પીડા વિના ગુદા મૈથુન શક્ય છે?

Published: Sep 03, 2020, 16:39 IST | Dr.Ravi Kothari | Mumbai

સંભોગમાં સંતોષ મહત્ત્વની વસ્તુ છે, સંતોષ કઈ રીતે આપો છો એ નહીં.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ- હું ૩૪ વર્ષનો છું અને લગ્નને સાત વર્ષ થયાં છે. અત્યાર સુધી અમારી સેક્સ્યુઅલ લાઇફ સારી રહી છે જોકે આજકાલ મને અને વાઇફને બન્નેને મોનોટોની આવી ગઈ હોય એવું લાગે છે. પત્નીને પણ પૂરતો સંતોષ નથી મળતો. તમે કહો છો કે આવી પરિસ્થિતિમાં જીભ અથવા આંગળીથી સંતોષ આપી દેવો જોઈએ. શું જીભ અથવા આંગળીથી સંતોષ મળે ખરો? બીજું, એવું જોયું છે કે મને નૉર્મલ ઇન્ટરકોર્સને બદલે ગુદામાં સંભોગ કરવાથી વધુ સારી પકડ અનુભવાતી હોવાથી વધારે આનંદ મળે છે અને સ્ખલનની સમસ્યા પણ નથી થતી. જોકે એવા સમયે મારી પત્નીને દુખાવો થતો હોવાથી તેને એ નથી ગમતું. વળી મારી પત્ની ગુદામૈથુનને ગંદું માને છે. દુખાવા વિના એ પોઝિશન થઈ શકે ખરી?
જવાબ- પહેલી વાત કે સંભોગમાં સંતોષ મહત્ત્વની વસ્તુ છે, સંતોષ કઈ રીતે આપો છો એ નહીં. ઋષિ વાત્સ્યાયનના મત મુજબ જો કોઈ પોતાના સાથીને સમાગમથી સંતુષ્ટ ન કરી શકે તો તેણે જીભ અથવા આંગળીથી સંતોષ આપવો જોઈએ. મહત્ત્વની વસ્તુ સંતોષ છે, સંભોગ નહીં. એક વાત સમજો કે સંતોષની અનુભૂતિ મનમાં હોય છે શરીરમાં નહીં. મૉડર્ન સાયન્સ પણ ઓરલ સેક્સને સેફ અને સંતુષ્ટિ આપતી ક્રિયા ગણાવે છે. તમે કઈ રીતે અંગોને ઉત્તેજિત કરો છો એની ટેક્નિક સમજવી જરૂરી છે.
ગુદામૈથુન પણ સમાગમનો આનંદ લેવાનો એક પ્રકાર જ છે, પરંતુ ભારતમાં એ ગેરકાનૂની છે. હા, બન્ને પાર્ટનરની સહમતીથી તમે એ કરી શકો છો, પણ એ ફીમેલ પાર્ટનરને પીડાદાયક ન હોય તો જ. ઘણી સ્ત્રીઓને એ પોઝિશન ન ગમવાનું કારણ એ દરમ્યાન થતી પીડા હોય છે. યોનિમાર્ગના મસલ્સ ફ્લેક્સિબલ હોય છે અને એ ભાગમાં નૅચરલી જ ચીકાશ ઉત્પન્ન થાય છે. મળદ્વારમાં આ બેમાંથી એકેય ગુણ નથી. ગુદામૈથુન કરતી વખતે તમે સારીએવી માત્રામાં કોપરેલ તેલ કે જેલી જેવો ચીકણો પદાર્થ વાપરશો તો ઇન્દ્રિયપ્રવેશ સરળ અને દુખાવારહિત બની શકે છે. બીજું, જાતીય જીવનમાં તમે કોઈ પણ પ્રકારની પોઝિશન અને પદ્ધતિ અપનાવો ત્યારે એમાં બન્ને પક્ષની સહમતી હોવી ખૂબ જ જરૂરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK