અમે ખૂબ કન્ફ્યુઝ્ડ છીએ કે બે કૉન્ડોમ પહેરવાં કે પછી એક જ પહેરવું?

Published: Jul 16, 2020, 21:37 IST | Dr.Ravi Kothari | Mumbai

એક વીર્યના ટીપામાં કરોડો શુક્રજતુંઓ હોય છે અને ગર્ભ પેદા કરવા માટે માત્ર એક જ શુક્રજંતુ જ કાફી છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ- હું ૨૩ વર્ષનો સિંગલ છું. ગર્લફ્રેન્ડ સાથે ફિઝિકલી ઍક્ટિવ છું અને પ્રોટેક્શન માટે કૉન્ડોમ અચૂક પહેરું છું. પ્રેગ્નન્સીના ભયને કારણે પ્રોટેક્શન વાપરવા છતાં ચિંતા અને ડર રહ્ના કરે છે. એક વાર કૉન્ડોમ ફાટી ગયું હોવાથી બે કૉન્ડોમ પહેરવાનું શરૂ કર્યું. પરંતુ એક પર એક કૉન્ડોમ સરકતું હોવાથી જોઈએ એટલી મજા નહોતી આવતી. જો હું એક જ કૉન્ડોમ પહેરું તો મારી ગર્લફ્રેન્ડને મૉર્નિંગ આફ્ટર પિલ લેવી પડે છે. એ ગોળી ન લેવી પડે એ માટે જો હું કૉન્ડોમ પહેરું ને એ પછી પણ વીર્યસ્ખલન વજાઇનાની બહાર કરું તો આવી સ્થિતિમાં ઇમર્જન્સી પિલ લેવાની જરૂર ખરી? અમે ખૂબ કન્ફ્યુઝ્ડ છીએ કે બે કૉન્ડોમ પહેરવાં કે પછી એક જ પહેરવું? એ પછી પિલ લેવી જરૂરી છે? પછી ઇજેક્યુલેશન બહાર કરું તો વાંધો ન આવે? આ કોઈ પણ રીતે પ્રેગ્નન્સી રહેવાના ચાન્સિસ કેટલા?
જવાબ- ગર્ભ ત્યારે જ રહે છે જ્યારે શુક્રજંતુઓ સ્ત્રીમાં રહેલા યોનિબીજને મળે. કૉન્ડોમ પહેયુ* હોય તો શુક્રજંતુઓ સ્ત્રીબીજને મળવાનો સવાલ જ આવતો નથી એટલે ગર્ભ રહેવાની શક્યતા ૯૯.૯૯ ટકા નથી હોતી. વળી તમારે વધુપડતા પ્રિકૉશનરૂપે બે કૉન્ડોમ પહેરવાની કોઈ જરૂર નથી. એક જ કૉન્ડોમ કાફી છે. ધારો કે કૉન્ડોમ ફાટી જાય કે એમાં ક્રૅક પડી હોય એવું લાગે તો અને તો જ ઇમર્જન્સી કૉન્ટ્રાસેપ્ટિવ પિલ લેવી જરૂરી બને. ઇમર્જન્સી પિલ ત્યારે જ લેવાની હોય છે જ્યારે સમાગમ કરતાં-કરતાં કૉન્ડોમ ફાટી જાય અને સુરક્ષિત સમાગમ અસુરક્ષિત બની જાય. બાકી કૉન્ડોમ પહેરેલું હોય તો એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી.
તમારે એક ખાસ કાળજી રાખવી જરૂરી છે કે સમાગમ કરો ત્યારે તમારે કૉન્ડોમ પહેર્યા વગર ક્યારેય ઇન્દ્રિયનો યોનિપ્રવેશ ન કરાવવો કે યોનિમાર્ગની આસપાસ ઇન્દ્રિય વડે ઘર્ષણ પણ ન કરવું, કેમ કે આવી પરિસ્થિતિમાં ઘણી વાર ખ્યાલ બહાર વીર્યનાં એકાદ-બે ટીપાં યોનિમાં જતાં રહેતાં હોય છે અને એનાથી ગર્ભ રહેવાની શક્યતા નિર્માણ થતી હોય છે. એક વીર્યના ટીપામાં કરોડો શુક્રજતુંઓ હોય છે અને ગર્ભ પેદા કરવા માટે માત્ર એક જ શુક્રજંતુ જ કાફી છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK