Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > ગેલેક્સી ફોલ્ડના નિષ્ફળ જવા પર સેમસંગે આપ્યું મહત્વનું નિવેદન

ગેલેક્સી ફોલ્ડના નિષ્ફળ જવા પર સેમસંગે આપ્યું મહત્વનું નિવેદન

03 July, 2019 07:35 PM IST |

ગેલેક્સી ફોલ્ડના નિષ્ફળ જવા પર સેમસંગે આપ્યું મહત્વનું નિવેદન

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દક્ષિણ કોરિયાઈ સ્માર્ટફોન કંપની સેમસંગે પોતાના નવા ગેલેક્સી ફોલ્ડ સ્માર્ટફોનના અસફળ થયા બાદ કહ્યું કે, ફોલ્ડ સ્માર્ટ ફોન પર અમે નિષ્ફળ રહ્યા છીએ. કંપનીના સીઈઓ ડીજે કોહે કહ્યું હતું કે, પૂરી તૈયારી પહેલા અમે આ મોડલને ઉતાવળમાં લોન્ચ કર્યો હતો અને આ લોન્ચના કારણે શરમજનક છે.

ગેલેક્સી ફોલ્ડ લોન્ચની વાત કરતા સેમસંગ આઈટી એન્ડ મોબાઈલ કોમ્યુનિકેશન્સ ડિવીઝનના અધ્યક્ષ અને સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના મુખ્ય કર્મચારી અધિકારીએ કહ્યું હતું કે,' આ શરમજનક છે. આ ફોનને પૂરી રીતે તૈયાર કર્યા પહેલા આ ફોનને લોન્ચ કરવો અમારી ભૂલ હતી. હાલ કંપનીએ વેચેલા ફોન પરત ખેચી રહી છે અને ફોનને લઈને ટેસ્ટિંગ હાથ ધરાયા છે.



અર્સ ટેકચાનિકાએ કૉ કોહેના હવાલાથી કહ્યું હતું કે, હાલ ઘણા પાસાઓને ધ્યાનમાં રાખીને 2 હજારથી વધારે ફોન પર સેમ્પલ ટેસ્ટિંગ થઇ રહ્યું છે. અમે દરેક બાબતોને ધ્યાનમાં રાખી રહ્યા છીએ. આ ટેસ્ટિંગમાં એવી કેટલીક વાતો પણ સામે આવી છે જેના વિશે અમે વિચાર્યું પણ નથી. પરંતુ અમારા એક્સપર્ટ આ વિશે મોટા પ્રમાણમાં રિસર્ચ કરી રહ્યા છે. સેમસંગ હાલ 2,000 કરતા પણ વધારે ફોલ્ડીંગ ફોન પર લાઈવ ટેસ્ટીંગ કરી રહ્યું છે જેથી ભવિષ્યમાં ફોનને લઈને અન્ય કોઈ સમસ્યા સામે ન આવે.


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2019 07:35 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK