન જેમ માસિક બંધ થાય છે એમ શરીરમાં બીજા પણ ફેરફારો થાય છે. હૉમોર્નલ અસંતુલનને કારણે સમાગમની ઉત્તેજના દરમ્યાન યોનિમાર્ગમાં પેદા થતી ચીકાશમાં ઘટાડો થાય છે. ચીકાશ ઘટવાને કારણે યોનિપ્રવેશ દરમ્યાન લુબ્રિકેશનના અભાવે ઘર્ષણ થાય છે અને પરિણામે પીડાદાયક સમાગમની ફરિયાદ રહે છે. કૉન્ડોમમાં પહેલેથી જ બન્ને તરફ આર્ટિફિશ્યલ લુબ્રિકન્ટ્સ હોવાથી યોનિપ્રવેશ કરાવવામાં તેમ જ મૂવમેન્ટમાં સરળતા રહે છે.

ઘર્ષણ ટાળવા માટે ફોરપ્લેમાં વધુ સમય ગાળો. આંગળીથી પૂરતી ચીકાશ ચેક કરીને પછી યોનિપ્રવેશ કરાવો. એમ છતાં પીડા થતી હોય તો કોપરેલ તેલ કે ધ્Y જેલી લગાવી શકાય.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK