ઓરલ સેક્સ કરીએ પણ સમાગમ ન કરીએ એવું થઇ શકે?

Published: Aug 03, 2020, 12:13 IST | Dr.Ravi Kothari | Mumbai

ઓરલ સેક્સ કે સેક્સની મૂંઝવણ અનુભવવાને બદલે જલદી લગ્ન કરી લો અને પછી મુક્ત મને ઇન્ટિમસી માણો.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ- હું બાવીસ વર્ષની છું ને ત્રણ વર્ષથી એક બૉયફ્રેન્ડ છે. અમને એકાંતમાં એકબીજાને ટચ કરવાનું ને કિસ કરવાનું ખૂબ ગમે છે. એક વારના કિસના રોમાંચક અનુભવ પછી તો અમે વારંવાર એની મજા લઈ રહ્યા છીએ. અલબત્ત, વારંવાર એકલા મળવાનો પ્રસંગ નથી થતો, પણ ખોટું બોલીને ક્યાંક જાહેર જગ્યામાં જ કશાકની આડશે ઇન્ટિમસી માણી લઈએ છીએ. એક વાર મારા ઘરે કોઈ નહોતું ત્યારે તેણે મને ઓરલી એક્સાઇટ કરી હતી. એ પછી તેની ઇચ્છા છે કે હું પણ તેને ઓરલી આનંદ આપું. જોકે મારી ફ્રેન્ડ્સ કહે છે કે એ પછી તો તે એટલો ઉત્તેજિત થઈ જશે કે તમારે સમાગમ કરવો પડશે. મારે લગ્ન પહેલાં એમ નથી કરવું. હું તેને ઓરલી સંતોષ આપું, પણ પછી અમે સમાગમ ન કરીએ એ શક્ય છે ખરું? એનાથી કોઈ ખતરો તો નથીને?
જવાબ- કામસૂત્રમાં મુખમૈથુનને મૈથુનનો જ એક પ્રકાર ગણ્યો છે. બન્નેની મરજી હોય તો તમે આ ક્રિયામાં રાચી શકો છો. મુખમૈથુન પછી સમાગમ કરવો જ પડે એવું જરૂરી નથી. છતાં મુખમૈથુનથી આવેલી ઉત્તેજનામાં બન્ને પાર્ટનર સહજતાથી સમાગમમાં દોરાઈ જાય એવું બને છે. લગ્ન પહેલાં ઇન્ટિમસી માણવી જ હોય તો સેક્સને બદલે ઓરલ સેક્સ પસંદ કર્યું છે એ હિતાવહ જ છે અને કદાચ આ સૌથી સેફ પ્રકાર છે. એનાથી અનવૉન્ટેડ પ્રેગ્નન્સીનું રિસ્ક ટળી જાય છે અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝનું રિસ્ક ઘટી જાય છે. જોકે એ પછી સમાગમ ન કરવો હોય તો એ માટે મક્કમ મનોબળની જરૂર પડે છે.
માત્ર ભારતમાં જ નહીં, પશ્ચિમના દેશોમાં થયેલા એક સર્વેમાં કહેવાયું છે કે જે યુગલો સેક્સનો રોમાંચ લગ્ન સુધી અટકાવી રાખે છે તેઓ લગ્ન પછી વધુ ઉત્કટ સંબંધો માણે છે. સાઇકોલૉજિકલી આ વાત સાચી પણ લાગે છે. લગ્ન વિના પણ ઇન્ટિમસી મળી જતી હોય તો એની કદર એટલી નથી થતી જેટલી એનો પૂરતો ઇન્તેજાર કર્યા પછી મળે છે. ઓરલ સેક્સ કે સેક્સની મૂંઝવણ અનુભવવાને બદલે જલદી લગ્ન કરી લો અને પછી મુક્ત મને ઇન્ટિમસી માણો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK