સેક્સલાઈફ તમારા રિલેશનશીપનું પ્રતિબિંબ છે

Published: 4th October, 2020 21:27 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સેક્સ કરતા સમયે તમારી માનસિકતા કેવી છે તેના ઉપર પણ તમારુ રિલેશનશીપ કેવુ છે તે સમજી શકાય છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

છેલ્લા 15 વર્ષમાં વિશ્વ સૌથી ઝડપી ગતિએ બદલાયુ છે. મોબાઈલ આપણા શરીરના એક અંગ સમાન છે. કપલ્સ ક્યાંય પણ ફરવા જાય, જમવા જાય કે ઘરમાં પણ કોઈ વાનગી બનાવી હોય તો સેલ્ફી લઈને અપલોડ કરતા હોય છે. દરેક વ્યક્તિ પોતાના જીવનની અપડેટ સોશ્યલ મીડિયામાં આપતું હોય છે. પણ શું સોશ્યલ મીડિયામાં તમે જેટલી સેલ્ફી કે તસવીરો અપલોડ કરશો એ જ તમારા રિલેશનશીપનું પ્રતિબિંબ છે?

જવાબ છે ‘ના’. ખરેખર તો તમારી સેક્સલાઈફથી તમે મૂલ્યાંકન કરી શકો કે તમારુ રિલેશનશીપ કેવુ છે. બસ્ટલ.કોમમાં આવેલા એક આર્ટિકલ મુજબ, રિલેશનશીપમાં સેક્સ જ બધુ નથી પરંતુ તે એક મહત્વનો ભાગ છે.

સેક્સ કરતા સમયે તમારી માનસિકતા કેવી છે તેના ઉપર પણ તમારુ રિલેશનશીપ કેવુ છે તે સમજી શકાય છે. જેમ કે સેક્સ દરમિયાન તમે તમારા જૂના પ્રેમી/પ્રેમિકાને યાદ કરો તે આ સારો સંકેત નથી. તેમ જ તમારા પાર્ટનર વચ્ચે સેક્સ દરમિયાન પારસ્પરિકતાનો અભાવ પણ તમારા રિલેશનશીપ ઉપર પ્રતિકૂળ અસર પાડે છે.

જે કપલ પાર્ટનરને અવગણીને અન્ય અન્ય સ્ત્રી/પુરૂષ બાબતે વિચારો તો તે રિલેશનશીપનું ભવિષ્ય જોખમમાં મૂકાય છે, એમ નિષ્ણાતોનું કહેવું છે. જો પાર્ટનર સેક્સને ટાળતુ હોય તો આ વાતને ગંભીરતાથી લેવી અને જે સમસ્યા છે તેને દૂર કરવી જેથી રિલેશનશીપ ટકી રહે. સેક્સ કર્યા બાદ પાર્ટનરનું વર્તન સારુ કેવુ હોય છે એ પણ બહુ મહત્વનું છે.  

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK