ચહેરા પર ગ્લો વધારવા માટે લગાવો સીરમ

Published: 28th December, 2018 12:54 IST

આ સીરમ શું છે તમને આ સીરમને કઈ ઉંમરમાં લગાવવું જોઈએ અને કેટલું સીરમ લગાવવું જોઈએ અહીં અમે તમને જણાવશું.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

વધતી જતી ઉંમરની સાથે ચહેરા પરની ઉંમર પણ વધે છે. ત્વચા સૂકી લાગે છે અને સ્કિન ઢીલી થઈ જાય છે પરંતુ તમે બૉલીવુડ એક્ટ્રેસની જેમ હંમેશા પોતાની સ્કિનને યંગ બનાવવા ઈચ્છો છો તો આ બ્યૂટી ટિપ્સ તમને જરૂર જાણલી જોઈએ. ફક્ત આ એક પ્રોડક્ટ જ તમારી સ્કિનને ગ્લોઈંગ અને યંગ બનાવી રાખશે. એટલું જ નહીં જો તમે મોઈશ્ચરાઈઝથી પહેલા એને લગાવીને બહાર જશો તો તમારી સ્કિનની ચમકને દરેક નોટિસ પણ કરશે. હવે આ સીરમ શું છે તમને આ સીરમને કઈ ઉંમરમાં લગાવવું જોઈએ અને કેટલું સીરમ લગાવવું જોઈએ અહીં અમે તમને જણાવશું.

એક ઉંમર બાદ તમારે તમારી સ્કિનની કાળજી કરવી જોઈએ હવે તમે પૂછશો કે સાચી ઉંમર શું છે તો તમને બતાવી દઈએ કે 25 વર્ષની ઉંમરથી જ સ્ત્રીઓને પોતાની સ્કિનની ખાસ કાળજી શરૂ કરી દેવી જોઈએ કારણકે તમે સમયથી સ્કિન કેર નથી કરી તો તમારા ચહેરા પર ટૂંક સમયમાં છિદ્ર આવતા થઈ જાય છે. સીરમ તમારા ચહેરાની છિદ્રને રોકે છે અને સ્કિનને તંદુરસ્ત અને ગ્લોઈંગ બનાવે છે.

શું બધી સ્ત્રીઓ સીરમ લગાવી શકે છે?

વધારે મહિલાઓનો આ સવાલ હોય છે એમણે સીરમ લગાવવું જોઈએ કે નહીં કારણકે ઘણી સ્ત્રીઓની સ્કિન ઑયલી હોય છે તો ઘણી સ્ત્રીઓની સ્કિન ડ્રાય હોય છે એવામાં કયું સીરમ એમણે લગાવવું જોઈએ એ તેઓ નથી જાણતી. હંમેશા તમે નોટિસ કર્યુ હશે કે મોસમ બદલતા જ તમારી સ્કિનનો કલર પણ બદલાય જાય છે એવામાં તમારી સ્કિનને પોષણની જરૂર છે. આ પોષણ તમારી સ્કિનને સીરમથી મળે છે. અને સીરમ 25 વર્ષની ઉંમર બાદ જ લગાવવાનું શરૂ કરી દેવું જોઈએ. આ એવી ઉંમર હોય છે જ્યારે તમારી સ્કિનમાં સૌથી વધારે બદલાવ આવવાના શરૂ થઈ જાય છે અને નજર પણ આવે છે. એવામાં સ્કિનનો ગ્લો જાળવી રાખવા માટે દરેક મહિલાઓએ સીરમનો ઉપયોગ કરવો જ જોઈએ.

આજકાલની લાઈફમાં કેમિકલ્સ, ડસ્ટ, ગંદકી અને પોલ્યૂશન બહુ જ વધતું જઈ રહ્યું છે. એટલું જ નહીં ઘર અને ઑફિસમાં પણ તમારી સ્કિનને ઈલેક્ટ્રોનિક્સ, લાઈટ અને બાકી ગેજેટ્સથી બનાયેલા ટોક્સિનને સહન કરવું પડે છે. એવામાં સીરમ પહેલા જ તમારી સ્કિન પર હોય તો તમારી સ્કિનને ઘણા વિટામીન્સ મળે છે જે સ્કિન પર પર્યાવરણ બળોને આવવાથી રોકે છે. એની સાથે જ સીરમ સન ડેમેજ અને ડાર્ક સ્પોટ્સથી પણ તમારી ત્વચાને પ્રોટેક્ટ કરે છે.

સીરમમાં કેટલાક જરૂરી વિટામીન્સ, પેપ્ટાઇડ્સ, હાયલોરોનિક એસિડ, કોજિક એસિડ અને ગ્લાયકોલિક એસિડ જેવી સામગ્રી હોય છે જે તમારી સ્કિન સેલ્સને હેલ્ધી બનાવે છે જે સ્કિનની બધી સમસ્યાઓને દૂર કરે છે અને તમને ગ્લોઈંગ સ્કિન મળે છે. સીરમ તમારી સ્કિનને સન ડેમેજ અને પિગ્મેન્ટેશન જેવી સમસ્યાઓ દૂર કરીને ગ્લોઈંગ બનાવે છે. સીરમ લગાવી તરત જ તમારી સ્કિન પર અસર જોવા નહીં મળે પરંતુ તમે સીરમનો સતત 1-2 મહિના તમારી સ્કિન પર ઉપયોગ કરશો તો તમારી સ્કિન ચમકવા લાગશે.

સ્કિન પર સીરમ ક્યારે અને કેવી રીતે લગાવશો

તમે સીરમનો કેવી રીતે ઉપયોગ કરો છો? સવારે જલદીમાં તમે સીરમ લગાવો છો? સીરમ સ્કિનને જેટલો ફાયદો આપે છે એટલો જ ઓછો સમય લાગે છે. એના માટે સૌથી પહેલા તમારે ફેસને ફેસવૉશથી સાફ કરો અને ટોનર લગાવો. બાદ થોડી માત્રામાં સીરમ લગાવો અને બન્ને હાથોથી રબ કરીને ફેસ અને નેક પર લગાવો. પછી ફેસ પર મોશ્ચરાઈઝર અથવા SPF વાળી ફેસ ક્રીમ લગાવો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK