નવ મહિના પહેલાં બાયપાસ સર્જરી કરાવી છે, વાયાગ્રા લેવાય?

Published: May 07, 2020, 21:35 IST | Dr.Ravi Kothari | Mumbai

સમાગમ લાંબો ચલાવવા માટે સ્ખલન જલદી શા માટે થઈ જાય છે એનું કારણ શોધીને પછી એનો ઉપાય કરવો આવશ્યક છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ-મારી ઉંમર ૬૬ વર્ષની છે. નવ મહિના પહેલાં બાયપાસ સર્જરી કરાવી છે. મને અને મારી વાઇફને સેક્સ માણવાની ઇચ્છા થાય છે, પરંતુ મને ઇન્દ્રિયમાં ૫૦ ટકા જ ઉત્થાન આવે છે. એટલા ઓછા ઉત્થાનને કારણે સમાગમ મુશ્કેલ છે. તો આ માટે દેશી વાયેગ્રા લઈ શકાય ખરી? અગર લઈ શકાય તો કેટલા ગ્રામની લેવી જોઈએ? સમાગમ લાંબો સમય ચાલે એ માટે પણ કોઈ ગોળી જણાવશો.
જવાબ- તમને યોગ્ય અને સચોટ જવાબ તો તમારા કાર્ડિયોલૉજિસ્ટ જ આપી શકે. જો તમારો કાર્ડિયોગ્રામ આરામ અવસ્થામાં અને કસરત પછી બન્ને વખતે નૉર્મલ આવે તો મહદ અંશે તમે સમાગમમાં રાચી શકો. જ્યાં કાર્ડિયોગ્રામની સેવા ઉપલબ્ધ નથી હોતી ત્યાં એમ માનવામાં આવે છે કે જો એક વ્યક્તિ અડધો કલાક સુધી રીઝનેબલ સ્પીડથી રોકાયા વગર ચાલી શકતી હોય તો અને જો વ્યક્તિને અજુગતું બ્લડપ્રેશર વધઘટ ન થતું હોય અથવા છાતીમાં કોઈ પણ પ્રકારનો દુખાવો ન થતો હોય તો એ વ્યક્તિ સમાગમમાં ચોક્કસ રાચી શકે.
દેશી વાયેગ્રા ભૂખ્યા પેટે સમાગમના એક કલાક પહેલાં લેવી જોઈએ. એનાથી તમારી ૫૦ ટકાની ઉત્તેજના ૯૦થી ૯૫ ટકા સુધી સહેલાઈથી પહોંચી શકે. આ ગોળી ૨૪ કલાકમાં એક જ વાર લઈ શકાય. માત્ર એ વાતનો ખ્યાલ રાખવો કે જો તમે બ્લડપ્રેશર માટે કોઈ નાઇટ્રેટયુક્ત ગોળીનું સેવન કરતા હો તો દેશી વાયેગ્રા તમારાથી ન લઈ શકાય. તમારી બીજી દવાઓ ચાલુ જ હશે એટલે એ દવાઓ સાથે કોઈ કૉમ્બિનેશન યોગ્ય છે કે નહીં એ નક્કી કરવાનું જરૂરી છે. તમારે હાર્ટનું નિયમિત ચેકઅપ ડૉક્ટર પાસે કરાવીને આ દવાઓ લેવાય કે નહીં એ વિશે કાર્ડિયોલૉજિસ્ટની સલાહ લેવી અનિવાર્ય છે.
સમાગમ લાંબો ચલાવવા માટે સ્ખલન જલદી શા માટે થઈ જાય છે એનું કારણ શોધીને પછી એનો ઉપાય કરવો આવશ્યક છે. મહદ અંશે આવા કિસ્સામાં સમાગમના ચારથી પાંચ કલાક પહેલાં જો ડૅપોક્સિટિનની ૩૦ મિલીગ્રામની ગોળી લેવામાં આવે તો શીઘ્રસ્ખલન વિલંબિત સ્ખલનમાં ફેરવાઈ જોય છે.આ ગોળીઓ હંમેશાં તમારા ફૅમિલી ડૉક્ટરની સલાહ હેઠળ જ લેવી જોઈએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK