Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > ચાલીસ વર્ષ પછી સાડી સોહામણી

ચાલીસ વર્ષ પછી સાડી સોહામણી

30 September, 2011 05:18 PM IST |

ચાલીસ વર્ષ પછી સાડી સોહામણી

ચાલીસ વર્ષ પછી સાડી સોહામણી



નવરાત્રિમાં ચણિયા-ચોળી પહેરવાની ઉંમર વિતાવ્યા બાદ સાડી સૌથી બેસ્ટ ઑપ્શન છે



બાંધણી



બાંધણી સદાબહાર છે. બાંધણીમાં સિïલ્ક સારું લાગે, પણ એ યોગ્ય નથી; કારણ કે પસીïનાને કારણે સિïલ્કના મટીિïરયલની હાલત બગડે છે એટલે ગઢવાલ સિïલ્ક, કૉટન કે જ્યૉર્જેટના મટીïરિયલ પર આરી-વર્ક અને મિïરર-વર્ક કરેલી સાડીઓની આ વખતે ડિïમાન્ડ વધારે છે. જે સ્ત્રીઓ બાંધણીની સાડી પહેરવાનું પસંદ કરતી હોય છે તેમના માટે જ્યૉર્જે‍ટ કે ક્રૅપ સિïલ્કની બાંધણી પર હેવી મિરર-વર્કની બૉર્ડર, પારસી-વર્કની બૉર્ડર અને પૅચિસ તેમ જ કચ્છી-વર્ક સારું લાગે છે. સાડીમાં પારસી-વર્ક અને બ્રૉકેડનું પૅચ-વર્ક નવરાત્રિમાં ખૂબ શોભશે.


કોટા

રાજસ્થાનના કોટાની કડક સાડીઓ નવરાત્રિમાં પહેરવા માટે સારી રહે છે. મરૂન, ગ્રીન, યલો જેવા રંગોની કોટાની સાડીઓ પર હલકી પ્રિન્ડ કે થોડું દોરાવર્ક કર્યું હશે તો સાડીનો લુક વધારે સુંદર લાગશે. આ રાજસ્થાનની પરંપરાગત સાડીઓ થોડી કડક હોવાથી પાતળી સ્ત્રીઓને વધારે સૂટ કરે છે. વધારે હેવી બૉડીવાળાઓએ કોટાની સાડીઓ ન પહેરવી, કારણ કે એમાં શરીર વધારે ફૂલેલું લાગે છે.

કૉટનની સાડીઓ

કૉટનની સાડીઓ કેટલીક વાર દેખાવમાં ખૂબ જ અસ્તવ્યસ્ત અને ચીપ લાગે છે, પણ જો એ બરાબર ન પહેરી હોય તો. કૉટનની સાડીઓને ઇસ્ત્રી કરવાની જરૂર પડે છે. એક વાર ધોયા બાદ જો એમાં કાંજી કરીને એને ઇસ્ત્રી કરવામાં આવે તો એ પર્હેયા બાદ વ્યવસ્થિત લાગે છે. કૉટનની સાડીઓમાં હંમેશાં થોડું જાડું હોય એવું કૉટન પસંદ કરવું, જેથી એ બેસી ન જાય. કૉટનની પ્લેન સાડીઓ પર કચ્છી-વર્ક, મિરર-વર્ક કે દેશી ભરત કરાવી શકાય. ઊનના દોરાઓથી કરેલું મિરર-વર્ક કૉટનની સાડીઓને ચણિયા-ચોળીનો લુક આપશે. જો હેવી ચણિયા-ચોળી જેવો લુક આપવો હોય તો હેવી મિરર-વર્ક અને પૅચવાળી બૉર્ડર અલગથી સાડી પર મુકાવવી તેમ જ સાડીમાં ઑલઓવર કચ્છી ભરત કરાવવું. આ સાથે બ્લાઉઝ પણ થોડું હેવી વર્ક કરેલું પહેરવાથી અસલ ચણિયા-ચોળીનો લુક મળશે.

પટોળાં

પટોળા એક ખૂબ જ પ્રેસ્ટિજિયસ અને જાજરમાન સાડી છે. સારા પ્રસંગોએ પટોળા પહેરવાનો આપણે ત્યાં ખાસ રિવાજ હોય છે. પટોળામાં મરૂન, ગ્રીન, યલો જેવા કલર્સ ગરબામાં સારા લાગશે. પટોળા પર કરવામાં આવતી પ્રિન્ટ્સ પણ નવરાત્રિમાં શોભે એવી હોય છે.

જ્વેલરી

જ્વેલરીમાં કૉટન અને કોટાની સાડીઓ સાથે નવરાત્રિમાં પહેરવા માટે ઑક્સિડાઇઝની હેવી જ્વેલરી સારી લાગશે. હાથમાં ગોલ્ડન કે સિલ્વર છીપવાળા ચૂડલા પહેરવા. ગળામાં ઑક્સિડાઇઝનો ટૂંકો નેકલેસ પહેરવા કરતાં લાંબો માળા ટાઇપનો મોટા પેન્ડન્ટવાળો નેકલેસ સારો લાગશે. જો બલોયાં પહેરવાં હોય તો ફક્ત બંગડીની જેમ વાઇટ સાથે રેડ કે ગ્રીન કલરનાં બલોયાં મિક્સ કરીને પહેરવાં, પણ એ ફક્ત હાથમાં આગળના ભાગમાં. પગમાં ઝાંઝર કે સાંકળા મસ્ટ છે. માથામાં એક પાતળો ટીકો લગાવી શકાય. દામડી સારી નહીં લાગે.

હેરસ્ટાઇલ

માથામાં જાળી નાખીને વાળેલો વ્યવસ્થિત અંબોડો સારો લાગશે. અંબોડાની ફરતે ફૂલની વેણી કે ઑક્સિડાઇઝનું બ્રૉચ સારું લાગશે. અંબોડો થોડો નીચેની તરફ બાંધવો. અંબોડો વાળ્યા બાદ એક સાઇડમાં ચાર વાઇટ રંગના ગુલાબનાં ફૂલ કે એક યલો કે રેડ કલરનું ઝરબેરાનું ફૂલ સુંદર લુક આપશે. જો વાળ લાંબા હોય તો ચોટલો પણ વાળી શકાય. ચોટલામાં કોઈ ડેકોરેશન કર્યા વગર ફક્ત કોડીઓના ફૂમતાવાળો એક પરાંદો લગાવવો. Whatsapp-channel Whatsapp-channel

30 September, 2011 05:18 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK