Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સુખી પરિવાર છીએ પણ પતિને પરિવાર સાથે સમય ગાળવાનો ફુરસદ જ નથી

સુખી પરિવાર છીએ પણ પતિને પરિવાર સાથે સમય ગાળવાનો ફુરસદ જ નથી

23 May, 2019 04:14 PM IST |
સેજલ પટેલ - સેજલને સવાલ

સુખી પરિવાર છીએ પણ પતિને પરિવાર સાથે સમય ગાળવાનો ફુરસદ જ નથી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સેજલને સવાલ

સવાલ: મારે બાર વર્ષનો દીકરો છે અને મધ્યમ વર્ગના પરિવારમાં ઉછરેલી છું. મૂડમાં હોય ત્યારે કહેતા કે તું કહે તો તારા માટે ચાંદ તોડીને લાવું. મને પણ એ વખતે બહુ ગમતું, પણ થોડા જ સમયમાં રોમૅન્સનો રસ ઘટી ગયો. આર્થિક રીતે અમે ઘણા ઉપર આવ્યા. નવું ઘર લીધું, દીકરાને કૉન્વેન્ટ સ્કૂલમાં ભણાવીએ છીએ અને તેને ફૉરેન સ્ટડી માટે મોકલવાનું પ્લાનિંગ પણ છે. સમસ્યા એ છે કે સુવિધાઓ છે, પણ પતિનું સુખ નથી. તેમને મારા કે દીકરા માટે સમય જ નથી. દીકરાને દુબઈ ફરવા જવું હતું તો કહે, મને રજા નહીં મળે, તમે લોકો ભાઈ-ભાભી સાથે જઈ આવો. ક્યારેક વીક-એન્ડમાં અમે સાથે ફરવા ગયા હોઈએ તો પણ તેઓ કદી એક પરિવારની જેમ શાંતિથી સમય સ્પેન્ડ કરતા જ નથી. ખબર નહીં તેમને પૈસો કમાવાની લાય એટલી છે કે પરિવારની પડી જ નથી રહેતી. નોકરીમાં બહુ સ્ટ્રેસ છે? એવું પૂછું છું તો કહે છે, થોડુંક કામ વધારે છે. દીકરો પણ હવે તો કહે છે કે પપ્પાને આપણા માટે સમય જ નથી. પેરન્ટ્સ તરીકે સંતાન સાથે સમય ગાળવાનું મહત્વ પતિને કઈ રીતે સમજાવવું?



જવાબ: પતિને પરિવાર સાથે સમય ગાળવાનું મહત્વ નથી સમજાતું એવું માનીને આપણે પુરુષોને અન્યાય કરીએ છીએ. પરિવારમાં માતા-પિતા બન્નેની જવાબદારીઓ વહેંચાયેલી હોય છે. તમે ગૃહિણી છો અને કુટુંબનું ઍડ્મિનિસ્ટ્રેશન સંભાળો છો. જ્યારે પતિ ઘર ચલાવવા માટે પૈસા કમાય છે. પતિ જે કમાય છે એનાથી કુટુંબની લાઇફસ્ટાઇલ નક્કી થાય છે. પતિ ૭૫૦૦ કમાવી લાવે તો તમે એ મુજબ ઘર ચલાવો અને પતિ ૭૫,૦૦૦ કમાવી લાવે તો તમે એ મુજબ ઘર ચલાવો. હવે તમારું કામ ઘર-પરિવાર સંભાળવાનું છે એટલે સ્વાભાવિકપણે તમે દીકરા સાથે પણ વધુ સમય ગાળવાના. પતિનું કામ પૈસા કમાવાનું છે એટલે તેઓ વધુ બહાર રહેવાના. શું તમારા પતિએ ક્યારેય ફરિયાદ કરી છે કે તમે કદી પરિવાર માટે પૈસા કમાવામાં મદદ નથી કરી એટલે મારે વધારે કમાવું પડે છે? પરિવારની પૈસાની જરૂરિયાત પૂરી કરવાનું કામ તેમણે સહજપણે સ્વીકારી લીધું છે, પણ પતિએ કમાવા ઉપરાંત ઘરમાં પણ સમય આપવો જ જોઈએ એવી અપેક્ષા પત્ની જરૂર રાખે છે અને ‘પપ્પા સમય નથી આપતા’ એ વાતને ઘૂંટી-ઘૂટીને સંતાનોના મનમાં પપ્પા માટે ગ્રંથિ ઊભી કરે છે. ‘જોયું, પપ્પા તારી સાથે દુબઈ ન જ આવ્યા’ એવું જ્યારે તમે બોલો છો ત્યારે એ ભૂલી જાઓ છો કે પેલાએ પરસેવો પાડીને કમાણી કરી ત્યારે જ તમે પણ દુબઈ જઈ શક્યા છો. જાણીતા નવલકથાકાર કાજલ ઓઝા વૈદ્ય કહેતાં હોય છે કે પત્ની, સંતાનો અને પેરન્ટ્સ ગરમાગરમ જમી શકે એ માટે થઈને પુરુષ જીવનનાં ૩૫ વર્ષ ઠંડું જમે છે. પુરુષોનો આ ત્યાગ આપણને દેખાતો નથી.


આ પણ વાંચો : પરિવારમાં લાડકોડથી ઉછરેલો છોકરો બની ગયો છે સ્વાર્થી, શું કરવું?

બીજું, પુરુષો પૈસા પાછળ પડ્યા છે એવું બોલવું સહેલું છે, પણ એ કમાય છે કોના માટે? શું તે પોતે કમાયેલો પૈસો પોતાના પર વાપરે છે ખરો? પતિ દીકરાને સમય નથી આપતાં એવી તમારી ફરિયાદો સાંભળીને જ આજે દીકરો તમારા શબ્દો વાપરવા લાગ્યો છે. પરિવારનાં સપનાં પૂરાં કરવાં માટે તે તનતોડ મહેનત કરે છે અને આપણે તેની સામે જ ફરિયાદ કરીએ છીએ? હા, પિતા પણ સંતાન સાથે સમય ગાળે એ બહુ જ મહત્વનું છે, પણ એ માટે તેને સુફિયાણી સલાહોનું ભાષણ આપવાની જરૂર નથી. પરિવારના ઍૅડ્મિનિસ્ટ્રેટર તરીકે તમારે એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ જેથી થોડોક પણ ક્વૉલિટી ટાઇમ સપરિવાર સાથે ગાળી શકાય.


Whatsapp-channel Whatsapp-channel

23 May, 2019 04:14 PM IST | | સેજલ પટેલ - સેજલને સવાલ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK