Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > Samsung Galaxy S10 Liteની કિંમત અને ફીચર્સ લીક, ટૂંક સમયમાં થશે લૉન્ચ

Samsung Galaxy S10 Liteની કિંમત અને ફીચર્સ લીક, ટૂંક સમયમાં થશે લૉન્ચ

20 December, 2019 03:30 PM IST | Mumbai Desk

Samsung Galaxy S10 Liteની કિંમત અને ફીચર્સ લીક, ટૂંક સમયમાં થશે લૉન્ચ

Samsung Galaxy S10 Liteની કિંમત અને ફીચર્સ લીક, ટૂંક સમયમાં થશે લૉન્ચ


ઘણાં સમયથી ચર્ચા છે કે Samsung પોતાના લોકપ્રિય સ્માર્ટફોન Galaxy S10ના Lite વેરિએંટ પર કામ કરે છે અને ટૂંક સમયમાં જ આને માર્કેટમાં લાવવામાં આવશે. આની સાથે જ કંપની વધુ બે સ્માર્ટફોનને લૉન્ચ કરી શકે છે. Galaxy S10 Liteની આતુરતાથી રાહ જોતાં યૂઝર્સ માટે ખાસ વાત એ છે કે લૉન્ચ પહેલા આ ફોનની કિંમત અને ફીચર્સ સામે આવી ગયા છે. લીક્સ પ્રમાણે Galaxy S10 Liteમાં 48 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર અને 8 જીબી રેમ આપવામાં આવી છે.

Samsung Galaxy S10 Liteના સ્પેસિફિકેશન
Samsung Galaxy S10 Liteના ફીચર્સની વાત કરીએ તો આમાં 6.7 ઇંચનું સુપર એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. આની સ્ક્રીન રેઝોલ્યૂશન 1080×2400 પિક્સલ અને 20:9 આસ્પેક્ટ રેશિયો છે. ફોનમાં પંચ-હોલ ફ્રન્ટ ફેસિંગ કેમેરો આપવામાં આવી શકાય છે. આ સિવાય લીક્સ પ્રમાણે કંપની આ ફોનને કૉલકૉમ સ્નેપડ્રેગન 855 ચિપસેટ પર રજૂ કરી શકે છે. તો કેટલીક ચર્ચાઓ પ્રમાણે ફોનને સેમસંગના Exynos પ્રોસેસર સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે.



Galaxy S10 Liteમાં 8 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આ માઇક્રોએસડી કાર્ડની મદદથી 1TB સુધી એક્સપાન્ડ કરી શકાય છે. ફોટોગ્રાફી માટે આમાં એલઇડી ફ્લેશ સાથે ટ્રિપલ રૅર કેમેરો આપવામાં આવે છે. આમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર, 12 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર, 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ લેન્સ અને 5 મેગાપિક્સલનો મેક્રો લેન્સ આપવામાં આવેલ છે. તો વીડિયો કૉલિંગ અને સેલ્ફી માટે ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. પાવર બૅકઅપ માટે ફોનમાં 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે 4,000એમએએચની બૅટરી આપવામાં આવી શકે છે.


આ પણ વાંચો : બર્થ-ડે, આ 10 ફોટોઝ દર્શાવે છે તૈમૂર છે બોલિવુડ સ્ટાર કિડ

લૉન્ચ પહેલા Galaxy S10 Liteની કિંમત સાથે જોડાયેલી ઘણી ચર્ચાઓ સામે આવી ચૂકી છે. આ ફોનને EUR 679.99 એટલે કે લગભગ 54,000 રૂપિયામાં લૉન્ચ કરવામાં આવી શકે છે. માર્કેટમાં આ ફોન બ્લેક, વાઇટ અને બ્લૂ કલર વેરિએન્ટ ઉપલબ્ધ થઈ શકે છે. આ સિવાય કંપની Galaxy S10e પણ લૉન્ચ કરવાની પ્લાનિંગ કરી રહી છે અને આની કિંમત EUR 749.99 એટલે કે 59,500 રૂપિયા હોઇ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

20 December, 2019 03:30 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK