સવાલ- મારી ઉંમર ૬૨ વર્ષની છે. મહિને-બે મહિને એકાદ વાર સંબંધ બાંધું છું અને એ વખતે વાયેગ્રાની જરૂર પડે જ છે. સમસ્યા એ છે કે મને ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશર છે ને મારી વાઇફને કૉલેસ્ટરોલ. છેલ્લા છએક મહિનાથી મને ૧૦૦ મિલીગ્રામ દેશી વાયેગ્રા લીધા પછી પણ ઇન્દ્રિયમાં યોગ્ય કડકપણું નથી આવતું. ઉત્તેજના આવે છે પણ યોનિપ્રવેશ થઈ શકે એટલી નહીં. દેશી વાયેગ્રાની ૧૦૦ મિલીગ્રામની એક ગોળી લીધાના અડધો કલાક પછી પણ ઉત્તેજનામાં ફરક ન આવ્યો એટલે મેં બીજી ગોળી લીધી. લગભગ પોણો કલાકના અંતરે ૧૦૦-૧૦૦ મિલીગ્રામની બે ગોળીઓ લીધી. નવાઈની વાત એ છે કે એ પછી ઇન્દ્રિયમાં સારી મજબૂતાઈ આવી. આવું બે વાર કર્યું અને બન્ને વખતે સારું લાગ્યું. બીજી કોઈ તકલીફ થઈ નહોતી તો શું હું હવે હંમેશ માટે આવું કરું તો શરીરને કોઈ નુકસાન થાય ખરું? દવા બમણી કર્યા પછી આત્મવિશ્વાસ વધ્યો છે, પણ શું એ દવા લઈને મહિનામાં એકને બદલે બે વાર સમાગમ કરાય?
જવાબ- ઇન્દ્રિય ઉત્થાનની સમસ્યા માટે વાયેગ્રા વિશે જેટલા પણ અભ્યાસો થયા છે એમાં ૨૪ કલાકના ગાળામાં ૧૦૦ મિલીગ્રામ જ લેવાનું કહેવાયું છે, એનાથી વધારે નહીં. જોકે વૈજ્ઞાનિક રીતે જોઈએ તો વાયેગ્રાનો આ સિવાય અન્ય બીમારીઓમાં પણ ઉપયોગ થાય છે. આ દરદોમાં એક જ દિવસમાં ૨૦૦થી ૩૦૦ મિલિગ્રામ જેટલી વાયેગ્રાનો ડોઝ અપાતો હોય છે. જો બીજી બીમારીમાં શરીર આટલા મિલીગ્રામનો ડોઝ સહન કરી શકતું હોય તો ક્ષીણ થયેલી કામશક્તિમાં પણ મદદ થઈ શકે એવો તાળો મેળવી શકાય. કેટલાક દરદીઓને ચોરીછૂપીથી પણ વધુ ડોઝ લેતા જોયા છે.
લોકો એક મોટી ભૂલ કરે છે તે એ કે અત્યાર સુધી કોઈ વાંધો નથી આવ્યો એમ માનીને વધુ ડોઝ આંખ બંધ કરીને લેવો નહીં. તમને તકલીફ થશે કે ફાયદો એ તમારી ઓવરઑલ હેલ્થ ચેક કર્યા સિવાય કહી ન શકાય. માટે તમારા ડૉક્ટર પાસે રૂટીન ચેક-અપ કરાવી તેમની સલાહ મુજબ જ કોઈ પણ દવા લેવી. તમારી બ્લડ-પ્રેશરની દવામાં નાઇટ્રેટ નથી એ પણ ખાતરી કરાવી લેવી. તમારી ઉંમર જે છે એ જોતાં બીજું કોઈ રિસ્ક લેવું ઠીક નહીં ગણાય. ડૉક્ટરની તપાસ પછી તેઓ જે પ્રિસ્ક્રાઇબ કરે એને જ ફૉલો કરો એ જરૂરી છે.
જુવાની પાછી આવે એવી કોઈ દવા ખરી?
22nd January, 2021 08:06 ISTકોઈ હૉર્મોન ટ્રીટમેન્ટ લેવાય? એનાથી આડઅસર થવાની સંભાવના કેટલી?
21st January, 2021 07:47 ISTપત્નીનું માસિક અનિયમિત થયું હોવાથી તેને સંભોગમાં રસ નથી રહ્યો
19th January, 2021 07:49 ISTમારી ઉંમર કરતા પાંચ વર્ષ મોટી છોકરીને પ્રેમ કરું છું પણ કહી શકતો નથી
15th January, 2021 19:10 IST