જાતીય જીવનમાં પૂરતું સુખ મળે તો વ્યક્તિને ડિપ્રેશનમાં મદદરૂપ થઈ શકે?

Published: Aug 07, 2020, 16:46 IST | Dr.Ravi Kothari | Mumbai

છેલ્લા કેટલાક સમયથી મારી વાઇફ ડિપ્રેશનમાં છે. એ માટેની દવા ચાલતી હોય ત્યાં સુધી તેનો મૂડ ઠીક રહે છે, પણ દવાઓ બંધ થાય એટલે થોડા જ સમયમાં પાછી ગરબડ શરૂ થઈ જાય.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ- મારી ઉંમર ૩૯ વર્ષ છે. છેલ્લા કેટલાક સમયથી મારી વાઇફ ડિપ્રેશનમાં છે. એ માટેની દવા ચાલતી હોય ત્યાં સુધી તેનો મૂડ ઠીક રહે છે, પણ દવાઓ બંધ થાય એટલે થોડા જ સમયમાં પાછી ગરબડ શરૂ થઈ જાય. ડૉક્ટરનું કહેવું છે કે લાંબો સમય ઍન્ટિ-ડિપ્રેસન્ટ દવાઓ લેવાથી નુકસાન થશે એટલે અમુક સમય પછી દવા બંધ કરી દેવી પડે છે. શું એ વાત સાચી છે કે સેક્સ ડિપ્રેશન માટેની દવા સાબિત થઈ શકે છે? સાઇકોલૉજિસ્ટ પાસે કાઉન્સેલિંગ કરાવવાથી પણ ખાસ ફાયદો નથી. ડિપ્રેશનને કારણે તેની જાતીય ઇચ્છાઓમાં પણ મૂડની જેમ ઉતાર-ચડાવ જોવા મળે છે. ક્યારેક તે મૂડમાં હોય તો તેને ઇન્ટિમસી માણવી ગમે છે, પણ મૂડ ન હોય તો સહેજ અમથો સ્પર્શ થઈ જાય તોય ભડકી ઊઠે. એવું સાંભળ્યું છે કે જાતીય જીવનમાં પૂરતું સુખ મળે તો વ્યક્તિને ડિપ્રેશનમાં મદદરૂપ થઈ શકે. આ માટે શું કરી શકાય?
જવાબ- સેક્સક્રીડાથી શરીરમાં ફીલગુડ હૉર્મોન્સનો સ્રાવ વધે છે એ વાત મેડિકલ સાયન્સે પણ સ્વીકારી છે. પ્રેમાળ સ્પર્શ અને હૂંફથી ઑક્સિટોસિન અને એન્ડોર્ફિન હૉર્મોન્સ પેદા થવાથી વ્યક્તિને ખૂબ સારું લાગે છે. એનાથી શારીરિક પીડા પણ ઘટે છે અને મૂડ પણ સુધરે છે. જોકે એની અસર લાંબો સમય ટકતી નથી. લાંબા સમયથી ડિપ્રેશન રહેતું હોય તો એ માટે સેક્સથેરપી કાયમી અસર નથી કરતી. જોકે કોઈ પણ વ્યક્તિને પ્રેમ, હૂંફ, આલિંગન અને સૌથી વધુ તો કોઈ પોતાને સમજે છે અને પસંદ કરે છે એ ફીલિંગ ખૂબ જ બળ આપે છે. એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે ડિપ્રેશનના દરદીઓના મૂડની અસર જાતીય ઇચ્છાઓમાં પણ વર્તાય છે. એવા સમયે જો ક્યારેક તે ભડકી ઊઠે તો હર્ટ થયા વિના તમે અનકન્ડિશનલ પ્રેમ આપતા રહો એ જરૂરી છે.
દરેક વ્યક્તિના ડિપ્રેશન માટે કારણો જુદાં-જુદાં હોય છે. એની તીવ્રતા અને રીઍક્શન્સ પણ ભિન્ન હોય છે. કારણ શું છે એ સમજ્યા વિના કરવામાં આવેલી કોઈ પણ ટ્રીટમેન્ટથી પર્મનન્ટ ઇલાજ મળતો નથી. હા, એટલું જરૂર કહીશ કે ડિપ્રેશનના દરદીઓને પણ જો પ્રેમ અને હૂંફ મહેસૂસ કરાવે એવો નિયમિત સ્પર્શ મળતો રહે તો તેમની મનોવસ્થામાં જરૂર ફરક પડે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK