સેક્સ કરતા સમયે આ ભૂલો પુરુષો કરતા હોય છે

Published: 15th October, 2020 21:55 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સામાન્ય રીતે સેક્સ કરતા સમયે પુરુષો અમૂક ભૂલો કરતા હોય છે તે સ્ત્રીઓ નોટિસ તો કરતી હોય છે પણ કદાચ કહેતા અચકાતી હોય છે આથી પુરુષોએ આ ભૂલ ક્યારે ન કરવી જોઈએ.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સામાન્ય રીતે સેક્સ કરતા સમયે પુરુષો અમૂક ભૂલો કરતા હોય છે તે સ્ત્રીઓ નોટિસ તો કરતી હોય છે પણ કદાચ કહેતા અચકાતી હોય છે આથી પુરુષોએ આ ભૂલ ક્યારે ન કરવી જોઈએ.

વેબએમડી.કોમમાં આવેલા આર્ટિકલ મુજબ પુરુષો પોતાની વિચારસરણીમાં ફેરફાર કરે તો સેક્સલાઈફ સુધારી શકે છે. તેમણે અમૂક સામાન્ય ભૂલોને સુધારવી જોઈએ. ઘણા પુરુષોને એમ હોય છે કે રાત પડી એટલે બેડરૂમમાં સીધુ સેક્સ કરવુ પણ હકીકતમાં સ્ત્રીઓને આ ગમે તે જરૂરી નથી. તમારી પાર્ટનર પ્રત્યે પ્રેમ દર્શાવવો જોઈએ. આખા દિવસ દરમિયાન તેમને હગ કરો, કિસ કરો, તેમનો હાથ પકડે, ટૂંકમાં ઈમોશનલી એટેચ થાઓ. મહિલાઓને એવા રિલેશનશીપ ગમે જેમાં તે પોતાને સેફ અને સિક્યોર માનતી હોય.

ઘણા પુરુષો એવુ માની લે છે કે તેમને ખબર છે તેમના પાર્ટનરને શું જોઈએ છે. પુરુષોએ તેમની પ્રેમિકાને પુછવું જોઈએ કે જે સેક્સ લાઈફ ચાલી રહી છે તેમાં તે ખુશ છે કે કોઈ ફેરફાર કરવાની જરૂર છે. આ સવાલ પૂછતા તેમણે અચકાવુ જોઈએ નહીં. તેમ જ કોઈ એક જ પ્લાનને વળગી ન રહો. પહેલી ત્રણ વાર કોઈ પ્લાન કામ કરે એટલે તે ચોથી વાર પણ કરશે તે જરૂરી નથી. પાર્ટનરના મૂડને સમજો, તે કોઈ માનસિક કે શારિરીક પિડાથી પસાર થઈ રહી છે તે સમજો.

પુરુષોએ ફક્ત ફિઝિકલ રીતે જ અટેચ થવુ એ પણ સેક્સ લાઈફ માટે માઈનસ પોઈન્ટ છે. મહિલાઓ સેક્સ દરમિયાન ઉત્તેજનામાં આવતી હોય છે આવા સમયે તમારે પણ તમારી ફેનટેસી અથવા સેક્સ મેમેરીને શૅર કરવી જોઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK