પિરિયડ્સ દરમ્યાન સમાગમ કરવો સુરક્ષિત છે?

Published: 28th October, 2020 11:29 IST | Dr.Ravi Kothari | Mumbai

જો સ્ત્રીને પૂરતો સંતોષ થયો હોય તો પિરિયડ્સ દરમ્યાન થતા કમર, પેડુ અને પગના દુખાવામાં રાહત મળે છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ-અમારાં લગ્નને હજી પાંચ જ મહિના થયાં છે. અને નવાં લગ્નને કારણે ઘણી વાર પિરિયડ્સ દરમ્યાન પણ નજદીકી આવી જાય છે. અમે બાળક ઇચ્છતાં નથી એટલે હું ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ્સ લઉં છું. મને ક્યારેક વિચિત્ર લાગે છે, પણ મારા હસબન્ડને પિરિયડ્સ દરમ્યાન ઇન્ટિમસીની ઇચ્છા થાય છે. એકાદ વાર અમે આ સમય દરમ્યાન સંભોગ કર્યો પણ હતો. જોકે સમાગમ પછી એ દિવસે મને વધુ બ્લીડિંગ થયું. શું આ એબ્નૉર્મલ કહેવાય? પિરિયડ્સ દરમ્યાન સમાગમને કારણે ફર્ટિલિટી પર અસર તો નહીં પડેને? પિરિયડ્સ દરમ્યાન ઇન્ટર્નલ ડૅમેજ થાય એવું સંભવ છે? આવું કરવાનું કેટલું સેફ છે?
જવાબ- નવાં લગ્ન થયાં હોય ત્યારે યુગલોમાં માસિક દરમ્યાન પણ સંબંધ બાંધવાની ઇચ્છા થવી સ્વાભાવિક છે. પિરિયડ્સ દરમ્યાન સમાગમ કરવાથી થોડુંક બ્લીડિંગ વધારે થાય તો એનાથી ગભરાવા જેવું નથી. એનાથી આંતરિક અવયવોને કોઈ જ પ્રકારનું ડૅમેજ થતું નથી. એવું જોવા મળ્યું છે કે સમાગમ દરમ્યાન વધુ બ્લીડિંગ થઈ જાય તો અોવરઑલ બ્લીડિંગનો સમય ઓછો થઈ જાય છે. પિરિયડ્સ દરમ્યાન સમાગમ કરવો સુરક્ષિત છે, પરંતુ આ પ્રક્રિયામાં બન્ને પક્ષની સંમતિ મહત્ત્વની છે. ખાસ કરીને સ્ત્રીની તૈયારી હોવી ખૂબ જરૂરી છે. કેટલીક સ્ત્રીઓને માસિક દરમ્યાન વધુ પીડા થતી હોવાને કારણે કે પછી સંકોચને કારણે સમાગમ કરવાનું ગમતું નથી હોતું તો ઘણાં યુગલોને માસિક દરમ્યાન સમાગમ કરવામાં વધુ આનંદ આવતો હોય છે. પિરિયડ્સ દરમ્યાન યોનિમાર્ગમાં વધુ ભીનાશ-ચીકાશ હોય છે એટલે સંભોગ કરવામાં સરળતા રહે છે. બીજું, આ સમય દરમ્યાન પ્રેગ્નન્સી રહેવાના ચાન્સિસ નહીંવત્ હોય છે. આ કારણે તેઓ ચિંતામુક્ત થઈને સેક્સ માણી શકે છે, પરંતુ કૉન્ડોમ ઇઝ મસ્ટ.
જોકે માસિક દરમ્યાન અને એ પછી પણ સ્ત્રીએ એ ભાગની યોગ્ય ચોખ્ખાઈ રાખવી જરૂરી છે. હાઇજીનની જાણ જો સ્ત્રીને પૂરતી ન હોય તો પુરુષને ઇન્ફેક્શન થવાની અને યુરિનમાં બળતરા થવાની સમસ્યા થઈ શકે છે. સેક્સ દરમ્યાન એન્ડોર્ફિન અને એડ્રિનાલિન હૉર્મોન્સ રિલીઝ થાય છે. એ એક પેઇનકિલરનું કામ પણ કરે છે. જો સ્ત્રીને પૂરતો સંતોષ થયો હોય તો પિરિયડ્સ દરમ્યાન થતા કમર, પેડુ અને પગના દુખાવામાં રાહત મળે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK