મારી ગર્લફ્રેન્ડ મારા દોસ્તો સાથે મિક્સ-અપ નથી થતી. એનું કારણ સમજાતું નથી

Published: Aug 22, 2019, 14:49 IST | સેજલને સવાલ - સેજલ પટેલ | મુંબઈ

ઑફિસમાં સાથે કામ કરતી એક છોકરી મારી ગર્લફ્રેન્ડ છે. આઠ મહિના જૂનો સંબંધ છે. તે જરાક વેલ ટુ ડુ ફૅમિલીમાંથી આવે છે એને કારણે તેની બધી આદતો થોડીક સોફિસ્ટિકેટેડ છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : ઑફિસમાં સાથે કામ કરતી એક છોકરી મારી ગર્લફ્રેન્ડ છે. આઠ મહિના જૂનો સંબંધ છે. તે જરાક વેલ ટુ ડુ ફૅમિલીમાંથી આવે છે એને કારણે તેની બધી આદતો થોડીક સોફિસ્ટિકેટેડ છે. હું ફાઇવ-સ્ટાર હોટેલમાં જાઉં તો સોફિસ્ટિકેશન જાળવું ખરો, પણ મારે આખો દિવસ એવા ડાહ્યા બનીને રહેવાનું હોય તો ન ફાવે. સૌથી મોટી તકલીફ તો અમે જ્યારે દોસ્તો સાથે આઉટિંગ માટે જઈએ ત્યારે થાય. મારા દોસ્તો અને તેમની ગર્લફ્રેન્ડ્સ પણ બહુ આઉટગોઇંગ છે. વન-ડે પિકનિકની વાત હોય તોય તેને ન તો મારા દોસ્તો સાથે ફાવે, ન દોસ્તોને તેની સાથે ફાવે. મારા બીજા ત્રણ ફ્રેન્ડ્સ છે જેમાંથી બે પરણી ગયા છે અને એકની મારી જેમ ગર્લફ્રેન્ડ છે. તે બધી ગર્લ્સ વચ્ચે પણ સરસ બૉન્ડિંગ છે, પણ તે બધાને મારી ગર્લફ્રેન્ડ બહુ પ્રાઉડી લાગે છે. શરૂઆતમાં મને હતું કે હજી નવું-નવું છે એટલે આવું થશે, પરંતુ અત્યાર સુધીમાં અમે ચારેક વાર સાથે પિકનિક પર ગયા હોઈશું પણ હજીયે કંઈ ઠેકાણું નથી પડતું. મારા દોસ્તો તો મને ચીડવે પણ છે કે તું આની સાથે પરણીને સુખી થયો તો તારાં બાળકોને પરણાવવાનો ખર્ચો અમે આપીશું. મને એક હદથી વધુ ઇન્ટરફિયરન્સ દોસ્તોનું નથી ગમતું, પણ તેમને કન્ફ્રન્ટ નથી કરી શકતો. મને દોસ્તો સાથે બહાર જવું બહુ જ ગમે છે એટલે હું ઇચ્છું છું કે મારી ભાવિ પત્ની પણ તેમની સાથે મિક્સ-અપ થાય.

જવાબ : તમારી અપેક્ષા વાજબી છે કે તમારી ભાવિ પત્ની તમારા દોસ્તો સાથે પણ કમ્ફર્ટેબલ હોય તો એક ગ્રુપ તરીકે તમે બહુ સારી રીતે ટ્રાવેલ, ફૂડ-આઉટિંગ કે પિકનિક એન્જૉય કરી શકો. જોકે જીવનમાં પસંદગી કરતી વખતે એ પહેલાં પ્રાયોરિટી સ્પષ્ટ હોવી જરૂરી છે. અલબત્ત, એ પહેલાં મારે જાણવું એ છે કે તમે દોસ્તો સાથે ગર્લફ્રેન્ડ મિક્સ-અપ થાય એની ચિંતા કરો છો, પણ શું તમે પોતે તેની સાથે હરીફરીને કમ્ફર્ટેબલ થયા છો ખરા? તમારી ઓળખાણને હજી એક વર્ષ પણ નથી થયું. તમે તેની સાથે એકાદ દિવસની પિકનિક પર એકલા ગયા છો? ન ગયા હો તો જવું જોઈએ. તમારે લગ્ન પહેલાં જે વ્યક્તિ સાથે આખી જિંદગી વિતાવવાની છે એની સાથે તમે પોતે કેટલા કમ્ફર્ટેબલ છો અને તમને તેની સાથે વિતાવેલી પળોમાં જીવનનો અદ્ભુત આનંદ વર્તાય છે કે નહીં એ જોવું જોઈએ. જો તમને કોઈ વ્યક્તિના સાંનિધ્યમાં જીવનનું પરમસુખ અનુભવાતું હોય તો બાકીના લોકો જખ મારે છે. બીજા લોકો તે વ્યક્તિ વિશે શું માને છે એ મહત્ત્વનું નથી.

હા, બીજી એક મહત્વની વાત એ કે આવા સંજોગોમાં તમારે એ જિગરી દોસ્તોથી એક અંતર રાખવું પડશે. તમારા દોસ્તોને તમારી ગર્લફ્રેન્ડ પસંદ ન હોય અને તમારી ગર્લફ્રેન્ડને તમારા દોસ્તો ન ગમતા હોય તો બન્ને વચ્ચે પરાણે ફ્રેન્ડશિપ ઊભી કરવાની કોશિશોમાં ન પડવું. એ સ્વીકારી લેવું કે તમારી પત્ની તમારા દોસ્તો સાથે કમ્ફર્ટેબલ નથી જ થવાની એટલે બધા સાથે ફરવા જઈએ એ સપનાંને તમારે તાળું મારીને મનમાં ઢબૂરી જ દેવું રહ્યું. હા, જો તમને દોસ્તો સાથે બહુ ગમતું હોય તો તમે દોસ્તો સાથે એકલા ફરવા જાઓ એમાં પત્નીને વાંધો પણ ન હોવો જોઈએ.

આ પણ વાંચો : મારા પ્રાઈવેટ પાર્ટમાંથી વાસ મારતો કચરો નીકળે છે અને વાસ પણ આવે છે. શું કરવું?

બીજી એક વાત, અત્યારે એવી ધારણા પણ બાંધી ન લેવી કે અત્યારે ભલે બધા સાથે નથી જઈ શકાતું, પણ લગ્ન પછી કોઈક રીતે દોસ્તો અને પત્નીની સાથે ગ્રુપમાં બહાર જવા માટે તૈયારી કરી લઈશું એવા ખોટા વિચારો પણ ન કરવા અને પ્રયત્નો પણ નહીં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK