કૉન્ડોમની કઇ બ્રાન્ડ બેસ્ટ?

Updated: May 25, 2020, 15:03 IST | Dr.Ravi Kothari

કૉન્ડોમની બાબતમાં કઈ બ્રૅન્ડ બેસ્ટ એવું કહેવાનું ઠીક નથી.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ- લગ્નને લગભગ દાયકો થયો છે. એક બાળક છે અને હવે બીજું જોઈતું નથી. એ માટે કૉન્ટ્રાસેપ્શન માટે કૉન્ડોમ્સનો ઉપયોગ કરીએ છીએ. વાઇફ બીજી કોઈ જ દવાઓ લેતી નથી એટલે કૉન્ડોમ વિના અમે કદી સંબંધ નથી બાંધતા. મારે જાણવું એ છે કે કઈ બ્રૅન્ડનાં કૉન્ડોમ સારાં હોય છે. મારી વાઇફને અમુક જ બ્રૅન્ડ માફક આવે છે. અમુક બ્રૅન્ડ ન સદતાં ચળ આવવી, સફેદ પાણી પડવું જેવી સમસ્યા થઈ જાય છે. ટેક્સ્ચર અને ફ્લેવેરમાં પણ અમે કોઈ જ એક્સપરિમેન્ટ્સ નથી કરતાં. જોકે હમણાં મારો ફ્રેન્ડ થાઇલૅન્ડથી અલગ પ્રકારનાં કૉન્ડોમ્સ લાવ્યો હતો. એનો પ્રયોગ કરવાથી સમાગમ ખૂબ લાંબો ચાલે છે, પણ મજા નથી આવતી. તકલીફ એ થાય છે કે એ પહેર્યા પછી એ ભાગમાં જાણે સ્પર્શ સંવેદના જ નથી રહેતી. સંવેદના ન રહેતી હોવાથી ઇજેક્યુલેશન એટલું લંબાઈ જાય છે કે થાકી જવાય. શું આવું એ પ્રોડક્ટને કારણે થતું હશે કે અમારી વધતી ઉંમરને કારણે? મારી ઉંમર ૪૧ વર્ષ છે.
જવાબ-કૉન્ડોમની બાબતમાં કઈ બ્રૅન્ડ બેસ્ટ એવું કહેવાનું ઠીક નથી. બન્ને પાર્ટનરને જે ફાવે એ બેસ્ટ. આજકાલ વિવિધ ટેક્સ્ચર અને સ્મેલનાં કૉન્ડોમ આવે છે. એમાંથી કેટલાક તો લાંબો સમય સમાગમ ચાલવાનો દાવો પણ કરે છે. જોકે આવી પ્રોડક્ટ્સમાં ઍનેસ્થેટિક જેલ વાપરેલી હોય છે. એને કારણે જ્યાં પણ આ જેલ સ્પર્શે એ ભાગની સ્પર્શસંવેદના થોડાક સમય માટે ચાલી જાય છે. મોટા ભાગે પુરુષોને ઉત્તેજના સારી આવી હોય છે, પણ જેવું તેઓ કૉન્ડોમ પહેરે કે તરત જ સ્પર્શસંવેદના જતી રહી હોવાથી ઉત્તેજિત ઇન્દ્રિય ઢીલી પડવા લાગે છે. એવા સંજોગોમાં તમે સમાગમ કરો તો પણ એની ખુશી કે આનંદ નથી મળતો. ઘર્ષણની સંવેદના ન થતી હોવાથી ચરમસીમા પાછી ઠેલાય છે. તમે જે લક્ષણો વર્ણવ્યાં છે એ જોતાં એવું લાગે છે કે તમે પણ આવી જ કોઈ પ્રોડક્ટના ભોગ બન્યા છો.
જો તમને શીઘ્રસ્ખલનની સમસ્યા ન હોય તો તમારે ઍનેસ્થેટિક જેલવાળી પ્રોડક્ટ વાપરવાને બદલે તમને બન્નેને જે પહેલેથી માફક આવતી હતી એ જ પ્રોડક્ટ વાપરો. જો એ વખતે પણ આવી તકલીફ ન થાય તો સમજી લેવું કે સમસ્યા તમારામાં નહીં, પ્રોડક્ટમાં હતી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK