Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉન્ડોમ વિના સમાગમ કરવાનું એન્જાયેબલ નથી. શું કરવું?

કૉન્ડોમ વિના સમાગમ કરવાનું એન્જાયેબલ નથી. શું કરવું?

08 October, 2020 02:51 PM IST | Mumbai
Dr.Ravi Kothari

કૉન્ડોમ વિના સમાગમ કરવાનું એન્જાયેબલ નથી. શું કરવું?

પ્રતીકાત્મક  તસવીર

પ્રતીકાત્મક તસવીર


સવાલ- મારાં લગ્નને પાંચ વરસ થયાં છે. હાલમાં કામસર હું દિલ્હી રહું છું. હાલના સંજોગોને કારણે વારંવાર ઘરે આવવાનું સંભવ નથી. ત્રણ-ચાર મહિને આઠ-દસ દિવસ માટે ઘરે આવું છું. એ સિવાય મૅસ્ટરબેશનથી કામ ચાલી જાય. અહીં આવું એ દરમ્યાન મને અને મારી વાઇફને ઇન્ટિમસીનું બહુ મન હોય છે, પણ એમાં મજા નથી આવતી. ખાસ તો મારી વાઇફને બહુ તકલીફ થાય છે. અમે કૉન્ડોમ ન વાપરીએ તો બહુ ઘર્ષણ અનુભવાય છે. તેને સમાગમ દરમ્યાન પેનિટ્રેશન વખતે જ તકલીફ થાય છે. વળી, જેમ-તેમ કામ પતાવો તો એ પછી પ્રાઇવેટ પાર્ટની આજુબાજુનો ભાગ સૂજીને લાલ થઈ ગયો હોય. પીડા પણ થાય છે અને સમાગમ પછી એ ભાગમાં લાલાશ આવી જાય છે. કૉન્ડોમ વાપરીએ તો વાંધો નથી આવતો, પણ અમારે બાળકનું પ્લાનિંગ કરવું છે ત્યારે કૉન્ડોમનો આગ્રહ કેવી રીતે રાખી શકાય? જ્યારે કૉન્ડોમ વિના સમાગમ કરવાનું એન્જાયેબલ નથી. શું કરવું?
જવાબ- સૌથી પહેલાં તો એક શક્યતા મને લાગે છે કે ઘણા વખત પછી તમે મળતા હોવાથી સમાગમ કરવામાં કોઈ ઉતાવળ તો નથી કરતાને? પૂરતો ફોરપ્લે માણવામાં ન આવે તો પણ આવું થઈ શકે છે. સામાન્ય રીતે પુરુષને ઉત્તેજના જલદી આવી જાય છે, જ્યારે સ્ત્રીઓ ધીમે-ધીમે ઉત્તેજિત થાય છે. સ્ત્રી ઉત્તેજિત થાય એટલે યોનિમાર્ગમાં ચીકાશ પેદા થાય અને પછી ઇન્દ્રિયપ્રવેશ કરી શકાય. લુબ્રિકેશનને કારણે ઘર્ષણ ટળે છે અને લાલાશ તેમ જ પીડાની સંભાવના ઘટી જાય છે. કૉન્ડોમમાં પણ લુબ્રિકેશન હોય છે, જેને કારણે તમને સમાગમ દરમ્યાન તકલીફ નથી થતી. જા તમે ફોરપ્લેમાં રાચશો તો વજાઇનામાંથી નૅચરલ લુબ્રિકેશન પૂરતા પ્રમાણમાં થશે અને પીડાની સમસ્યા આપમેળે મટી જશે.
ધારો કે એ છતાં તમને કૉન્ડોમ જ વાપરવું વધુ સરળ લાગતું હોય તો કૉન્ડોમ વાપરતાં પહેલાં એના આગળનો ભાગ કાપી નાખવો. જેથી વીર્યસ્ખલન દરમ્યાન વીર્ય કૉન્ડોમમાં ભરાઈ રહેવાને બદલે સીધું યોનિમાર્ગમાં જાય.
બીજું, તમે અમુક જ અઠવાડિયા માટે પત્ની સાથે સંબંધ રાખી શકો છો. માસિક પછીના આઠથી પંદરમા દિવસ દરમ્યાન સમાગમ કરવામાં આવે તો પ્રેગ્નન્સીની શક્યતાઓ વધે છે એટલે એ સમયગાળા દરમ્યાન સહવાસ માણી શકો એવું આયોજન કરવું હિતાવહ છે.


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2020 02:51 PM IST | Mumbai | Dr.Ravi Kothari

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK