સેવ બરફી

Published: 3rd October, 2011 16:33 IST

એક પૅનમાં ચણાનો લોટ લઈ એમાં પાણી નાખી ઘટ્ટ લોટ જેવું બાંધો. એને સેવ પાડવાના સંચામાં નાખો. હવે એક પૅનમાં તેલ અથવા ઘી ગરમ કરો. એમાં સેવ પાડી એને તળી અલગ રાખો. હવે એક નૉનસ્ટિક પૅનમાં સાકર લઈ એમાં થોડું પાણી નાખી એક તારની ચાસણી બનાવો.

 

 

- મીતા ભરવાડા

સામગ્રી :

 • એક કપ ચણાનો લોટ
 • અડધો કપ ખમણેલો માવો
 • પોણો કપ સાકર
 • થોડું કેસર
 • છ સમારેલી બદામ
 • છ સમારેલા કાજુ
 • છ સમારેલાં પિસ્તાં
 • એક ચમચી મગજતરીનાં બી
 • પા ચમચી એલચી પાઉડર
 • એક ચમચી ઘી
 • તળવા માટે તેલ અથવા ઘી
 • વરખ સજાવટ માટે


રીત :

એક પૅનમાં ચણાનો લોટ લઈ એમાં પાણી નાખી ઘટ્ટ લોટ જેવું બાંધો. એને સેવ પાડવાના સંચામાં નાખો. હવે એક પૅનમાં તેલ અથવા ઘી ગરમ કરો. એમાં સેવ પાડી એને તળી અલગ રાખો. હવે એક નૉનસ્ટિક પૅનમાં સાકર લઈ એમાં થોડું પાણી નાખી એક તારની ચાસણી બનાવો. આમાં ખમણેલો માવો અને કેસર નાખી હલાવો. બે મિનિટ બાદ એમાં તૈયાર કરેલી સેવ નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો. ગૅસ પરથી ઉતારી ઘી લગાવેલી થાળીમાં પાથરી વરખ અને ડ્રાયફ્રૂટથી સજાવી સેટ થવા દો. ચોરસ ટુકડામાં કાપી પીરસો.

હોમ ટિપ્સ

છોલે બનાવતી વખતે પેસ્ટની સાથે બે ચમચી પલાળેલા કાચા છોલે વાટો અને ગ્રેવીમાં નાખો. ગ્રેવી જાડી થશે.

પેણી અને વાસણની નીચેના કાળા ડાઘ દૂર કરવા માટે આમલી પલાળીને ઉપયોગમાં લો.

કેક કે બિસ્કિટ બનાવતી વખતે સજાવટમાં બદામ-પિસ્તાનો ઉપયોગ કરવો હોય તો પહેલાં એને થોડી મિનિટ દૂધમાં પલાળી દો. પછી વાપરવાથી બેકિંગમાં નીકળી નહીં જાય.

Loading...
 

સંબંધિત સમાચાર

   
  This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK