સવાલ : આમ જુઓ તો મારાં લવમૅરેજ થયાં છે, પણ ખબર નહીં લગ્ન પછી એક છત તળે રહેવાનું શરૂ કર્યા બાદ પરિસ્થિતિ બહુ બગડી ગઈ છે. અમારો પ્રેમ લૉન્ગ-ડિસ્ટન્સ હતો. હું નાગપુર રહેતી હતી અને મારો હસબન્ડ દિલ્હી. લગ્ન પહેલાં અમે બન્ને પૅરન્ટ્સથી જુદા રહેતાં હતાં. લગ્ન પછી અમે બન્ને જૉબ બદલીને પૅરન્ટ્સ સાથે રહેવા માટે મુંબઈ શિફ્ટ થયાં. ઘણી બાબતોમાં તેનો સ્વભાવ મારાથી બહુ જ જુદો છે. શરૂઆતમાં મને એ ગમતું હતું, પણ હવે લાગે છે કે એને કારણે અમને સાથે રહેવામાં બહુ તકલીફો પડી રહી છે. પહેલાં તે પૅરન્ટ્સ સાથે નહોતો રહેતો એટલે તેને પોતાને પણ ખબર નહોતી કે તેના પૅરન્ટ્સ સાથે રહેવું કેટલું ડિફિકલ્ટ છે. અમારાં લગ્નને બે વર્ષ થયાં છે અને અમે છેલ્લાં છ મહિનાથી લિટરલી અબોલાની સ્થિતિમાં છીએ. અમે એક છત તળે રહીએ છીએ, પણ પતિ-પત્ની તરીકેના કોઈ સંબંધ નથી. અમારી વચ્ચે કોઈ વાતચીત નથી. જ્યારે પણ થાય ત્યારે ઝઘડો જ હોય અને બસ અમને એકબીજાથી છુટકારો જોઈએ છે એ જ વાત હોય. આટલી તકલીફ હોવા છતાં પૅરન્ટ્સ પાછા અમને એક થવાની પેરવી કરે છે. તેમને લાગે છે કે તેમને કારણે અમારી વચ્ચે ફાંટ પડી છે. કેટલેક અંશે એ વાત સાચી પણ છે, પરંતુ હવે એ ફાંટ બહુ મોટી થઈ ગઈ છે. સંબંધને ટ્રાય આપવા માટે પૅરન્ટ્સ અમને જુદા રહેવા જવાનું કહે છે. જોકે મને લાગે છે કે મેં દૂરથી જ ડુંગરને રળિયામણો ધારી લીધો હતો, બાકી મને આ વ્યક્તિ સાથે નહીં જ ફાવે.
જવાબઃ લૉન્ગ-ડિસ્ટન્સ પ્રેમ ખોટો હોય છે એવું નથી, પરંતુ એમાં વાસ્તવિકતાની સમજણ અને ઊંડાણ નથી હોતાં. ઊંડાણ વિનાનો પ્રેમ સોડાની બૉટલ જેવો હોય. ઊભરો આવે ત્યારે અપરંપાર પ્રેમ વહે અને થોડી જ ક્ષણોમાં સ્મશાનવત શાંતિ થઈ જાય. લૉન્ગ-ડિસ્ટન્સ રિલેશનશિપમાં બન્ને પાર્ટનર્સ એકમેકને પૂરા સમજી શકતા નથી અને એટલે તેમનું સહજીવન શરૂઆતમાં ભયાનક તોફાનવાળું હોઈ શકે છે.
તમે કહો છો કે પૅરન્ટ્સને કારણે તમારી વચ્ચે દૂરી આવી, પણ સાચું કહું - જો એમ હોત તો પૅરન્ટ્સ અત્યારે તમને ભેગા કરવા માટે એકલા રહેવા જવાની મોકળાશ ન આપત. એ સ્વીકારવું જરૂરી છે કે તમે બીજા કોઈના કારણે એકબીજાથી ત્રાસી ગયા છો એવું નથી. તમે એકબીજાને જેવા છો એવા સમજી શક્યાં નથી અને જે સમજાયું છે એને સ્વીકારી શક્યાં નથી.
ચલો માની લઈએ કે તમે એક છત તળે રહો છો, પણ છૂટા જેવા જ છો. એમ છતાં કંઈક એવું છે જે તમને એકઝાટકે સંબંધો તોડતાં રોકી રહ્યું છે. બરાબરને? જો તમને એવું લાગતું હોય કે છૂટાછેડા નિશ્ચિત જ છે તો પણ શું એકવાર તમે આ સંબંધને મોકો આપવા તૈયાર છો?
આ પણ વાંચો : મને હસ્તમૈથુનનું વ્યસન થઈ ગયું છે. છુટકારો મેળવવા કંઈક માર્ગ બતાવો?
જો હા, તો તૈયાર થઈ જાઓ પૅરન્ટ્સથી અલગ થઈને એકલા રહેવા માટે. માત્ર છ મહિના માટે જ આ પ્રયોગ કરો, ન ફાવે તો છૂટાછેડાની અરજી તૈયાર રાખો. અલગ રહેવા જશો ત્યાં તમે તમારા બે સિવાયના ત્રીજા કોઈને બ્લૅમ કરી શકશો નહીં. એકબીજાની આદતોને સુધારવા કે ટોકવાના નહીં. હા, રોજ તમારે બે ચીજો ડાયરીમાં લખવાની. એક તો એકબીજા વિશેની એક સારી બાબતને ડાયરીમાં નોંધવાની અને બીજું તમે જ્યારે એકમેકને ડેટ કરતા હતા ત્યારે માણેલી કોઈ એક ગમતી ક્ષણને યાદ કરીને એમાં ઉતારવાની. છ મહિના પછી આ ડાયરી એક્સચેન્જ કરીને તમારે છૂટા પડવું હોય તો એની છૂટ.
નાઇટફૉલ બંધ થાય અને સમાગમ પછી પણ સ્ફૂર્તિ રહે એ માટે શું કરવું?
Dec 13, 2019, 15:03 ISTહું બીજી છોકરીને બાઇક પર મૂકવા ગયેલો એ જોઈને ગર્લફ્રેન્ડને તકલીફ થાય છે, શું કરું?
Dec 13, 2019, 14:55 IST13 વર્ષના છોકરાની વર્તણૂકને કન્ટ્રોલમાં લાવવા શું કરવું જોઇએ?
Dec 12, 2019, 09:12 ISTબ્રેસ્ટફીડ કરાવતા હોઈએ તે સમયગાળામાં અમે કૉન્ડોમ વિના સેક્સ કરી શકીએ?
Dec 11, 2019, 16:24 IST