પેરન્ટ્સને મારી પસંદ સ્વીકાર્ય ન હોવાથી દિનપ્રતિદિન વધુ ને વધુ પાબંદીઓ મૂકે છે

Published: Apr 15, 2019, 11:39 IST | સેજલને સવાલ - સેજલ પટેલ

હું ભાગીને લગ્ન કરવાને પાપ માનું છું એવું નથી, પરંતુ ભાગીને લગ્ન કરવાને હું ઉત્તમ વિકલ્પ નથી માનતી. જ્યારે પેરન્ટ્સ અને સંતાનો બન્ને વચ્ચે કમ્યુનિકેશન ગૅપ થાય છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : હું ૨૦ વર્ષની છું અને એક યુવકના પ્રેમમાં છું. મારા પેરન્ટ્સ આ સંબંધની ખૂબ વિરુદ્ધમાં છે. તેઓ મને ધમકી આપે છે કે જો મેં તે છોકરાને છોડી ન દીધો તો તે મારું ઘરમાંથી બહાર નીકળવાનું બંધ કરી દેશે. છોકરો જુદી જ્ઞાતિનો છે અને તેના પપ્પાની આર્થિક સ્થિતિ નબળી છે. મમ્મી કહે છે કે મારે આ છોકરાને ભૂલી જવો, કેમ કે તે મારા માટે સમાજનો બીજો ઊંચી આર્થિક સ્થિતિ ધરાવતો છોકરો શોધી રહી છે, પણ મારે એવો છોકરો નથી જોઈતો એનું શું? જ્યાં પ્રેમ ન હોય ત્યાં પૈસાને શું કરવાનું ? મને એક વાત એ નથી સમજાતી કે શા માટે હંમેશાં છોકરો ગરીબ હોય તો પેરન્ટ્સ મનાઈ કરવા લાગે છે ? છોકરાનું દિલ અને મારા માટેનો પ્રેમ તેમને દેખાતો જ નથી. અમે હજી ભણીગણીને કરીઅરમાં સેટલ નથી થયાં એટલે અમારે પેરન્ટ્સની વાત માનવી પડે છે. મેં નક્કી કર્યું છે કે એકવાર નોકરીએ લાગીશું એટલે ભાગીને લગ્ન કરી લઈશું, બાકી અત્યારે તો ચોરીછૂપીથી મળવું પડે છે. જોકે મળ્યા છીએ એ વાતની ઘરમાં ખબર પડી જાય એ દિવસે મમ્મી ખાવાનું ન ખાય અને પપ્પા ગુસ્સો કરીને આખું ઘર માથે લે છે. મને ખબર છે તમે ભાગીને લગ્ન કરવાને પાપ માનો છો અને એનો વિરોધ કરો છો, પણ પેરન્ટ્સ સમજતાં ન હોવાથી અમારા જેવાએ આ વિકલ્પ પસંદ કરવો પડે તો શું?

જવાબ : હું ભાગીને લગ્ન કરવાને પાપ માનું છું એવું નથી, પરંતુ ભાગીને લગ્ન કરવાને હું ઉત્તમ વિકલ્પ નથી માનતી. જ્યારે પેરન્ટ્સ અને સંતાનો બન્ને વચ્ચે કમ્યુનિકેશન ગૅપ થાય છે અને બન્ને પેઢીઓ પોતાના દૃષ્ટિકોણ સિવાયની વાત સમજવા નથી માગતા ત્યારે જ આવી પરિસ્થિતિ નિર્માણ થાય છે.

પેરન્ટ્સને એમ લાગે છે કે તેઓ પોતાના સંતાનને સુખી કરે એવો જીવનસાથી મેળવી આપે. પૈસો, મોભો, સન્માન, પરિવાર એ બધું તેમને માટે મહkવનું છે. જરાક તમે જ વિચારો, તમને વીસ વર્ષ સુધી પેરન્ટ્સે લાડકોડથી જ ઉછેયાર઼્ છે ને ? લગ્ન પછી પણ તમે સુખી થાઓ એવી જ તેમની ઇચ્છા હશેને ? તમને દુ:ખી કરવા માટે તો તેઓ આ નહીં, બીજા સાથે પરણાવીશ એવું કહેતા નથીને ?

તમારી વાત કરું તો તમને પણ જેની સાથે જીવન જીવવાનું છે એની પસંદગી કરવાનો પૂરો હક હોવો જ જોઈએ. જોકે વીસ વર્ષની ઉંમરે તમારી પસંદગીમાં અનુભવને બદલે પ્રેમના ઉન્માદનું પ્રભુત્વ વધુ હોય એવી સંભાવના રહે છે. પૈસા કરતાં પ્રેમ વધુ જ મહત્વનો છે એની ના નથી, પણ જ્યારે પૈસો અને પૈસા કમાવાની પ્રતિભા પણ કેટલી મહત્વની છે એ ન સમજાતું હોય ત્યારે પ્રેમ ઠાલો નીવડી શકે છે. ફિલ્મોમાં ભાગીને લગ્ન કરવાના જેટલા સુંવાળા કિસ્સાઓ આપણે જોઈએ છીએ એના ૦.૧ ટકા કિસ્સા પણ હકીકતમાં સુંવાળા બનતા નથી.

આ પણ વાંચોઃ સુખી અને સફળ લગ્નજીવન માટે પત્ની વર્કિંગ હોવી જોઈએ કે નૉન-વર્કિંગ?

વીસ વર્ષની ઉંમરે હમણાં ને હમણાં જ લગ્ન કરી નાખું અથવા તો આની સાથે જ કરું એવા આગ્રહને થોડોક ઢીલો કરવાની જરૂર છે. પેરન્ટ્સ પણ બીજી ભૂલ એ કરે છે કે સંતાનો ભૂલ કરી બેસશે એમ માનીને વધુ પાબંદીઓ મૂકે છે. એ કડકાઈને કારણે યુવાનો ટૂંકા રસ્તા તરીકે ભાગી જવાનું પસંદ કરે છે. એના બદલે પેરન્ટ્સ પણ થોડુંક નરમ વલણ રાખે અને યુવાનો પણ પ્રેમના ઘોડા પર લગામ રાખીને કરીઅર પર ફોકસ કરે એ જરૂરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK