પહેલાં તેને કમિટમેન્ટનો ફોબિયા હતો, હવે વર્ષો પછી તેનો સ્વભાવ બદલાયો છે તે કેવી રીતે જાણી શકાઈ

Updated: 28th December, 2018 10:35 IST | સેજલ પટેલ

બૉયફ્રેન્ડ મને પસંદ કરતો હતો, પણ કમિટ કરવા તૈયાર નહોતો.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ  

સવાલ : હું પચીસ વર્ષની છું અને છેલ્લા છ મહિનાથી એક છોકરા સાથે કમિટેડ રિલેશનશિપમાં છું. આમ તો હું તેને દસમા ધોરણના સમયથી જાણતી હતી. અમે બહુ સારા મિત્રો હતા, પણ એ વખતે તેની હરકતો બચકાની રહેતી હતી. તે મને પસંદ કરતો હતો, પણ કમિટ કરવા તૈયાર નહોતો. મને પણ તેનું અલ્લડપણું અકળાવતું હતું. બહુ મૂડમાં હોય ત્યારે મિત્રો સાથે પાર્ટી કરતી વખતે મસ્તીની સીમાઓ ભૂલી જતો અને જ્યારે ભણતો હોય અથવા તો કોઈક પ્રોજેક્ટ પર કામ કરતો હોય તો તે તમને બોલાવે પણ નહીં. તેનું વર્તન બહુ ધૂની હતું. એને કારણે કાં તો તે સોશ્યલ સર્કલમાં ખૂબ ઍક્ટિવ હોય કાં સાવ જ એકલો થઈ ગયો હોય. અમે બન્નેએ માસ્ટર્સ કર્યું એ દરમ્યાન અમારી વચ્ચે કોઈ કૉન્ટૅક્ટ નહોતો. જોકે બન્નેએ જૉબ શરૂ કરી એ પછીથી ફરી ટચમાં આવ્યા. આ વખતે તે બદલાયેલો લાગ્યો. મને લાગ્યું કે તેનું બિહેવિયર સુધયુર્ર઼્ છે અને હવે અમને ફાવશે. આ વખતે તો તેણે જ મને સામેથી રિલેશનશિપને આગળ વધારવા વિશે પૂછuું હતું. મને નવાઈ લાગી હતી કે જે છોકરાને કમિટમેન્ટનો લિટરલી ફોબિયા હતો તે કેટલો બદલાઈ ગયો છે. જોકે છ મહિનાના સંબંધો પછી એવું લાગે છે કે તેનું ધૂનીપણું હજી ગયું નથી. ક્યારેક તે એટલો એકાંતપ્રિય થઈ જાય છે કે બીજાને ખરાબ લાગશે એનો વિચાર કર્યા વિના જ તેને હર્ટ કરી બેસે છે. મને લાગતું હતું કે તે મૅચ્યોર થઈ ગયો છે, પણ હજીયે એટલો જ ઇમ્મૅચ્યોર છે. તેને હજી પોતાનો બિઝનેસ સેટ કરવો હોવાથી તે મોટા ભાગે બિઝી રહે છે અને હું તેને સ્પેસ આપું પણ છું. જોકે તે ધૂનીપણા સાથે વર્તીને સંબંધો બગાડશે તો કેવી રીતે આગળ કામ કરશે? શું તેનો સ્વભાવ ખરેખર બદલાયો છે કે પછી પહેલાં જેવો જ છે એ કેવી રીતે ખબર પડે?

જવાબ : તમે તમારા બૉયફ્રેન્ડના બિહેવિયરને અપરિપક્વ ગણાવી રહ્યા છો, પરંતુ જે સંદભોર્ સાથે તમે વાત રજૂ કરી છે એમાં મને પરિપક્વતા દેખાય છે. મને લાગે છે કે દસમા ધોરણમાં ભણતી વખતે જો કોઈ કમિટ કરવા તૈયાર ન હોય તો એ ડહાપણ કહેવાય, ફોબિયા નહીં; કેમ કે એ ઉંમર ‘રિલેશનશિપ’ બાંધવાની નહીં, ‘મૈત્રી’ના સહજ સંબંધ કેળવવાની છે. તમે જેને ધૂનીપણું કહો છો એ પણ મને તો સમયની જરૂરિયાત દેખાય છે. જ્યારે આપણે પાર્ટીના મૂડમાં હોઈએ ત્યારે એને ભરપૂર ઍન્જોય કરી લેવી જોઈએ, પણ જ્યારે વાત કામ પર આવે ત્યારે મસ્તીખોર સ્વભાવને નેવે મૂકીને એમાં ખૂંપી જવું જ પડે. કામમાં તમે ૧૦૦ ટકા આપતા હો ત્યારે કોઈકને નારાજ કરવા પડે તો પડે.

ધારો કે તમે જે ઉદાહરણો આપ્યાં છે એ અધૂરાં હોય તો મારે વધુ ઉદાહરણો જાણવાં પડશે. બાકી આ ઉદાહરણો જેવી જ બાબતોને તમે ધૂનીપણું કે અપરિપક્વતા કહેતા હો તો એ તમારી અપરિપક્વતા છે.

હાલમાં તેનો સ્વભાવ ખરેખર બદલાયેલો છે કે નહીં એ બાબતે તમે મૂંઝવણમાં છો. જરા વિચારો કે આપણને આપણો પોતાનો સ્વભાવ બદલતાં કેટલી તકલીફ પડે છે? જ્યારે આપણે કોઈ બીજી વ્યક્તિનો સ્વભાવ એટલે કે મૂળ પ્રકૃતિને બદલવાની વાત કરીએ છીએ ત્યારે જાતને દુખી કરવાનાં મૂળ રોપીએ છીએ. તે નથી બદલાયો એમ જ સ્વીકારી લો. તે બદલાય તો જ રિલેશનશિપમાં ફાવશે એવું હોય તો થોભી જાઓ. તે આવો જ રહે તો પણ તમે તેની સાથે જિંદગી જીવવાનું પસંદ કરતા હો તો જ આગળ વધજો.

First Published: 28th December, 2018 09:45 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK