મારી ઑફિસના સ્ટાફ એક છોકરીના નામે પરેશાન કરે છે. શું કરવુ જોઈએ?

સેજલને સવાલ - સેજલ પટેલ | Apr 01, 2019, 13:02 IST

ઑફિસમાં નાની વયની એક છોકરી સાથે અફેરની સાવ ખોટી વાતો ઊડી હોવાથી બહુ ડિસ્ટર્બ રહું છું

મારી ઑફિસના સ્ટાફ એક છોકરીના નામે પરેશાન કરે છે. શું કરવુ જોઈએ?
પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારી ઉંમર ૪૩ વર્ષ છે. વાઇફ પાંચ વર્ષ પહેલાં અકસ્માતમાં ગુજરી ગઈ એ પછીથી એકલો જ રહું છું. દીકરો બોર્ડિંગ સ્કૂલમાં ભણે છે અને હું છેલ્લાં બાર વર્ષથી એક પ્રાઇવેટ કંપનીમાં મૅનેજર તરીકે કામ કરું છું. કંપનીમાં બીજો સપોર્ટિવ સ્ટાફ બહુ સારો છે, પણ મારા હાથ નીચે કામ કરતી એક-બે મહિલાઓ બહુ ચાંપલી છે. એમાંય છેલ્લા છ-આઠ મહિનાથી તો આ વાતાવરણમાં જીવવું બહુ અઘરું થઈ ગયું છે. બે છોકરીઓને તો એવું લાગે છે કે તેને કોઈ હસીને પ્રેમથી બોલાવે તો તે તેની પાછળ લટ્ટé જ હશે. તેમની સાથે કોઈ પણ કમ્યુનિકેશન થાય ત્યારે તેઓ મારી સાથે એવી રીતે બિહેવ કરે જાણે હું તેમની સાથે વાત કરવા મરી પડું છું. તેમને લાગે છે કે હું તેમના પર લાઇન મારવાની કોશિશ કરું છું. પત્નીના ગયા પછી શરૂઆતમાં મને તકલીફ પડી હતી, પણ હવે હું આત્મસંતોષી છું. એમ છતાં આ મહિલાઓએ નવી જોડાયેલી એક ટ્રેઇની સાથે મારા નામને જોડીને વાતને બહુ બગાડી નાખી છે. તે છોકરી હજી વીસ વર્ષની છે અને મને અંકલ કહીને બોલાવે છે. બીજા લોકો તેની ટ્રેઇનિંગ દરમ્યાન ખૂબ મજાક ઉડાવતા એટલે તે મારી પાસે શીખવા આવતી અને એટલે લોકોએ વાત ઉડાડી કે મારું તેની સાથે ચક્કર ચાલે છે. વાત બગડે એ પહેલાં જ મારા બૉસે પેલી છોકરીની બીજે ટ્રાન્સફર કરી નાખી. કોઈ વાંક-ગુનો ન હોવા છતાં લોકોની વાતોને કારણે પેલી છોકરીની નોકરીનો ભોગ લેવાયો. આ બધું જ થઈ ગયું હોવા છતાં બાકીનો સ્ટાફ હજીયે મને પેલી છોકરીના નામે પરેશાન કરે છે. મારી જાતને સાચી સાબિત કરવા માટે શું કરવું એ જ સમજાતું નથી.

જવાબ : જ્યારે પણ આપણા ચારિત્ર્ય પર આળ લાગે એવી વાતો થાય ત્યારે સૌથી પહેલાં તો આંખ બંધ કરીને અંતરાત્માને પૂછી લેવું. આપણા બાહ્ય વર્તાવને જ નહીં, ઇરાદાઓને પણ તપાસી લેવા. ધારો કે એમાં થોડીક પણ મલિનતા જણાય તો જાત પર કામ કરવું અને સભાનપણે પ્રોફેશનલ વર્કમાં આવા ઇરાદાઓ ફરી ન આવે એની કાળજી રાખવી. ધારો કે જાતનિરીક્ષણ દરમ્યાન લોકોની વાતમાં જરાય તથ્ય ન હોય તો લોકોએ લગાવેલા લાંછનનો ટોપલો મગજમાં લેવો જ નહીં. જ્યારે આપણા પર લાગતા ખોટા આળથી આપણે ઉશ્કેરાઈ જઈએ છીએ ત્યારે વિરોધીઓને એનાથી મજા પડે છે. લોકોને જે કહેવું હોય એ કહે, તમે તમારી શાંતિ અને સ્થિરતા ન ગુમાવો. અમુક બાબતો પુરાવાઓ સાથે સાબિત નથી કરી શકાતી. એના પુરાવા યોગ્ય સમય અને સંજોગો આવે ત્યારે જ મળે છે.

સમાજમાં બીજાના ચારિત્ર્ય પર આંગળી ઉઠાવવાનું અને પીઠ પાછળ કોઈના અફેરની અમથી વાતો ચર્ચીને જાતે ગલગલિયાં કરી લેવાનું આપણા સમાજમાં જબરું ચલણ છે. આ બધાથી આપણે ઉપર ઊઠવું જ રહ્યું. બીજું, એક સાઇકોલૉજી પણ સમજવી જરૂરી છે. એકલી રહેતી વ્યક્તિઓને આત્મીય સંબંધોની ખોટ વર્તાતી હોય છે.

આ પણ વાંચો : મને દર વખતે પ્રેગ્નન્સીની ચિંતા રહેવાથી હું બહુ સ્ટ્રેસમાં રહું છું. શું કરવું?

તેઓ ઑફિસમાં સાથે કામ કરતા સંબંધોમાં આત્મીય બનાવવાની કોશિશ કરે છે, કેમ કે એકલા લોકો માટે તો પોતાની ઑફિસ જ પરિવાર જેવી લાગતી હોય છે અને લોકો એમાં ગેરસમજ કરે છે. સિંગલ વ્યક્તિઓએ આ બાબતે વધુ સભાન થવાની જરૂર છે. આત્મીય સંબંધોની ખોટ હોય તો અન્ય સામાજિક વર્તુળમાં હળવા-ભળવાનું શરૂ કરો.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK