Samsung Galaxy Fold Review: ભારતનો સૌથી મોંઘો સ્માર્ટફોન

Published: Nov 09, 2019, 16:02 IST | Mumbai Desk

કંપની આના બૉક્સની સાથે ગેલેક્સી બડ્સ વાયરલેસ હેડફોન ઑફર કરી રહી છે.

તસવીર સૌજન્ય (જાગરણ)
તસવીર સૌજન્ય (જાગરણ)

દક્ષિણ કોરિયાની કંપની સેમસન્ગ પોતાના ઇનોવેશન વધારે નવી ટેક્નોલૉજી માટે વિશ્વભરમાં જાણીતાં છે. સેમસન્ગે પોતાના સ્માર્ટફોન્સ માટે ઇન્ફિનીટી ડિસ્પ્લે, કર્વ્ડ ડિસ્પ્લે જેવા કેટલાક ઇનોવેટિવ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં આયોજિત મોબાઇલ વર્લ્ડ કોન્ગ્રેસમાં કંપનીએ આવી જ નવી ઇનોવેટિવ ટેક્નોલૉજીવાળા સ્માર્ટફોન સેમસન્ગ ગેલેક્સી ફોલ્ડને શૉકેસ કર્યો હતો. કંપનીએ વિશ્વની પહેલી ફોલ્ડ થતા ડિસ્પ્લે ટેક્નોલોજીને રજૂ કરીને નવા આયામો સ્થાપ્યા છે. આના પછી કેટલીક બીજી કંપનીઓએ પણ પોતાના ફોલ્ડેબલ સ્ક્રીનને શોકેસ કરી હતી, પણ ડિસ્પ્લે ટેક્નોલોજી બાબતે સેમસન્ગે ફરી એકવાર સાબિત કરી છે કે તે સૌથી પહેલો છે. આજે જે સ્માર્ટફોનનો રિવ્યૂ છે તે સેમસન્ગના તે ઇનોવેટિન ટેક્નોલોજીવાળા ગેલેક્સી ફોલ્ડ સ્માર્ટફોનનો છે.

સેમસન્ગ ગેલેક્સી ફોલ્ડ વિશે જો તમે નથી ઓળખતાં તો જણાવીએ કે આ ફેબ્રુઆરીમાં રજૂ કર્યા પછી જુલાઈમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો, પણ આના ફોલ્ડેબલ સ્ક્રીનમાં ફરિયાદ થવાને કારણે તેને બીજીવાર લૉન્ચ કરવામાં આવ્યો. બીજીવાર લૉન્ચ કરવામાં આવેલા સેમસન્ગ ગેલેક્સી ફોલ્ડની ફોલ્ડેબલ સ્ક્રીનને હવે હજી વધારે પ્રૉટેક્ટિવ બનાવવામાં આવી છે. તેને તાજેતરમાં જ ભારતમાં લૉન્ચ કરવામાં આવ્યો. આ સ્માર્ટફોનમાં ફોલ્ડેબલ સ્ક્રીનની સાથે કેટલાક ખાસ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે, જે આને એક પ્રીમિયમ ડિવાઇસ બનાવે છે.

ડિઝાઇન
Samsung Galaxy Fold ડિઝાઇન બાબતે અન્ય સ્માર્ટફોન્સથી ખૂબ જ અલગ છે. આમાં બે સ્ક્રીન આપવામાં આવી છે, એક સ્ક્રીન જે ફોન ફોલ્ડ થયા પછી દેખાય છે અને બીજી જે સ્ક્રીન ઓપન થયા પછી દેખાય છે. જે સ્ક્રીન ફોન ફોલ્ડ થયા પછી દેખાય છે, તે સ્ક્રીન સાઇઝમાં નાની છે અને મેન સ્ક્રીનનું કામ કરે છે. એટલે કે સ્ટેન્ડબાય મોડમાં તમને આ સ્ક્રીન ઉપર તરફ દેખાશે. તમે કૉલિંગ માટે પણ ફોનને ફોલ્ડ કરીને સ્ક્રીનનો ઉપયોગ કરશો. ફોનની ડિઝાઇન ખૂબ જ એટ્રેક્ટિવ છે અને તમે આમાં નવી ટેક્નોલોજીને અનુભવી શકો છો. ફોન ફોલ્ડ થયા પછી પાતળો અને લાંબો દેખાય છે, જ્યારે તેના ફોલ્ડને ઓપન કરીનેતેને એક ટેબની જેમ પણ વાપરી શકો છો.

ફોનમાં ઇનફિનિટી ફ્લેક્સ ડિઝાઇનવાળી 7.3 ઇન્ચની ડાયનામિક AMOLED ફોલ્ડેબલ મેકેનિઝ્મ અને હિંઝને 2 લાખથી વધારે વાર તપાસવામાં આવ્યો છે. એટલે કે આની ફોલ્ડેબલ સ્ક્રીનના તૂટવાની શક્યતા ખૂબ જ ઓછી છે. ડિસ્પ્લેને ફોલ્ડ અને અનફોલ્ડ કરવા માટે વધારે મહેનત નથી કરવી પડતી. તમે આને ડેલિકેટ ટચ સાથે ફોલ્ડ અને અનફોલ્ડ કરી શકો છો. આ પ્રોસેસ ખૂબ જ સ્મૂથલી કામ કરે છે. આનો ફોલ્ડેબલ ડિસ્પ્લેમાં નવી સ્ક્રીન મટેરિયલ ટેક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોલ્ડેબલ ડિસ્પ્લેની ફ્લેક્સિબિલિટી બનાવવા માટે મલ્ટીલેયર સ્ક્રીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ડિસ્પ્લેના કલર અપિયરેન્સની વાત કરીએ તો આના ડાયનૉમિક AMOLED ડિસ્પ્લેમાં HDR 10 + કલર કૉન્ટ્રાસ્ટ મળે છે જે આને ડાયનૉમિક ટોન મેપિગને કારણે સ્ક્રીન-ટૂ-સ્ક્રીન કલરને કરેક્ટ કરે છે. એટલે કે તમે આના રિયર અને સેકેન્ડકી ડિસ્પ્લેમાં હાઇ ક્વૉલિટીના વીડિયો સ્ટ્રીમ કરી શકો છો. ડિસ્પ્લેમાં યૂઝર્સની આંખોનું ધ્યાન રાખતાં બ્લૂ ટાઇડ રિડક્શન ટેક્નોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે જે આના હાનિકારક બ્લૂ રે ફિલ્ટર કરીને તમારી આંખો સુધી પહોંચાડે છે. હવે વાત કરીએ આના ફોલ્ડેબલ ડિસ્પ્લેને ફ્લેક્સિબિલિટી આપતાં હિંઝની વળતાં હિંઝમાં મલ્ટીપલ ઇન્ટરલૉકિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે આને ફોલ્ડ અને અનફોલ્ડ થવામાં મદદ કરે છે.

Samsung Galaxy Fold

ફોનના બેકમાં ટ્રિપલ રિયર કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે. સેકેન્ડરી ડિસ્પ્લેમાં ડ્યૂલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે, જ્યારે તેના મેન સ્ક્રીન કે ફ્રન્ટ સ્ક્રીનમાં સિંગલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. ફોનના લેફ્ટ સાઈડમાં સિમ કાર્ડ સ્લૉટ આપવામાં આવ્યો ચે. તો જમણી તરફ આમાં પાવર બટન, વૉલ્યૂમ રૉકર્સ અને સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં USB Type C કનેક્ટિવિટી પોર્ટ આપવામાં આવી છે. આ 3.5mm ઑડિયો જેક સાથે નથી આવતો, આવામાં યૂઝર્સ થોડા નિરાશ થઈ શકે છે, પણ કંપની આના બૉક્સની સાથે ગેલેક્સી બડ્સ વાયરલેસ હેડફોન ઑફર કરી રહી છે.

પર્ફોર્મન્સ
ફોન પર્ફોર્મન્સ મામલે પણ ખૂબ સારો છે. આમાં 12 GB રેમ આપવામાં આવ્યું છે, જે મલ્ટી ટાસ્કિંગ માટે બેસ્ટ કહેવામાં આવી શકે છે. તમે આની ફ્રન્ટ સ્ક્રીનનો ઉપયોગ કરે કે પછી રિયર સ્ક્રીન કે ફોલ્ડેબલ સ્ક્રીનનો ઉપયોગ કરો, તમે કેટલી પણ એપ્સ ઓપન કરો આ સ્મૂથલી કામ કરે છે. ફોનમાં કૉલકૉમ સ્નેપડ્રેગન 855 ચિપસેટ પ્રૉસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રૉસેસર વર્ષના બધાં જ પ્રીમિયમ એન્ડ્રૉઇડ સ્માર્ટફોન્સમાં જોવા મળે છે. ફોનમાં 512GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે.

સારું પ્રૉસેસર અને રેમને કારણે તમે આ એક ચાલતાં-ફરતાં લૅપટૉપની જેમ વાપરી શકો છો. Galaxy Fold OneUI ઑરકેટિંગ સિસ્ટમ પર રન કરે છે. આમાં એન્ડ્રૉઇડ 9 પાઇ પર આધારિત ઑપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં આમાં તમને એન્ડ્રૉઇડ 10 પર આધારિત OneUI 2.0 ઑપરેટિંગ સિસ્ટમ જોવા મળી શકે છે. કંપનીએ તાજેતરમાં જ આ ઑપરેટિંગ સિસ્ટમને શૉકેસ કરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK