શિઘ્રસ્ખલનને લીધે પત્ની કે ગર્લફ્રેન્ડ સાથે સંબંધમાં ઉત્તેજના નથી...

Published: 26th October, 2020 20:32 IST | Dr.Ravi Kothari | Mumbai

જોકે વ્યક્તિ જ્યારે કોઈક ચીજ છુપાવીને કરવાની કોશિશ કરતી હોય ત્યારે મનમાં હીનભાવના અથવા તો હું કંઈક ખોટું કરું છું એવો ડર સતાવ્યા કરે છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ- મારી ઉંમર ૩૪ વર્ષની છે. મારાં લગ્નને દસ વર્ષ થયાં છે. આમ જોવા જઈએ તો બે સંતાનોનો સુખી પરિવાર છે. લગ્ન પહેલાંની મારી ગર્લફ્રેન્ડ સાથે હમણાં ફરીથી સંબંધો બંધાયા છે. મૅરેજ પહેલાં પણ અમારાં સંબંધો હતા અને લગ્ન પછી છૂટી ગયાં. પત્ની સાથે મને ક્યારેય તેના જેટલો સંતોષ અને આનંદ નહોતો અનુભવાતો. ઘણા વર્ષો પછી જૂની ગર્લફ્રેન્ડ પાછી મળતાં અમે બન્નેઍ ફરી સંબંધો શરૂ કર્યા છે. શરૂઆતમાં તો વાંધો ન આવ્યો, પણ હમણાંથી મને વહેલું સ્ખલન થવા લાગ્યું છે. મેં એકાંતમાં હસ્તમૈથુન દરમ્યાન સ્ખલન રોકવાની ટેક્નિક વાપરવાની કોશિશ કરી તો એ વખતે શીઘ્રસ્ખલન નથી થતું. ગર્લફ્રેન્ડ સાથે હોઉં ત્યારે જ થાય છે. એટલું જ નહીં, પત્ની સાથે સેક્સ દરમ્યાન ઉત્તેજનામાં કમી હોય એવું ફીલ થાય છે. ઇન્દ્રિય જોઈએ એટલી સખત નથી થતી.
જવાબ- મને લાગે છે કે તમને અત્યારે જે પ્રી-મૅચ્યોર ઇજૅક્યુલેશનની તકલીફ સર્જાઈ છે એનું મૂળ કારણ શારીરિક નથી પણ માનસિક છે. કેમ કે તમે જ્યારે એકાંતમાં હસ્તમૈથુન કરો છો ત્યારે સ્ખલનને કન્ટ્રોલમાં રાખી શકો છો. મૂળે પત્નીને ખબર ન પડે એમ જ્યારે તમે અન્ય વ્યક્તિ સાથે સંબંધ બાંધતા હો ત્યારે મનમાં એક ગુનાહિત લાગણી પણ હોય. કોઈ જોઈ જશે અથવા તો લોકોને તમારા સંબંધોની ખબર પડી જશે તો એ ભય તમને ઝંપીને બેસવા દેતો નથી. કદાચ મનની આ વૃત્તિ બળવત્તર થતી જતી હોવાથી તમને ગર્લફ્રેન્ડ સાથે હો ત્યારે જ શીઘ્રસ્ખલનની સમસ્યા થાય છે.
જોકે વ્યક્તિ જ્યારે કોઈક ચીજ છુપાવીને કરવાની કોશિશ કરતી હોય ત્યારે મનમાં હીનભાવના અથવા તો હું કંઈક ખોટું કરું છું એવો ડર સતાવ્યા કરે છે. આ ડર અને હીનતાને કારણે માનસિક તકલીફો ઊભી થાય છે. આ માનસિક સંતાપની સીધી અસર સેક્સ્યુઅલ પર્ફોર્મન્સ પર પડે છે. ઇન્દ્રિય ઉત્થાનની સમસ્યા પણ એનું જ કારણ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK