પેશન છે કે લાઈક એ કેવી રીતે જાણી શકાય ?

સેજલને સવાલ - સેજલ પટેલ | Apr 09, 2019, 10:26 IST

ભણવાનું હોય ત્યારે તો એક શેડ્યુલ ફિક્સ હોય છે, પણ વૅકેશન પડે ત્યારે દીકરાને કંઈ જ નવું કરવું ન હોય, માત્ર દોસ્તો સાથે રખડી ખાવું હોય.

પેશન છે કે લાઈક એ કેવી રીતે જાણી શકાય ?

સવાલ : મારે નવ વર્ષનો દીકરો છે. સમસ્યા કોઈ નથી, પરંતુ દીકરાને ગમતી બાબતો કરવાની છૂટ આપવી કે ન આપવી એ બાબતે અમારા ઘરમાં બહુ ચર્ચા થતી હોય છે. ભણવાનું હોય ત્યારે તો એક શેડ્યુલ ફિક્સ હોય છે, પણ વૅકેશન પડે ત્યારે દીકરાને કંઈ જ નવું કરવું ન હોય, માત્ર દોસ્તો સાથે રખડી ખાવું હોય. સિંગિંગ મારું પૅશન હતું, પણ મારા પેરન્ટ્સે મને જોઈતો સપોર્ટ નહોતો આપ્યો. સંગીત શીખવા મોકલી હતી પણ એમાં વધુ સમય આપવાની વાત આવે ત્યારે ‘પહેલાં ભણવામાં આટલા ટકા લાવ, પછી બધી વાત’ એમ કહીને વાત ટાળી દેતાં. મારે દીકરા સાથે આવું નથી કરવું. જોકે સમસ્યા એ થાય છે કે દીકરાને જેમાં રસ છે એ બાબતે તે જોઈએ એટલો ગંભીર નથી. તેને ક્રિકેટ ગમે છે. તેના હમઉમ્ર બાળકો કરતાં સારું પણ રમે છે, પણ એમાં એની પ્રતિભા કેટલી છે એ ખબર નથી. ક્રિકેટ-કોચિંગ માટે મોકલવાનું શરૂ કયુર્ છે, પણ એનાથી તેની ગેમમાં ખાસ ઇમ્પ્રુવમેન્ટ નથી. ઇન ફૅક્ટ, જે સિનારિયો છે એ જોતાં મને લાગે છે કે વૅકેનશમાં ત્ભ્ન્નો જુવાળ ચાલતો હોય ત્યારે તેનો ક્રિકેટ-ફીવર ખૂબ હાઈ હોય છે અને પછી જ્યારે ખરેખર ગ્રાઉન્ડમાં જઈને મહેનત કરવાની હોય ત્યારે રસ ઓસરી જાય છે. તેના ક્લાસના બીજા છોકરાઓની મમ્મીઓ સાથે વાત કરું છું ત્યારે તેમની પણ મૂંઝવણ હોય છે કે સંતાનોમાં અમુક બાબતનું ખરેખર પૅશન છે કે કેમ એ કેવી રીતે નક્કી કરવું? ક્રિકેટ જોવી ગમવી અને એમાં કરીઅર બનાવવાનું પૅશન હોવું એ બે બહુ જુદી બાબતો છે. નાનાં બાળકોની વર્તણૂક પરથી આ ભેદ પારખવા શું થઈ શકે?

જવાબ : એક વાત સમજી લેજો કે કંઈક કરવાનું ગમવું અને એ માટેનું પૅશન હોવું એ બેમાં બહુ મોટો તફાવત છે. તમને કડવું લાગશે પણ મારું માનવું છે કે સિંગિંગ એ તમારું પૅશન નહોતું, લાઇકિંગ જ હતું.


જે ક્ષેત્રમાં ગ્લેમર, ફેમ અને પૈસો અઢળક મળતો હોય એ તરફ લોકો સહજતાથી ખેંચાય છે. ક્રિકેટ પણ આવું જ એક ફીલ્ડ છે. ત્ભ્ન્ની મૅચ જોવામાં મજા તો લાખો યુવાનો અને કિશોરોને આવે છે, પણ એ બધામાં ક્રિકેટ માટેનું પૅશન છે એમ ન કહેવાય. હું એવું માનું છું કે કોઈ પણ બાબતનું પૅશન હોય ત્યારે તમને સામે આવનારી અડચણો નાની લાગે. જો પૅશન હોય તો જ તમે તમામ અવરોધોનો સામનો કરવા સજ્જ થાઓ છો, જ્યારે લાઇકિંગ હોય તો તમે સરળતાથી હાર સ્વીકારી લો છો અને કાળી મહેનત કરવાની તૈયારી નથી દાખવતા. હું માનું છું કે જ્યારે પેરન્ટ્સને બાળકોના પૅશન અને લાઇકિંગમાં ભેદ ન સમજાતો હોય તો તેમની નાનકડી પરીક્ષા લેવી. તેમના પૅશનના ક્ષેત્રમાં આગળ વધવા માટે તેમની સામે નાના-મોટા અવરોધો ઊભા કરો.

આ પણ વાંચોઃ હું હોમો હોવાથી છોકરીઓ સામે પસીના વળી જાય છે.

બધું સરળતાથી હાજર ન કરી દો. પૅશનને પામવા માટે તે કેટલી મહેનત કરવા તૈયાર છે એ જુઓ. બીજું, તેને કેટલીક પસંદગીઓ કરવા આપો. જેમ કે પરિવાર કે દોસ્તો સાથે ફરવા જવાનું અને ક્રિકેટની ટ્રેઇનિંગ એમ બે વિકલ્પો હોય તો તે શું પસંદ કરે છે? ક્રિકેટની બારીકીઓ શીખવા માટે ડિસિપ્લિન, સખત મહેનત, પોષક અને સંતુલિત ડાયટનો આગ્રહ રાખવા તે તૈયાર છે કે પછી હોતા હૈ ચલતા હૈ એવું કરે છે? બાળકે જાતે કરેલી પસંદગીઓ જ તેના પૅશન કે લાઇકિંગની બાબતો સ્પષ્ટ કરી દે છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK