Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > Samsung Galaxy A80 ભારતાં લોન્ચ થયો, જાણો શું છે ફીચર્સ

Samsung Galaxy A80 ભારતાં લોન્ચ થયો, જાણો શું છે ફીચર્સ

18 July, 2019 10:10 PM IST | Mumbai

Samsung Galaxy A80 ભારતાં લોન્ચ થયો, જાણો શું છે ફીચર્સ

સેમસંગન ગેલેક્ષી A80 ભારતમાં લોન્ચ

સેમસંગન ગેલેક્ષી A80 ભારતમાં લોન્ચ


Mumbai : સેમસંગે Galaxy A80 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનની ખાસ વાત એ છે કે તેમાં રોટેટિંગ કેમેરા આપવામાં આવ્યો છે. કંપની અનુસાર દુનિયાનો આ પ્રથમ એવો સ્માર્ટફોન છે જે રોટેટિંગ ટ્રિપલ કેમેરા સ્માર્ટફોન છે. કંપનીએ દાવો કર્યો છે કે તેમાં આપવામાં આવેલા 48 મેગાપિક્સલનો કેમેરા સેન્સર અન્ય સ્માર્ટફોન કેમેરા કરતા શાનદાર છે.

Galaxy A80ના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેમાં 6.7 ઇંચની ફૂલ એચડી પ્લસ સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જ્યારે ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 730G ઓક્ટાકોર પ્રોસેસર છે અને Android 9 Pie બેસ્ડ Samsung ONE યૂઝર ઇન્ટરફેસ પર ચાલે છે. આ સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે રોટેટિંગ કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. જે ફ્રંટ અને રિયર બન્ને બાજુ કામ કરશે. પ્રાઈમરી કેમેરા 48 મેગાપિક્સલનો અને બીજો કેમેરા 8 મેગાપિક્સલનો છે જે અલ્ટ્રા વાઈડ છે. જ્યારે ત્રીજો 3D ડેપ્થ સેન્સિંગ કેમેરા છે.

આ ફોનમાં 8GB RAM/128 GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. બેટરી 3,700mAh છે. જે 25w સુપર ફાસ્ટ ચાર્જ સપોર્ટ કરે છે અને USB Type C આપવામાં આવ્યું છે. Galaxy A80 ત્રણ કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ રહેશે. તેમાં ગોસ્ટ વાઇડ, ફેન્ટમ બ્લેક અને એજેલ ગોલ્ડ સામેલ છે.

શું છે સ્માર્ટ ફોનની કિંમત, જાણો અહીં
Samsung Galaxy A80ની કિંમતની 47,990 રૂપિયા છે. આ ફોન માટે 22 જુલાઈ થી 31 જુલાઈ સુધઈ પ્રી બુકિંગ કરી શકાશે. જ્યારે 1 ઓગસ્ટથી સેલિંગ શરૂ થશે.


Whatsapp-channel Whatsapp-channel

18 July, 2019 10:10 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK