Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > Samsung Galaxy A70:ફાસ્ટ ચાર્જિંગ અને ટ્રિપલ રિયર કેમેરા સાથે ફોન લોન્ચ

Samsung Galaxy A70:ફાસ્ટ ચાર્જિંગ અને ટ્રિપલ રિયર કેમેરા સાથે ફોન લોન્ચ

17 April, 2019 05:09 PM IST |

Samsung Galaxy A70:ફાસ્ટ ચાર્જિંગ અને ટ્રિપલ રિયર કેમેરા સાથે ફોન લોન્ચ

Samsung Galaxy A70:ફાસ્ટ ચાર્જિંગ અને ટ્રિપલ રિયર કેમેરા સાથે ફોન લોન્ચ


સેમસંગે પોતાની A સિરીઝમાં લેટેસ્ટ એડિશન ફોન Galaxy A70 લોન્ચ કરી દીધો છે. સત્તાવાર રીતે સેમસંગે બેંગકોકમાં Galaxyની ઈવેન્ટમાં ફોન લોન્ચ કર્યો હતો. આ ફોનમાં 6.7 ઈંચની સુપર AMOLED ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 675 ચિપસેટ અને 4500 MaH બેટરી છે.

સેમસંગે આ સાથે જ J સિરીઝ બંધ કરવાની જાહેરાત કરી છે. અને હવે પોતાની નવી A સિરીઝમાં Galaxy A50, Galaxy A30, Galaxy A20 અને Galaxy A10 ભારતમાં લોન્ચ કરી દીધા છે. આ ફોનની કિંમત 5 હજારથી 20 હજારની વચ્ચે છે. Galaxy A70 સાથે સેમસંગે 30 હજારની કિંમતની સિરીઝમાં પોતાનું મોડેલ લોન્ચ કર્યું છે. કંપનીએ એ પણ કન્ફર્મ કર્યું છે કે Galaxy A80 ભારતમાં મે મહિનામાં લોન્ચ થશે.



Galaxy A70ની ભારતમાં કિંમત અને આ છે રિલીઝ ડેટ


Galaxy A70ની કિંમત 28,990 રૂપિયા છે. ફોન માટે પ્રિ ઓર્ડર 20થી 30 એપ્રિલ દરમિયાન કરી શકાશે. જે ગ્રાહકો Galaxy A70 પ્રિ ઓર્ડર કરશે તેમને 3,799ની કિંમતના Samsun U Flex બ્લુટુથ હેડફોન્સ માત્ર 999માં મળશે. સેમસંગની લેટેસ્ટ Galaxy A ડિવાઈસ સેલ માટે 1 મેથી ઉપલબ્ધ થશે. ફોન વ્હાઈટ, બ્લૂ અને બ્લેક પ્રિઝમ કલરમાં ઉપલબ્ધ થશે. Galaxy A70 રિટેલ સ્ટોર્સ, સેમસંગ ઈ શૉપ અને સેમસંગ ઓપેરા હાઉસમાં ઉપલબ્ધ થશે. ફોન ઓનલાઈન Flipkart પર પણ અવેલેબલ થશે.

Galaxy A70 સ્પેસિફિકેશન


ફોન 6.7 ઈંચ ઈન્ફિનિટી U સુપર AMOLED FHD+ ડિસ્પ્લે સાથે અવેલેબલ છે. ફોનમાં હેડફોન્સ માટે ડોલ્બી Atmos સરાઉન્ડ સાઉન્ડ સપોર્ટ છે. ફોન ઓપ્ટિલકલ ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ્સ સેન્સર અને ફેસ અનલોકને પણ સપોર્ટ કરે છે. Galaxy A70માં ઓક્ટા કોર સ્નેપડ્રેગન 675 ચિપસેટ સાથે 6 જીબી રેમ અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ સાથે અવલેબલ છે.જે 512 જીબી સુધી એક્સ્પાન્ડેબલ છે.

કેમેરાની વાત કરીએ તો Galaxy A70માં 32 MP પ્રાઈમરી સેન્સર સાથે 8 MP અલ્ટ્રા વાઈડ એન્ગલ કેમેરા અને 5 MP ડેપ્થ કેમેરા અપાયો છે. કેમેરા સુપર સ્લો મોશન વીડયો રેકોર્ડિંગ અને સીન ઓપ્ટિમાઈઝરને સપોર્ટ કરે છે. Galaxy A70માં 32 મેગા પિક્સલ સેલ્ફી કેમેરા પણ છે. Galaxy A70માં 4500 MAHની બેટરી છે, ભારતમાં સેમસંગનો પહેલો સ્માર્ટ ફોન છે, જે 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

17 April, 2019 05:09 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK