હવે જ્યારે માસ્ક રોજિંદા જીવનનો ભાગ થઈ ગયો છે ત્યારે ધ્યાન રાખો કે માસ્ક મુસીબત ન બને

Published: 9th October, 2020 13:17 IST | Sukanya Dutta

લાંબો સમય માસ્ક પહેરી રાખવાને કારણે ખીલ, એક્ઝિમા અને ચકામા સુધીની ત્વચાની સમસ્યા ઘણા લોકોમાં જોવા મળી રહી છે. આરોગ્ય નિષ્ણાત એનાં કારણ સમજાવતાં જણાવે છે આને માટે શું કર

સુરક્ષા માટેનું માસ્ક ન બને સમસ્યા
સુરક્ષા માટેનું માસ્ક ન બને સમસ્યા

ફક્ત છ મહિનામાં જ માસ્ક આપણા ડેઇલી પોષાકનું અવિભાજ્ય અંગ બની ગયું છે. વાઇરસ સામે પ્રાથમિક સંરક્ષણ તરીકે જાહેર થયેલા સુરક્ષિત અંતર અને હાથની સ્વચ્છતા સાથે માસ્ક પણ વાઇરસને કમ્યુનિટીમાં ફેલાવવાથી અટકાવવામાં સહાય કરે છે. વધુ ને વધુ ભારતીયો રક્ષણાત્મક આવરણ પહેરીને બહાર નીકળે છે ત્યારે ધૂળ, ગરમી અને ભેજ તો દૂર રહે છે, પણ સામે અમુક નવી જ સમસ્યાઓનો સામનો તેઓ કરી રહ્યા છે, જેમ કે ફોડલીઓ અને ખંજવાળ.
પસીનો પારાવાર
નાણાવટીની સુપર સ્પેશ્યલિટી હૉસ્પિટલનાં કન્સલ્ટન્ટ ત્વચારોગ વિશેષજ્ઞ અને કૉસ્મેટોલૉજિસ્ટ ડૉ. વંદના પંજાબી પાસે દરરોજ સરેરાશ ૧૦ દરદીઓમાં ઓછામાં ઓછા બે દરદીઓ આ ફરિયાદ સાથે આવે છે. માસ્ક સંબંધિત ત્વચાના પ્રશ્નો સામાન્ય રીતે બે પ્રકારના હોય છે; શુષ્ક, ખંજવાળવાળી ફોડલીઓ અને ખીલ. બન્ને મુખ્યત્વે પરસેવાને કારણે થાય છે એમ જણાવતાં તેઓ આગળ કહે છે, ‘ચીકણી અને ગરમ આબોહવાને લીધે જેઓ લાંબા સમય સુધી માસ્ક પહેરે છે અને કામ માટે અથવા અન્યથા લાંબી મુસાફરી કરે છે તેઓને ખૂબ પરસેવો થાય એ સ્વાભાવિક છે. એ પરસેવાને નીકળવા કોઈ માર્ગ નથી મળતો અને આ પરસેવો માસ્કની પછળ જ જમા થાય છે. પરસેવો એ લોકો માટે ઍલર્જનની જેમ કામ કરે છે, જેમની ત્વચા સંવેદનશીલ અથવા શુષ્ક હોય છે. પરિણામે તેમને ખરજવું અથવા ફોડલીઓ થાય છે.’
જેની ત્વચા તૈલીય અથવા ખીલથી ભરેલી હોય છે તેમને માટે પરસેવો અને ધૂળ માસ્કની નીચેનાં છિદ્રોને ભરી દે છે, જે ‘માસ્ક’ને એટલે કે માસ્કને કારણે છિદ્રોમાં જમા થતી ધૂળ ખીલ તરફ દોરી જાય છે.
ફોડલીઓ અને બ્રેકઆઉટ્સ સામાન્ય રીતે ચહેરાના ટી-ઝોન એટલે કે નાક, ગાલ અને મોં વિસ્તારને અસર કરે છે. જોકે ખરજવું (એક્ઝિમા) ચેપી નથી, પણ ફોડલીઓનું પ્રવાહી તમારા પોતાના શરીર પર પણ ફેલાઈ શકે છે. તેઓ આગળ કહે છે, ‘જો ફોડલીઓ વધારે થાય તો તમે એને ખંજવાળતા રહો છો, આનાથી એમાંથી પાણી અથવા સીરમ બહાર આવે છે, જે ઍલર્જનનું કાર્ય કરી શકે છે.’
માસ્કનું મટીરિયલ પણ મહત્ત્વનું
ઇલૅસ્ટિક જેવા કાન પર ભરાવાતા માસ્કના પટ્ટા કૃત્રિમ અથવા શ્વાસ ન લઈ શકાય એવા મટીરિયલમાંથી બનાવાય છે, જેનાથી પણ બળતરા થઈ શકે છે. એ વિશે વિસ્તારથી માહિતી આપતાં તેઓ કહે છે, ‘ચોખ્ખા, ધોઈ શકાય એવા અને શ્વાસોચ્છ્વાસ માટે ઉત્તમ એવા સુતરાઉ માસ્ક પહેરો. કાન પર લટકાવવાનું ટાળવા ટાઇ-અપ માસ્ક ખરીદો.’
મુંબઈની અપોલો સ્પેક્ટ્રા હૉસ્પિટલના ઇન્ટર્નલ મેડિકલ એક્સપર્ટ ડૉ. તુષાર રાણેનું માનવું છે કે માસ્ક આરામદાયક ફિટિંગનો છે એની પહેલાં જ ખાતરી કરવી જોઈએ. એ માટે શું ધ્યાન રાખવું એ વિશે ડૉ. તુષાર કહે છે, ‘માસ્ક તમારા નાક, મોં અને ચહેરાને આવરી લે એ જરૂરી છે, પરંતુ એ ખૂબ કડક ન હોવો જોઈએ. ડિસ્પોઝેબલ N95 માસ્ક અથવા થ્રી-લેયર સર્જિકલ માસ્ક શ્રેષ્ઠ છે. દરેકે પોતે માસ્કની સ્વચ્છતાનું પણ યોગ્ય રીતે પાલન કરવું જોઈએ. સતત ચહેરાને સ્પર્શ કરવો, માસ્કને સાફ કર્યા વિના વારંવાર વાપરવો અને એને ચેપગ્રસ્ત જગ્યાએ મૂકવાથી બળતરા થાય છે અને આવું કરવાથી તમને વાઇરસના સંક્રમણનું જોખમ પણ રહે છે.’
હાથવગી સહાય

beauty

બન્ને ડૉક્ટરો સૂચવે છે કે જેઓ લાંબા સમય સુધી માસ્ક પહેરે છે અથવા જેમને પરસેવો વધારે થતો હોય એની જાણ હોય તેમણે માસ્ક અમુક સમયાંતરે બદલવો જોઈએ. ડૉ. રાણે કહે છે, ‘માસ્ક ઓછામાં ઓછા ચાર કલાકમાં એક વાર બદલવો જોઈએ.’ તો ડૉ. પંજાબી ઉમેરે છે કે જો તમારી ત્વચા ખીલ થઈ શકે એવી હોય તો યોગ્ય ક્લેન્ઝર વાપરો અને જેમને ખંજવાળ, સૂકી ફોડલીઓ થતી હોય તેમણે માઇલ્ડ ક્લેન્ઝરનો ઉપયોગ કરવો જોઈએ. તેઓ આગળ કહે છે, ‘કામ પર પહોંચ્યા પછી અથવા કામ થઈ ગયા પછી તમારા ચહેરાને ધોઈ નાખો અને માસ્ક બદલો. જો ત્વચા કે ફોડલીઓ ખૂબ ગરમ લાગે તો આઇસ પૅકનો ઉપયોગ કરો.’
ત્વચાને સ્પર્શ કરવાનું અથવા ખંજવાળવાનું આપણે ટાળવું જોઈએ. ડૉ. પંજાબી સમજાવતાં કહે છે, ‘તમે ત્વચાને ઠંડક આપનાર કેલામાઇન લોશન અથવા એલોવેરા જેલ લગાડી શકો છો. રાતે તમે રિપેર ક્રીમ અથવા સીરમનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ જો અ સમસ્યામાં કોઈ ફરક ન પડે અથવા એ વધે તો તરત જ ડૉક્ટર પાસે પહોંચી જવું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK