સેજલને સવાલ
સવાલઃ હું ૨૭ વર્ષની છું. પોસ્ટ-ગ્રૅજ્યુએશન કર્યા પછી ત્રણેક વર્ષ કંઈ જ ન કર્યું અને હવે નોકરી કરું છું. જીવનની પહેલી જ નોકરીમાં મને અતિવિચિત્ર અનુભવ થાય છે. આમ તો હું જ્યાં કામ કરું છું એ પેઢી જેવી સંસ્થા છે, પરંતુ અહીં બધા ડિપાર્ટમેન્ટ્સની કામ કરવાની પદ્ધતિ ઘણી પ્રોફેશનલ છે. મને અકાઉન્ટ્સની જૉબ કરવી બહુ ગમતી નથી એટલે મારું મન કામમાં બહુ નથી હોતું, પરંતુ ૮ કલાકની જૉબમાં વાંધો નથી આવતો ત્યાં સુધી ચલાવું છું. એ ઉપરાંત હું બ્યુટીપાર્લરના ઍડ્વાન્સ્ડ કોર્સ કરું છું અને એ માટે મારે વીકમાં બે દિવસ હાફ-ડે લેવા પડે છે. મને એમ હતું કે બૉસ ના પાડશે, પણ તેમણે તો મને આરામથી રજા આપી અને એ પણ ચાલુ પગારે. તેઓ મારો હાફ-ડે પણ કાપતા નથી. તેઓ મને બીજી પણ ઘણી ફેવર્સ કરે છે. ઇન ફૅક્ટ, આ માર્ચ મહિનામાં મને પ્રમોશન પણ આપ્યું. આ બધાથી હું ખુશ તો છું જ, પણ સાથે મારા સિનિયર્સના વર્તનને કારણે થોડો ડર પણ લાગે છે. બૉસની આદતો બહુ સારી નથી. મારી ભૂલ થાય તો માથે હાથ ફેરવીને સમજાવે. મીટિંગમાં બેઠા હોય ત્યારે ટેબલ નીચેથી પગ ટચ કરે. બાજુમાં બેઠા હોય તો મારા ઘૂંટણ પર હાથ મૂકે. આ બધા ટચ સહજ ન હોય એવા છે. તેઓ મારાથી બમણી ઉંમરના છે એટલે તેમની નજરમાં ખોટ છે એવું કહેતાંય સંકોચ થાય. મને સમજાતું નથી કે આ સંજોગોમાં મારે શું કરવું? બાકી બધી જ રીતે મને કામમાં કમ્ફર્ટ છે.
જવાબ : પ્રોફેશનલ વર્લ્ડમાં કામ કરતા હોઈએ ત્યારે સ્ત્રીઓ આંખ બંધ કરીને કોઈના પર પણ ભરોસો મૂકીને ચાલી શકે એવું વાતાવરણ અત્યારે નથી. છોકરીઓએ અને એમાંય યંગ, બિનઅનુભવી છોકરીઓ અને સફળતા તથા પ્રમોશન માટે શૉર્ટ-કટનો ઉપયોગ કરવાની ઇચ્છા ધરાવતી છોકરીઓએ તો પોતાનો ક્યાંય કોઈ પણ રીતે ગેરલાભ ન લેવાઈ જાય એ માટે સભાન રહેવું જરૂરી છે.
સામાન્ય રીતે પ્રોફેશનલ વર્લ્ડમાં જો તમે ગેરવાજબી લાભ મેળવવાની મનસા રાખો તો તમારો કોઈ ગેરલાભ લઈ જાય એવું બની શકે છે. સિનિયર્સ દ્વારા જ્યારે વધુપડતી અથવા તો જેને કહીએ કે આઉટ ઑફ ધ વે જઈને છૂટછાટ આપવામાં આવે છે ત્યારે દાળમાં જરૂર કંઈક કાળું હોય છે. આ એક સૌથી મોટી લાલબત્તી છે. આ છૂટછાટ ફ્રીમાં નથી મળતી. એની ક્યારેક બહુ મોટી કૉસ્ટ ચૂકવવી પડી શકે. બે અડધા દિવસનો પગાર મેળવવાની લાયમાં તમે કદાચ સિનિયર્સને ખોટો મેસેજ આપી રહ્યા હો એવું પણ બને. કેમ કે તેઓ જે રીતે તમારી સાથે વર્તે છે એ પ્રોફેશનલ તો નથી જ. જોકે તમારે મનમાં કોઈ ગ્રંથિ બાંધવાને બદલે આંખો ખુલ્લી રાખીને ઑફિસમાં કામ કરવાનું છે. થોડું ઑબ્ઝર્વ કરશો તો પુરુષોના ઇરાદા પારખવાની ક્ષમતા દરેક સ્ત્રીમાં હોય જ છે.
આ પણ વાંચો : આ રીતે ગુજરાતીઓ ઉજવે છે રક્ષાબંધનનું પર્વ
જ્યારે પણ તે વગરકારણે સ્પર્શ કરવાની કોશિશ કરે ત્યારે આડકતરી રીતે તમારે અણગમો કમ્યુનિકેટ કરવો જરૂરી છે. તોછડાઈની જરૂર નથી, પરંતુ જેને સિનિયર અનાયાસ સ્પર્શ ઠરાવે છે એને તમે સહજ સ્વીકારતાં નથી એવો મેસેજ આપવો જરૂરી છે. બેઠાં હો કે ઊભાં હો ત્યારે એક સેફ ડિસ્ટન્સ રાખો જેથી ટચ કરવા માટે પેલી વ્યક્તિએ વધુ પ્રયત્ન કરવા પડશે જે ઑબ્વિયસ હશે. એવું થાય તો સમજી જવાનું કે આ વ્યક્તિ પર ભરોસો મૂકી શકાય એમ નથી.
સેક્સની ઇચ્છા થયા પછી હસ્તમૈથુન કરું ત્યારે ઝડપથી ઉત્તેજના નથી આવતી
Dec 06, 2019, 13:08 ISTમેં સાંભળ્યું છે કે ડાયાબિટીઝને કારણે નપુંસકતા આવે છે. આ વાત સાચી છે?
Dec 05, 2019, 13:42 ISTબૉયફ્રેન્ડના પરિવારજનો નૉન વેજ ખાય છે એટલે મમ્મી આગ્રહ કરે છે કે સાસરિયાએ શાકાહારી થવું પડશે
Dec 04, 2019, 12:06 ISTછુપાઈને ગર્ભપાત કરાવ્યા બાદ હવે ગર્ભ નથી રહેતો, ઉપાય બતાવો
Dec 04, 2019, 12:02 IST