Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > Samsung ફોલ્ડેબલ 5G ‘ગેલેક્સી ફોલ્ડેબલ’ ફોન લોન્ચ, 1.65 લાખની કિંમત

Samsung ફોલ્ડેબલ 5G ‘ગેલેક્સી ફોલ્ડેબલ’ ફોન લોન્ચ, 1.65 લાખની કિંમત

01 October, 2019 08:07 PM IST | Mumbai

Samsung ફોલ્ડેબલ 5G ‘ગેલેક્સી ફોલ્ડેબલ’ ફોન લોન્ચ, 1.65 લાખની કિંમત

સેમસંગ ફોલ્ડેબલ સ્માર્ટ ફોન

સેમસંગ ફોલ્ડેબલ સ્માર્ટ ફોન


Mumbai : સ્માર્ટ ફોનનો રાજા કહેવાતા સેમસંગે તેનો પહેલો ફોલ્ડેબલ ડિસ્પ્લેવાળો 5G સ્માર્ટફોન ‘ગેલેક્સી ફોલ્ડ’ ને ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ ફોન કંપનીનો અત્યાર સુધીનો સૌથી મોંઘો ફ્લેગશિપ સ્માર્ટફોન કહેવામાં આવે છે. આ ફોનને 12 GB રેમ અને 5 GB સ્ટોરેજવાળા સિંગલ વેરિઅન્ટમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે. ગેલેક્સી ફોલ્ડની ભારતમાં કિંમત 1.65 લાખથી શરૂ થાય છે. ફોનનું પ્રિબુકિંગ 4 ઓક્ટોબર અને વેચાણ 20 ઓક્ટોબરથી શરૂ થશે.




જાણો, ફોલ્ડેબલ ફોનના ખાસ ફિચર
સેમસંગ ગેલેક્સી ફોલ્ડ સાથે કેટલીક એક્સક્લૂસિવ કસ્ટમર કેર સુવિધાઓ મળશે. તેમાં ‘વન-ઓન-વન એક્સેસ ટૂ સેમસંગ એક્સપર્ટ’, ‘24x7 હબ ઓનલાઇન’ અને ‘ઓવર ધ ફોન સપોર્ટ’ સામેલ છે. સેમસંગ ‘ગેલેક્સી A10‘, ‘ગેલેક્સી નોટ 10‘ અને ‘ગેલેક્સી A90’ પછી ‘ગેલેક્સી ફોલ્ડ’ કંપનીનો ચોથો 5G સ્માર્ટફોન છે. રિપોર્ટ પ્રમાણે કંપની સસ્તા ગેલેક્સી ફોલ્ડ બનાવવા પર પણ કામ કરી રહી છે. તેની કિંમત આશરે 72 હજાર રૂપિયા હોઈ શકે છે.


ફોલ્ડ ફોનના ડિસ્પ્લેની આ છે ખાસીયતો
સેમસંગ ગેલેક્સી ફોલ્ડમાં 7.3 ઇંચની ઈન્ફિનિટી ફ્લેક્સ ડિસ્પ્લે અને 6 કેમેરા છે. આ ડિવાઇસમાં 4.6 ઇંચની સેકન્ડરી ડિસ્પ્લે છે. આ ફોનની ડિસ્પ્લે ઓપન થાય છે ત્યારે તે 7.3 ઇંચની બને છે અને ક્લોઝ થાય છે ત્યારે 4.6 ઇંચની બને છે. આ ફોનમાં 2 બેટરી આપવામાં આવી છે. બંને બેટરી મળીને ફોનમાં કુલ 4380mAhની બેટરી મળે છે. તેમાં ફાસ્ટ વાયર ચાર્જિંગ સાથે વાયરલેસ ચાર્જિંગની પણ સુવિધા આપવામાં આવી છે.



આ પણ જુઓ : નકામી વસ્તુઓમાંથી બનાવાયા ક્રિએટિવ ડિઝાઇનર ડ્રેસ, જુઓ તસવીરો

સેમસંગ ફોલ્ડ ફોનની ખાસીયતો
ડિસપ્લે            : 7.3 ઇંચ(પ્રાઇમરી), 4.6 ઇંચ (સેકન્ડરી)
રિઝોલ્યુશન       : 1536*2152 પિક્સલ
રેમ                 : 12GB
પ્રોસેસર            : 7mm ક્વોલકોમ સ્નેપડ્રેગન 855 ઓક્ટાકોર એડ્રિનો 640 gpu
કેમેરા               : 10MP(ફ્રન્ટ), 16MP(અલ્ટ્રા વાઇડ લેન્સ) + 12MP (વાઇડ એંગલ) + 12MP (ટેલિફોટો)
સ્ટોરેજ             : 512 GB
બેટરી              : 4380 mAh


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2019 08:07 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK