લગ્નજીવનમાં તકલીફ આવે ત્યારે સ્પેસ આપવી જોઈએ કે ઝઘડો કરી લેવો જોઈએ?

Published: May 01, 2019, 12:21 IST | સેજલને સવાલ - સેજલ પટેલ | મુંબઈ

હું ૨૪ વર્ષની છું અને ત્રણ વર્ષના એક બાળકની મમ્મી છું. અમારાં લવ-મૅરેજ હતાં. લગભગ ચારેક વર્ષ રિલેશનશિપમાં રહીને પછી અમે કોર્ટ-મૅરેજ કરી લીધેલાં.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : હું ૨૪ વર્ષની છું અને ત્રણ વર્ષના એક બાળકની મમ્મી છું. અમારાં લવ-મૅરેજ હતાં. લગભગ ચારેક વર્ષ રિલેશનશિપમાં રહીને પછી અમે કોર્ટ-મૅરેજ કરી લીધેલાં. કોર્ટશિપ અને લગ્નનાં કુલ આઠ વર્ષમાં મને એ તો સમજાઈ ગયું છે કે લગ્નજીવનમાં ઉતાર-ચડાવ તો આવ્યા કરે. જ્યારે અત્યંત રોમૅન્ટિક અને સંબંધો બહુ જ મજબૂત છે એવો અહેસાસ અપાવે એવો સમય હોય છે ત્યારે બહુ જ સારું લાગે છે. એકબીજા માટે દિલમાં એટલું વહાલ ઊભરાય છે જાણે મેઇડ ફૉર ઇચ અધરની ફીલિંગ આવે. જોકે જ્યારે સંબંધોમાં ગરબડ ચાલતી હોય ત્યારે શું કરવું એ સમજાતું નથી. મારા હસબન્ડને એક વિચિત્ર કુટેવ છે. જ્યારે હું બહુ ગુસ્સામાં હોઉં અને એ જ ઘડીએ સંબંધ તોડવાની અણી પર હોઉં ત્યારે વાત કરવાનું જ ટાળે. ઊલટાનું તે બહાર જતો રહે. બે દિવસ સુધી તેના કોઈ સમાચાર જ ન હોય. ભાઈસાહેબ પોતાના ઘરે જતા રહ્યા હોય. પાછો આવીને જાણે કંઈ બન્યું જ નથી એમ મને બહુ રોમૅન્ટિકલી મનાવી લેશે. હું પ્રેગ્નન્ટ હતી ત્યારે પણ અને બાળક ત્રણ મહિનાનું હતું ત્યારે પણ તેણે આવું જ કરેલું. તે જાણે હજી પિતા બન્યો જ નથી એવું તેને લાગે છે. જોકે એક વાર દીકરો અઢી વર્ષનો હતો અને હું ગુસ્સામાં ઘર છોડીને પિયર જતી રહી ત્યારે તેણે દીકરાને બહુ સરસ રીતે સંભાળેલો. મારા પાડોશીએ કહેલું કે તમારા પતિએ નોકરીમાં રજા લઈને દીકરાને બહુ જ પ્રેમથી રાખ્યો છે. જોકે હવે પહેલાંની જેમ અમે વિવાદ થાય ત્યારે શાંત નથી રહી શકતાં. ઝઘડો થવાને કારણે અમારી વચ્ચે વધુ કડવાશ પેદા થાય છે. આના કરતાં તો અબોલા લઈને થોડો સમય વચ્ચે અલાયદો ગાળી લેવો સારો કહેવાય. મને સમજાતું નથી કે અમારે જ્યારે પણ મતભેદો થાય ત્યારે કઈ રીતે ડીલ કરવું?

જવાબ : તનાવભરી સ્થિતિને હૅન્ડલ કરવાની દરેક યુગલની રીત યુનિક હોય છે. હંમેશાં સમય આપવો એ જ વિકલ્પ સાચો કહેવાય અથવા તો ઝઘડી લેવું એ જ વિકલ્પ સાચો કહેવાય એવું ન હોય. મુદ્દો શાનો છે એ પણ એટલું જ મહત્વનું છે. મને લાગે છે કે તમારું સહજીવન બહુ નાની વયે શરૂ થયું છે એટલે શરૂઆતના ગાળામાં ઝઘડા વખતે પોતપોતાના પિયર જતાં રહેવાનું એ બાલિશતાનું લક્ષણ હતું. જે ઉંમરે તમે એકબીજાને સંભાળી શકો એમ ન હો ત્યાં બાળકની જવાબદારી આવી જાય ત્યારે આવાં છમકલાં થાય એ સ્વાભાવિક છે. સારી વાત એ છે કે તમે બન્ને ઉંમરની સાથે જવાબદાર બનવા લાગ્યાં છો. તમને એ સમજાઈ રહ્યું છે કે છાશવારે પિયર જતાં રહેવું એ સૉલ્યુશન નથી. એને કારણે તમે વાતનું ડિસ્કશન કરવા લાગ્યાં છો. જોકે હજી બીજાનો દૃષ્ટિકોણ સમજવાની કે પોતાનો દૃષ્ટિકોણ સમજાવવા માટે જરૂરી પરિપક્વતા કેળવાઈ નથી. એની ચિંતા કરવાની જરૂર નથી. એ પણ સમય સાથે આવતી જ જશે.

આ પણ વાંચો : બૉયફ્રેન્ડ કાયર નીકળ્યો અને માબાપે બતાવેલી છોકરી સાથે ચૂપચાપ પરણી ગયો

ઝઘડો થાય ત્યારે શું કરવું એ મુદ્દે વિચારવાને બદલે વાત ઝઘડા સુધી ન પહોંચે એ માટે શું કરવું એ વધુ મહત્વનું છે. સામાન્ય રીતે ખૂબ નાની અને ક્ષુલ્લક બાબતોથી વાત ઝઘડા પર પહોંચે છે. આ ક્ષુલ્લક બાબતો કમ્યુનિકેશનથી નિવારી શકાય એમ છે. એકબીજાની કઈ બાબતોથી ઇરિટેશન થાય છે એ વિશે ખુલ્લા મને ચર્ચા કરવી જરૂરી છે. જ્યારે તમને ખબર જ હશે કે પતિની ભીનો ટુવાલ સોફા પર મૂકવા જેવી આદતો નથી જ સુધરવાની તો એ સ્વીકારી લો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK