મારુ વીર્યસ્ખલન થાય ત્યાં સુધીમાં પત્ની થાકી જાય છે, શું કરું?

Published: 5th November, 2014 05:14 IST

મારી ઉંમર ૩૧ વર્ષની છે, લગ્નને ત્રણ વર્ષ થયાં છે. હું પહેલેથી સ્ટુડિયસ હતો અને ગર્લ્સ સાથે ઍડ્વાન્સ થઈને કોઈ એક્સપરિમેન્ટ કરતો નહોતો.
સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ :
મારી ઉંમર ૩૧ વર્ષની છે, લગ્નને ત્રણ વર્ષ થયાં છે. હું પહેલેથી સ્ટુડિયસ હતો અને ગર્લ્સ સાથે ઍડ્વાન્સ થઈને કોઈ એક્સપરિમેન્ટ કરતો નહોતો. એને કારણે લગ્ન પછીથી જ મારી ખરી સેક્સલાઇફ શરૂ થઈ હતી. એ પહેલાં હું ક્યારેક મૅસ્ટરબેશન કરતો હતો, પણ એ ક્યારેક જ. મોટા ભાગે સુંદર છોકરીઓને હું કલ્પનામાં જ પ્રપોઝ કરતો હતો. મારી પત્ની પણ સુંદર છે. જોકે મને એવું લાગે છે કે હમણાંથી મને ઇજૅક્યુલેશનમાં તકલીફ પડવા લાગી છે. હું જ્યારે મૅસ્ટરબેશન કરતો હતો ત્યારે દોઢથી ત્રણ મિનિટની અંદર સ્ખલન થતું હતું. જોકે લગ્ન પછી મને સમાગમ દરમ્યાન વહેલું સ્ખલન થઈ જતું હતું. મેં સ્ટાર્ટ ઍન્ડ સ્ટૉપ ટેક્નિક દ્વારા સ્ખલનને લંબાવવાની કોશિશ કરી જોઈ. હવે સ્ખલન લંબાવી શકાય છે પણ મારી પત્નીને લાગે છે કે મને વીર્યસ્ખલન થાય ત્યાં સુધીમાં તે થાકી જાય છે. મેં નોંધ્યું તો યોનિપ્રવેશ કર્યા પછી લગભગ ચારથી પાંચ મિનિટ સુધી સમાગમ ચાલે છે. શું આ સ્ખલન ટાઇમ નૉર્મલ છે?

જવાબ :  સૌપ્રથમ તો સમાગમની બાબતમાં દરેક યુગલે સમજી લેવું જોઈએ કે તેઓ આનંદ માટે આ ઍક્ટ કરે છે. જો સમાગમ પછી બન્ને પાર્ટનરને પૂરતો સંતોષ અને આનંદ અનુભવાતો હોય તો સમાગમની મિનિટોને સ્ટૉપ-વૉચ મૂકીને ગણવા બેસવું ન જોઈએ. તમે મૅસ્ટરબેશન કરતા હો કે સમાગમ, વીર્યસ્ખલન પછી આનંદ આવે છે કે નહીં? એ અમુક-તમુક સમય લાંબો ચાલે કે ટૂંકો એનાથી આનંદ પર કોઈ ફરક નથી પડતો.

સમાગમ દરમ્યાન ચારથી પાંચ મિનિટ પછી વીર્યસ્ખલન થાય એ નૉર્મલ લક્ષણ  છે. આ કોઈ ઍબ્નૉર્મલ ગાળો નથી કે એને તમે વિલંબિત સ્ખલનની સમસ્યા માની લો. કદાચ તમારી પત્નીની થાકી જવાની સમસ્યા છે એ તમારા સ્ખલનના સમયગાળાને કારણે નહીં પણ તેમની પોતાની શારીરિક નબળાઈ હોઈ શકે છે. તમારી વાઇફને જલદી થાક લાગી જતો હોય એવું બને છે? બની શકે કે હીમોગ્લોબિન ઓછું હોય કે અન્ય કોઈ તકલીફ હોય. શારીરિક ક્ષમતા વધારવા માટે નિયમિત કસરત કરવાનું તેમ જ હેલ્ધી લાઇફસ્ટાઇલ કેળવો. સ્ટેમિના વધે એ જરૂરી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK