પૂર્વકર્મોને કારણે અંગત અને પ્રોફેશનલ જીવનમાં ખૂબ મુશ્કેલીઓ આવી છે

Published: 7th May, 2019 13:01 IST | સેજલને સવાલ - સેજલ પટેલ | મુંબઈ

ગુજરાતના નાનકડા ગામમાં મોટો થયો છું અને છેલ્લાં ચાર વર્ષથી મુંબઈમાં છું. નોકરી કરું છું અને સાથે પાર્ટટાઇમ ધંધાની શરૂઆત પણ કરી હતી.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : ગુજરાતના નાનકડા ગામમાં મોટો થયો છું અને છેલ્લાં ચાર વર્ષથી મુંબઈમાં છું. નોકરી કરું છું અને સાથે પાર્ટટાઇમ ધંધાની શરૂઆત પણ કરી હતી. જે ખોટ જતાં હાલમાં માત્ર નોકરી કરીને દેવું પૂરું કરી રહ્યો છું. મને જીવનમાં ડગલે ને પગલે અસફળતા જ મળી છે. હું આ પહેલાં કદીયે નસીબ અને પૂર્વજન્મનાં કમોર્માં નહોતો માનતો, પણ જ્યારે વ્યક્તિ હતાશ થઈ જાય ત્યારે તેણે સનાતન સત્ય સ્વીકારવું પડે છે. પહેલા પ્રેમમાં પણ સફળતા નહોતી મળી. બીજી વાર પ્રેમ થયો અને લગ્ન થયાં પણ અમારી વચ્ચે મનમુટાવ રહ્યા જ કરે છે. પૈસેટકે છૂટ થતી જ નથી. એક હાથે આવે ને બીજા હાથે જાય. થોડા મહિના પહેલાં એક હસ્તરેખાવિદને બતાવ્યું તો તેમણે કહ્યું કે મારાં પૂર્વજન્મનાં કર્મોને કારણે જીવનમાં નડતર આવી રહ્યું છે. એના નિવારણ માટે તેમણે કેટલાક ઉપાય બતાવેલા એ મુજબ મેં કર્યું પણ હતું. જોકે સાચું કહું તો મને આ બધામાં બહુ વિશ્વાસ નહોતો પડતો એટલે મન વિના જ વિધિ કરી નાખેલી. મને આમાં વિશ્વાસ પડે એ માટે તેમણે મારા જીવનની એવી કેટલીક અંગત વાતો કહી જે કદાચ મારા અને મમ્મી-પપ્પા સિવાય ભાગ્યે જ કોઈને ખબર હતી. હું એ વિજ્ઞાન તરફ દોરવાયો અને આ શાસ્ત્રમાં ઊંડો ઊતર્યો. આશ્ચર્યની વાત છે, પણ ખરેખર કમોર્નાં ફળની થિયરી મને ગળે ઊતરવા લાગી છે. મારા જીવનમાં ઘટેલી અનેક ઘટનાઓમાં પૂર્વજન્મનાં કમોર્ની અસર જોવા મળે છે. આ વિજ્ઞાન સમજ્યા પછી પણ મારી હાલની સ્થિતિમાં કોઈ ફરક નથી. જ્યોતિષીઓ જે રસ્તા બતાવે છે એ લૉજિકલી ગળે ઊતરે એવા નથી હોતા. તમે પૂર્વકમોર્ની આજની જિંદગીમાં અસર વિશે શું માનો છો?

જવાબ : હું જ્યોતિષશાસ્ત્ર વિશે લગભગ કશું જ નથી જાણતી છતાં એટલું સમજું છું કે જ્યોતિષશાસ્ત્ર તમારા ભૂતકાળમાં શું ઘટ્યું હશે એ અને ભવિષ્યમાં શું ઘટી શકે એમ છે એ જોવાની દૃષ્ટિ ધરાવે છે, પણ વર્તમાનમાં તમારે શું કરવું એ પૂરેપૂÊરું તમારા હાથમાં હોય છે. પૂર્વજન્મ અને એમાં કરેલાં કમોર્નું ભાથું આપણી સાથે જ ફરતું હોય છે એવું હિન્દુ, જૈન, બૌદ્ધ એમ વિવિધ ધર્મના સ્પિરિચ્યુઅલ ગુરુઓ કહેતા હોય છે. જ્યારે આપણી પાસે આ વિશેનું પૂÊરું જ્ઞાન ન હોય ત્યારે એ બધું તો ખોટું અને બકવાસ છે એવું કહેવું ઉદ્ધતાઈ ગણાશે. જોકે એનો મતલબ એ પણ નથી કે તર્ક અને અનુભૂતિથી ન સમજાય એવી વાતોનો પણ આપણે આંખ બંધ કરીને સ્વીકાર કરી લઈએ.

હવે કરીએ તમારી સમસ્યાની વાત. અંગત અને વ્યાવસાયિક જીવનમાં સુખ અને સમૃદ્ધિ પામવાની તમારી ઇચ્છામાં પૂર્વકર્મો નડે છે એનું શું કરવું? પૂર્વકર્મો ઑલરેડી થઈ ચૂક્યાં છે. આપણે ત્યાં એને પ્રારબ્ધ કહે છે. પ્રારબ્ધ એ કહે છે કે નસીબમાં હશે એ જ મળશે. હવે પૂર્વકર્મો અને પ્રારબ્ધ મુજબ તમને જોઈએ એવી સફળતા નથી મળવાની એવું કોઈ કહેતું હોય તો આપણે શું કરવું? કાં તો નસીબને સ્વીકારીને માથે હાથ દઈને બેસી રહીએ કાં પુરુષાર્થ કરીને પ્રારબ્ધને બદલવાની કોશિશ કરીએ. પ્રારબ્ધને સ્વીકારી લઈશું તો જ્યાં છીએ ત્યાં જ અટકી રહીશું, પણ જો પુરુષાર્થ કરીશું તો તમે એમાં નવાં કમોર્નો ઉમેરો કરી રહ્યા છો એટલે ચોક્કસ થોડું તો ફળ મળશે જ.

આ પણ વાંચો: મને મારા પ્રાઇવેટ પાર્ટ્સ સાથે રમવાથી અલગ ફીલિંગ્સ આવે છે, શું કરુ?

મને લાગે છે કે દરેક વાતને આસ્થા અને પૂર્વકર્મો સાથે જોડવાની જરૂર નથી. જેટલું બને એટલું વર્તમાનમાં જીવીએ અને પોતાનાથી બનતું ૧૦૦ ટકા આપીએ તો પ્રારબ્ધમાં હશે એના કરતાં કંઈક તો વધુ સારું થશે જ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK