લૉકડાઉનમાં સેક્સ કરવાની મજા આવતી હતી?

Updated: 23rd September, 2020 14:42 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

લૉકડાઉનમાં બધા ઘરે બેસીને કંટાળ્યા હતા, સોશ્યલ મીડિયામાં જાતજાતના ટ્રેન્ડ નિકળ્યા હતા, જે લોકો અનુસરતા પણ હતા, પણ સેક્સની વાત કરીએ તો ઘરમાં ને ઘરમાં જ રહીને સેક્સ કરવાની એક્સાઈટમેન્ટ હતી કે ખતમ થઈ ગઈ હતી?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

લૉકડાઉનમાં બધા ઘરે બેસીને કંટાળ્યા હતા, સોશ્યલ મીડિયામાં જાતજાતના ટ્રેન્ડ નિકળ્યા હતા, જે લોકો અનુસરતા પણ હતા. અમૂક લોકોએ લૉકડાઉનમાં નવુ કૌશલ્ય શીખ્યા, જીવનને ક્રિએટીવ બનાવવાની કોશિશ કરી પણ સેક્સની વાત કરીએ તો ઘરમાં ને ઘરમાં જ રહીને સેક્સ કરવાની એક્સાઈટમેન્ટ હતી કે ખતમ થઈ ગઈ હતી?

કોરોના મહામારીએ આખા વિશ્વનું ચિત્ર બદલી નાખ્યું છે. અર્થતંત્ર ઉપર અસર પડતા નાગરિકોની આવક ઘટી છે અથવા તો બંધ જ થઈ ગઈ છે. જ્યારે લૉકડાઉનની શરૂઆત થઈ ત્યારે જ લોકોને સમજાઈ ગયુ હતુ કે પરિસ્થિતિ આગળ જતા બગડવાની છે.

સીએનએન હૅલ્થના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કપલ્સને ચિંતા હતી કે તેઓ બિમાર પડશે, આવક ગુમાવશે, બાળકોનો ભણતર ખર્ચ કેવી રીતે ઉપાડશે વગેરે. આવામાં સેક્સ કરવાની મજા આવે ખરી? તમે ડિપ્રેશનમાં હોવ તો સેક્સ કરવાની મજા ન આવે એ સ્વાભાવિક છે. મજા શું આવી ચિંતાઓ વચ્ચે સેક્સ કરવાનું પણ મન ન થાય.

કિન્સી ઈન્સ્ટિટ્યૂટના જસ્ટીન લેહમિલરે કહ્યું કે, લૉકડાઉનમાં સેક્સ લાઈફ અને રોમેન્ટિક લાઈફ સુધરી છે. પણ જેટલુ વધારે સ્ટ્રેસ હશે એટલુ ઓછુ સેક્સ કરશો. આ મહામારીમાં લોકોનું સ્ટ્રેસ વધ્યું છે એ તો સ્પષ્ટ છે.

વાચકોને પણ સલાહ છે કે જીવનમાં ચિંતા તો રહેવાની જ. પડકાર વિનાનું જીવન જીવવાની પણ શું મજા? આથી ફેસ ઉપર સ્માઈલ રાખીને પડકારોનો સામનો કરો અને પાર્ટનર સાથે એક સારી સેક્સલાઈફ એન્જોય કરો કારણ કે સેક્સના કેટલા ફાયદા છે એ તો તમને ખબર જ છે.

First Published: 22nd September, 2020 22:17 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK