મને પહેલાંની જેમ જલ્દી ઉત્તેજના નથી આવતી, શું થઇ શકે?

Published: Jun 24, 2020, 17:11 IST | Dr.Ravi Kothari | Mumbai

પરાણે કરવાની કોશિશ કરીએ તો એટલી મજા ન આવે અને જો પ્રવાહ સાથે વહેતા જઈએ તો આનંદ માણી શકીએ.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ- મારી ઉંમર ૪૯ વર્ષની છે અને ત્રણ સંતાનો ભણી-ગણીને થાળે પડી ચૂક્યાં છે. નોકરીની હાડમારી સિવાય બીજી કોઈ તકલીફ નથી. એમ છતાં હવે પત્ની સાથે સમય ગાળવામાં પહેલાં જેટલી મજા નથી આવતી. ઘણી વાર બહુ મન હોય પણ ઉત્તેજના જોઈએ એટલી ન હોય એવું બને છે. નવાઈ એ વાતની છે કે કદીયે નહીં ને આજકાલ મારી વાઇફ અવારનવાર રોમૅન્ટિક થઈ જાય છે. મને એ ગમે તો છે, પણ એ વખતે મને તરત જ ઉત્તેજના આવવામાં મુશ્કેલી પડે છે. ક્યારેક કડકપણું ઘણું સારું હોય છે અને જાણે કોઈ જ તકલીફ નથી એવું લાગે છે. હવે મેં નક્કી કર્યું છે કે અઠવાડિયામાં એક જ વાર ઇન્ટિમસી માણવી જેથી ઉત્તેજનામાં વાંધો ન આવે. વાઇફનું કહેવું છે કે ઉંમરને કારણે આ થઈ રહ્યું છે. તો શું મારે હજીયે ફ્રીક્વન્સી ઘટાડી દેવી જોઈએ જેથી દર વખતે પૂરતી ઉત્તેજના આવે? 

જવાબ- ૨૦-૨૫ વર્ષે વિચાર અને કલ્પનામાત્રથી ઉત્તેજના આવી જતી હોય અને ૪૫ વર્ષ પછી ઉત્તેજના આવવામાં તકલીફ થતી હોય તો એ સહજ ઉંમરની નિશાની છે. એક વાત સમજવી જોઈએ કે ઉત્તેજના એ કુદરતી રીતે ઊગતી ચીજ છે. પરાણે કરવાની કોશિશ કરીએ તો એટલી મજા ન આવે અને જો પ્રવાહ સાથે વહેતા જઈએ તો આનંદ માણી શકીએ. 
આ રોજિંદા ભોજન જેવું છે. આપણે રોજ ખાઈએ છીએ, પણ ક્યારેક આપણને કકડીને ભૂખ લાગી હોય છે તો ક્યારેક ઓછી. રોજ એકસરખી ભૂખ લાગતી હોય એવું ક્યારેય જોયું છે? એવું જ ઉત્તેજનાનું છે. એમાં થોડીઘણી વધઘટ થવી સ્વાભાવિક છે. જ્યારે પાચનશક્તિ સતેજ હોય ત્યારે કકડીને ભૂખ લાગે છે એમ જ્યારે કામેચ્છા પ્રબળ હોય ત્યારે આસાનીથી વધુ ઉત્તેજના આવે છે. માટે હંમેશાં કામેચ્છા જાગે ત્યારે જ એમાં પળોટાવું. રોજિંદી ઘરેડ મુજબ અથવા નિત દિવસોએ સમાગમ કરવાનો જ છે એવું નક્કી કરવાને બદલે મૂડ જાગે ત્યારે જ સંભોગ કરવો. એ પછી મોટા ભાગે પ્રૉપર ફોરપ્લેમાં રાચવામાં આવે તો ઉત્તેજનામાં કોઈ તકલીફ નથી થતી. ઘાઈ-ઘાઈમાં ઝટપટ સમાગમ પૂરો કરવાની ઉતાવળ હોય એમ તરત જ પેનિટ્રેશન કરવામાં આવે ત્યારે ક્યારેક ઓછી ઉત્તેજના હોય એવું બની શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK