મારા પતિ અલગ પૉઝિશનથી સેક્સ કરવા માગે છે, એ યોગ્ય છે?

Published: Jun 04, 2020, 19:14 IST | Dr.Ravi Kothari | મારા પતી અલગ પૉઝિશનથી સેક્સ કરવા માગે છે, એ યોગ્ય છે?

માનવજાતિમાં સેક્સક્રીડાનાં વૈવિધ્ય માણવા માટે સ્ત્રી-પુરુષો તેમને ગમતાં વિવિધ આસનો અપનાવે છે. ડૉગી પોઝિશન પણ એમાંની એક છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ- લગ્નને પાંચ વરસ થયાં છે. પહેલાં તો વાંધો નહોતો આવતો, પરંતુ હવે કંઈક નવું ટ્રાય કરવાના ચક્કરમાં મારા હસબન્ડને પાછળથી સમાગમ કરવાનું ગમવા લાગ્યું છે. મને એ પોઝિશન જોઈને સ્ટ્રીટમાં અવારનવાર જોવા મળતી કૂતરાઓની ક્રીડા યાદ આવી જાય છે. મને એવું લાગે છે કે ડૉગી પોઝિશન પ્રાણીઓ જ કરે, માણસો નહીં. મને ખરેખર એ પોઝિશનથી ખૂબ ક્ષોભ અને સંકોચ મહેસૂસ થાય છે જ્યારે મારા હસબન્ડને એનાથી એક્સાઇટમેન્ટ આવે છે. શરૂઆતમાં તો હું એમ કરવાની ના પાડું તો તેઓ માની જતા હતા, પણ હમણાંથી તો એ જ પોઝિશન માટે જિદ્દ કરે છે. શું તેમની આ માગણી નૉર્મલ છે? બીજી કોઈ રીતે તો તેઓ હિંસક વૃત્તિ નથી ધરાવતા તો પછી અંગત જીવનમાં આવું વિચિત્ર વર્તન કેમ?
જવાબ- બન્ને પાર્ટનર્સને જે ક્રિયા ભોગવવામાં સરખો આનંદ આવે એવી ક્રિયાને સંભોગ કહેવાય છે. હા, ડૉગીઝ અથવા તો મોટા ભાગના પ્રાણીઓ આ જ પ્રમાણે સમાગમ કરે છે. એટલે તમે જ્યારે એ પોઝિશનમાં હો ત્યારે તમે પણ ડૉગી જેવા થઈ ગયા એવું લાગતું હશે, જે માત્ર તમારી કલ્પના જ છે. માનવજાતિમાં સેક્સક્રીડાનાં વૈવિધ્ય માણવા માટે સ્ત્રી-પુરુષો તેમને ગમતાં વિવિધ આસનો અપનાવે છે. ડૉગી પોઝિશન પણ એમાંની એક છે. પુરુષોને આ પોઝિશન વધારે પસંદ હોય છે, કારણ કે એમાં પુરુષને બન્ને હાથે સ્ત્રીનું સ્તનમર્દન કરવામાં અને યોનિમાર્ગને પંપાળવામાં વધુ સરળતા રહે છે. આ પોઝિશન એક નવીનતા પણ બક્ષે છે. જેમને આ ડૉગી પોઝિશન ગમતી હોય તેઓ પશુ જેવા, ક્રૂર કે હિંસક હોય એવું માનવાની જરાય જરૂર નથી. ઊલટાનું આ પોઝિશનમાં પુરુષના લિંગ અને સ્ત્રીની યોનિની પકડ પણ આમાં વધુ મજબૂત બનતી હોવાથી પુરુષોને એ ગમે છે. પશુ જેવી પોઝિશન ગમવી એનો મતલબ એ નથી કે વ્યક્તિત્વમાં પશુત્વ હોય.
સમાગમમાં બેમાંથી કોઈએ એકમેક પર પોતાની પસંદગી થોપવી ન જોઈએ, બલકે એકબીજાને ગમતી ચેષ્ટાઓથી પરસ્પરને એક્સાઇટ અને સંતુષ્ટ કરવાની કોશિશ કરે તો સેક્સલાઇફ સુગમ બની જાય. ગંદું લાગે એવો સંકોચ છોડી દેશો તો મનની ગાંઠો આપમેળે છૂટશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK