Flipkart Carnival Sale: ઈલેક્ટ્રિક વસ્તુઓ પર મેળવો અધધધ ડિસ્કાઉન્ટ

Published: 26th December, 2018 20:05 IST

બજેટ ટીવી બનાવતી કંપની Vuનું 43-ઈંચ 4K સ્માર્ટ TV પણ સસ્તું મળી રહ્યું છે. આ ટીવી માર્કેટમાં 41,000 રૂપિયામાં વેચાય છે, પરંતુ ફ્લિપકાર્ટના આ સેલમાં તમે માત્ર 24,999 રૂપિયામાં જ ખરીદી શક્શો. તો Micromaxનું 32 ઈંચનું ટીવી તમે 10,499માં ખરીદી શક્શો.

23થી 31 ડિસેમ્બર સુધી ચાલી રહ્યું છે ફ્લિપકાર્ટનું સેલ
23થી 31 ડિસેમ્બર સુધી ચાલી રહ્યું છે ફ્લિપકાર્ટનું સેલ

ઈ કોમર્સ વેબસાઈટ Flipkart પર યર એન્ડ કાર્નિવલ સેલ ચાલી રહ્યું છે. આ સેલમાં કંપની જુદી જુદી ચીજવસ્તુઓ પર 70 ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપી રીહ છે. આ સેલમાં તમે ટીવી, કન્ઝુમર ઈલેક્ટ્રોનિક્સ અને હોમ અપ્લાયન્સિસ સસ્તામાં ખરીદી શકો છો. આ સેલ 23 ડિસેમ્બરે શરૂ થયું છે અને 31 ડિસેમ્બર સુધી ચાલશે. આ સેલમાં રોજ સવારે 12 વાગ્યાથી લઈને રાત્રે 2 વાગ્યા સુધી ‘Christmas Rush deals’ પણ મળશે.

આ સેલમાં તમેન ઈન્ટરેસ્ટ ફ્રી નો કૉસ્ટ emi સ્કીમનો પણ 12 મહિના સુધી લાભ મેળવી શક્શો. સાથે જ માત્ર 399 રૂપિયામાં એક્સટેન્ડેડ વોરંટી પણ મળી રહી છે. આ ઉપરાંત 22 હજાર રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ ચાલી રહી છે. કંપની ‘grab now or gone’ ડીલ આપી રહી છે, જેમાં યુઝર્સ કોઈ પણ વસ્તુ પર 80 ટકા જેટલું ડિસ્કાઉન્ટ મેળવી શક્શે. SBI ડેબિટ કાર્ડ યુઝર્સને વધારાનું 10 ટકા ડિસ્કાઉન્ટ પણ મળશે.

Flipkartના આ સેલમાં હોમ અપ્લાયંસ પર પણ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે, જેમાં 43 ઈંચનું Xiaomi Mi 4A સ્માર્ટ ટીવી પણ સામેલ છે. આ ટીવી કંપનીએ માર્ચ મહિનામાં જ લૉન્ચ કર્યું હતું. આ ટીવી તમે 21,999 રૂપિયામાં ખરીદી શક્શો. આ ઉપરાંત Samsungના 32 ઈંચ HD LED TV પર 10,901 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ટીવી તમે ડિસ્કાઉન્ટ બાદ 15,999માં ખરીદી શક્શો. તો Thomson B9 Pro 40 ઈંચનું ફૂલ એચડી સ્માર્ટ ટીવી તમે 17,999 રૂપિયામાં મેળવી શક્શો. આ ટીવીની કિંમત 25,999 રૂપિયા છે. તો 

બજેટ ટીવી બનાવતી કંપની Vuનું 43-ઈંચ 4K સ્માર્ટ TV પણ સસ્તું મળી રહ્યું છે. આ ટીવી માર્કેટમાં 41,000 રૂપિયામાં વેચાય છે, પરંતુ ફ્લિપકાર્ટના આ સેલમાં તમે માત્ર 24,999 રૂપિયામાં જ ખરીદી શક્શો. તો  Micromaxનું 32 ઈંચનું ટીવી તમે 10,499માં ખરીદી શક્શો.

ફ્લીપકાર્ટના આ કાર્નિવલ સેલમાં Kent, Xiaomi, Tefal, Honeywell જેવી કંપનીઓના એર પ્યોરિફાયર્સ પણ ખરીદી શકાશે. આ તમામ એર પ્યોરિફાયર્સની કિંમત 5 હજારથી શરૂ થાય છે. આ ઉપરાંત વોશિંગ મશીન, ફ્રીજ પર પણ મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK