મારી ગર્લફ્રેન્ડને મારી પેનિસની સાઇઝથી ડર લાગે છે, શું થઇ શકે?

Published: Aug 10, 2020, 19:14 IST | Dr.Ravi Kothari | Mumbai

જો ડિલિવરી દરમ્યાન બાળકનું આખું માથું બહાર નીકળી શકતું હોય તો ઇન્દ્રિય ગમે એટલી મોટી હોય, એની જગ્યા એમાં આસાનીથી થઈ જવાની છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ- હું ૨૩ વર્ષનો છું. અઢી વર્ષથી એક ગર્લફ્રેન્ડ છે. અમારી વચ્ચે હજી હમણાં જ ફિઝિકલ નજદીકી થોડીક વધી છે. થોડાક દિવસ પહેલાં અમે મર્યાદા પહેલી વાર વટાવી. શરૂઆતમાં અમે કપડાં દૂર કર્યા વિના જ એકમેકના પ્રાઇવેટ પાર્ટ્સને ફીલ કર્યા. મને ખૂબ જ ઉત્તેજના આવેલી એને કારણે તરત જ તેણે હાથ પાછો લઈ લીધો. મને એમ કે તે શરમાઈ ગઈ છે, પણ હકીકતમાં તે પેનિસની સાઇઝથી ડરી ગયેલી. એ પછી અમે ફિઝિકલ ઇન્ટરકોર્સ કરવાની કોશિશ કરી, પણ તેને પેનિટ્રેશન દરમ્યાન ખૂબ જ દુખાવો થયો. પેનિટ્રેશન તો થયું, પણ તેને પેઇન થતું હોવાથી કોઈ મૂવમેન્ટ અમે ન કરી શક્યા. તેનું કહેવું છે કે મારી પેનિસ બહુ મોટી હોવાથી તેને વધુ પેઇન થયું છે. તો આવા સંજોગોમાં શું કરવું?
જવાબ- સેક્સલાઇફના શરૂઆતના અનુભવમાં જ્યારે બન્ને વ્યક્તિ બિનઅનુભવી હોય ત્યારે આવી સમસ્યા સ્વાભાવિક છે. તમારી ગર્લફ્રેન્ડના મનમાં સુષુપ્ત અને ઉત્તેજિત ઇન્દ્રિયની સાઇઝ બાબતે યોગ્ય ધારણા ન હોવાને કારણે આ સમસ્યા થઈ છે. જેમ છોકરાઓને છોકરીઓની શરીરરચના બાબતે સાચું જ્ઞાન નથી હોતું એમ છોકરીઓને પણ છોકરાઓનાં અંગો અને એમની કામગીરી બાબતે અધકચરું જ્ઞાન હોય એવું બની શકે. તમારી ગર્લફ્રેન્ડને સમજાવવાની જરૂર છે કે પેનિસની સાઇઝ જોઈને ડરવાની જરૂર નથી, કેમ કે યોનિમાર્ગ સ્થિતિસ્થાપક હોય છે. જો ડિલિવરી દરમ્યાન બાળકનું આખું માથું બહાર નીકળી શકતું હોય તો ઇન્દ્રિય ગમે એટલી મોટી હોય, એની જગ્યા એમાં આસાનીથી થઈ જવાની છે. સ્ત્રી-પુરુષને એકમેકના અવયવોની વિશેષતાઓ ખબર ન હોવાથી પૂર્વધારણા અને ઍન્ગ્ઝાયટીને કારણે શરૂઆતમાં તકલીફ થઈ શકે છે. પેનિટ્રેશન દરમ્યાન જરૂર છે યોગ્ય ઉત્તેજના અને લુબ્રિકેશનની. બીજું, પહેલી વાર પેનિટ્રેશન થાય ત્યારે જો પૂરતું લુબ્રિકેશન ન હોય તો પીડા થાય એ પણ સ્વાભાવિક છે. તમે સેક્સ કરી શકશો અને પાર્ટનરને સંતોષ પણ આપી શકશો. તમારે બન્નેએ આ ગેરસમજને દૂર કરવાની જરૂર છે. નહીંતર બન્નેને આગળ જતાં માનસિક કારણોસર સમસ્યા થઈ શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK