દીકરીને જેન્ડર આઇડેન્ટિટી ડિસઑર્ડર છે, જેની સારવાર ચાલુ છે. શું કરવું?

Published: Jul 05, 2019, 13:07 IST | સેજલને સવાલ - સેજલ પટેલ | મુંબઈ

અમે મૂળ સૌરાષ્ટ્રના જામખંભાળિયાના છીએ અને ૬ મહિના પહેલાં જ મુંબઈ રહેવા આવ્યા છીએ. મુંબઈ શિફ્ટ થવાનું કારણ અમારી દીકરી છે. તેને સાઇકોલૉજિકલ તકલીફ છે. તેને લાગે છે કે પોતે છોકરો છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : અમે મૂળ સૌરાષ્ટ્રના જામખંભાળિયાના છીએ અને ૬ મહિના પહેલાં જ મુંબઈ રહેવા આવ્યા છીએ. મુંબઈ શિફ્ટ થવાનું કારણ અમારી દીકરી છે. તેને સાઇકોલૉજિકલ તકલીફ છે. તેને લાગે છે કે પોતે છોકરો છે. એકની એક દીકરી હોવાથી અમે પણ તેને દીકરાની જેમ જ રાખી છે. અલબત્ત, અમારો મતલબ એવો ક્યારેય નહોતો કે તે પોતે શરીરથી પણ છોકરો છે એવું ફીલ કરે. પહેલાં તેને છોકરાઓની સાથે છોકરાઓ જેવી જ રમત રમવાનું ગમતું અને અમને એમાં પણ વાંધો નહોતો. તે ૧૦ વર્ષની થઈ એ પછીથી મુશ્કેલીઓ વધી છે. તેણે બૉયકટ વાળ રાખવાની જીદ કરી, પણ સ્કૂલમાં અલાઉડ નહોતું એટલે અમે ના પાડી. જોકે વાત આટલેથી અટકી નહીં. ૧૨ વર્ષે માસિક આવવાનું શરૂ થયું એ પછી તો તેનું લિટરલી વર્તન સંભાળવું બહુ અઘરું થઈ ગયું. તેની પોતે છોકરો છે અને છોકરાની જેમ જ બોલાવો એવી જીદ વધતી જ ચાલી. તે જાતે કાતરથી વાળ કાપી નાખતી. માસિક આવે ત્યારે તે બહુ જ વાયલન્ટ થઈ જતી. અમે તેનું સાઇકોલૉજિકલ કાઉન્સેલ‌િંગ શરૂ કરાવ્યું. ૬ મહિના જામનગરના સ્પેશ્યલિસ્ટ પાસે ટ્રીટમેન્ટ કરાવી અને પછી મુંબઈના સાઇકિયાટ્રિસ્ટ પાસે બતાવવા લઈ આવ્યા. બન્ને નિષ્ણાતોએ તપાસીને કહ્યું કે મારી દીકરીને જેન્ડર આઇડેન્ટિટી ડિસઑર્ડર છે. અત્યારે તેની ઉંમર ૧૫ વર્ષની છે. આ બધાને કારણે ભણવામાં પાછળ પડી ગઈ છે. અત્યારે આઠમા ધોરણમાં ભણે છે. અમે તેને છોકરા તરીકે સ્વીકારી લઈએ તો તેનું વર્તન શાંત રહે છે. આમ તે ખૂબ ઇન્ટેલિજન્ટ પણ છે, પણ તેને છોકરો બનવું છે. ડૉક્ટરના કહેવા મુજબ અમે મુંબઈ શિફ્ટ થયા ત્યારથી આજુબાજુના લોકોમાં તેની ઓળખ છોકરા તરીકેની આપી છે. તેનું નામ બદલી નાખ્યું છે અને હાલમાં તેનું હોમસ્કૂલિંગ જ કરાવીએ છીએ. હૉર્મોન્સની દવાને કારણે હવે તેનો ગ્રોથ યુવતી જેવો નથી રહ્યો. માસિક પણ બંધ થઈ ગયું છે અને ૬ મહિનાથી તેની માનસિક સ્થિતિમાં પણ ઘણો ફરક આવ્યો છે. એમ છતાં હજીયે અંદરથી ગડમથલ અનુભવતી હોય એવું લાગે છે. તેણે એક્સ્ટર્નલ સ્ટુડન્ટ તરીકે એક્ઝામ આપી તો એમાં પણ તેનો પર્ફોર્મન્સ પહેલાં કરતાં સુધર્યો છે. ડૉક્ટરનું કહેવું છે કે તે છોકરીના શરીરમાં છોકરો બનીને આવી છે ત્યારે તેને બાહ્ય અવયવો પણ છોકરીના આપવા વિશે વિચારવું પડશે. જેન્ડર ચેન્જ કરવા માટેનું ઑપરેશન કરાવવું જરૂરી છે? ન કરીએ તો ન ચાલે? આમ કરવાથી તો તે ન છોકરી રહેશે કે ન છોકરો. શું કરવું?

જવાબઃ તમે જે ધીરજ અને હિંમત સાથે દીકરીના કેસમાં આગળ વધી રહ્યા છો એ કાબિલેદાદ છે. દીકરી માટે જિંદગીને આખી બદલી નાખવી એ બહુ મોટી વાત છે. સમાજના પ્રવાહથી વિરુદ્ધ જઈને માત્ર ને માત્ર સંતાનની ચિંતા કરવાનું બહુ ઓછા લોકો સમજી શકે છે. તમે ઘણા સાઇકિયાટ્રિસ્ટોને કન્સલ્ટ કર્યા છે અને તેમનું નિદાન સાચું જ હશે એવું હું ધારું છું. જેન્ડર આઇડેન્ટિટી ડિસઑર્ડરને કારણે જ કદાચ છેલ્લાં ૬ વર્ષથી તમારી દીકરી હેરાન થઈ રહી છે. હવે જો છોકરા તરીકે તે પોતાની જાતને સ્ટેબલ રાખી શકતી હોય તો એમ ભલે.

આ પણ વાંચો : લવ-મૅરેજ કર્યા પછી પ્રેગ્નન્ટ છું, ઘરમાં સસરાની નજરથી બચવું પડે છે

અત્યારે જેન્ડર ચેન્જ કરવાની સર્જરી કરાવવી કે નહીં એ દરદીની પરિસ્થિતિ જોઈને નક્કી કરવું જોઈએ. સામાન્ય સંજોગોમાં ૧૮ વર્ષ પહેલાં આવી સર્જરી ન કરાવવામાં આવે એને બહેતર માનવામાં આવે છે. એમ છતાં આ કમ્પ્લીટલી રેર કેસ છે એટલે તેને કન્સલ્ટ કરતા ડૉક્ટરોની ટીમ શું માને છે એને ફાઇનલ સમજવું જોઈએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK