Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > તમારું બાળક બ્રશ કરવા રોજ કેટલી ટૂથપેસ્ટ વાપરે છે?

તમારું બાળક બ્રશ કરવા રોજ કેટલી ટૂથપેસ્ટ વાપરે છે?

09 February, 2019 11:56 AM IST |
રૂચિતા શાહ

તમારું બાળક બ્રશ કરવા રોજ કેટલી ટૂથપેસ્ટ વાપરે છે?

વધુ ટૂથપેસ્ટ વાપરતાં હોય તેમને ભવિષ્યમાં ડેન્ટલ ફ્લોરૉસિસ નામની સમસ્યા

વધુ ટૂથપેસ્ટ વાપરતાં હોય તેમને ભવિષ્યમાં ડેન્ટલ ફ્લોરૉસિસ નામની સમસ્યા


જો તમારા બાળકને વધુપડતી ટૂથપેસ્ટ લઈને બ્રશ કરવાની આદત છે તો તેને એવું કરતાં અટકાવજો, કારણ કે એક અભ્યાસ મુજબ જે બાળકો જરૂર કરતાં   થઈ શકે છે. ફ્લોરૉસિસ એટલે દાંત ઝાંખા પડવા, દાંત બટકણા થવા અને ખરબચડા થવા જેવી અવસ્થા નિર્માણ થઈ શકે છે. ફ્લોરૉસિસ થવાનું કારણ છે ટૂથપેસ્ટમાં રહેલું ફ્લોરાઇડ નામનું તત્વ. લગભગ ૭૦ કરતાં પણ વધુ વર્ષ પહેલાં વૈજ્ઞાનિકોના નિરીક્ષણમાં ધ્યાનમાં આવ્યું કે પાણીમાં પણ ફ્લોરાઇડ નામનું તત્વ હોય છે જે દાંતને સડવાથી બચાવે છે. એટલે કે જે લોકો ફ્લોરાઇડયુક્ત પાણી પીતા હતા એ લોકોના દાંત બહેતર હતા. આ સંશોધનના આધારે જ એ પછી જેટલી પણ ડેન્ટલ પ્રોડક્ટ્સ માર્કેટમાં આવી એ બધામાં ફ્લોરાઇડનું પ્રમાણ હતું. આજે પણ માઉથ-ફ્રેશનર, માઉથવૉશ અને ટૂથપેસ્ટથી લઈને દરેક પ્રોડક્ટમાં ફ્લોરાઇડ હોય છે. જોકે આઠ વર્ષથી નાની ઉંમરનાં બાળકોના દાંત પર આ ફ્લોરાઇડનું વધુપડતું એક્સપોઝર થાય તો મોટા થયા પછી તેમના દાંત માટે સમસ્યાનું કારણ બને છે. શિકાગો યુનિવર્સિટીના સંશોધકોને અભ્યાસમાં જાણવા મળ્યું કે ત્રણથી છ વર્ષની ઉંમરનાં લગભગ ૪૦ ટકા બાળકો આખું ભરેલું હોય અથવા તો અડધું ટૂથપેસ્ટથી રંગાયેલું હોય એવું બ્રશ વાપરે છે. જોકે હકીકતમાં ત્રણથી છ વર્ષનાં બાળકોએ વટાણાના દાણા જેટલી ટૂથપેસ્ટ વાપરવાની હોય. એવી જ રીતે એકથી ત્રણ વર્ષની ઉંમરના બાળકે ચોખાના દાણા જેટલી ટૂથપેસ્ટ વાપરવી જોઈએ. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ફ્લોરાઇડ દાંત માટે જરૂરી તત્વ છે, પરંતુ એને સભાનતાપૂર્વક વાપરવું પણ એટલું જ જરૂરી છે.

આ આખી ટૂથપેસ્ટ કથામાં આપણા કામની કોઈ વાત હોય તો એ કે બાળકોને બ્રશ કરાવવાની બાબતમાં કેવી અને કેટલા પ્રમાણમાં ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો જોઈએ. આમ પણ રોજ સવારે ઊઠીને અને રાતે સૂતાં પહેલાં બ્રશ કરવું જોઈએ એવી ટ્રેઇનિંગ વષોર્થી બધા પેરેન્ટ્સ પોતાનાં બાળકોને આપતા આવ્યા છે. જોકે દાંતની સેફ્ટી માટે બનેલી ટૂથપેસ્ટ જ દાંત માટે નુકસાનકારક ન બની જાય અને ઓવરઑલ બાળકની ડેન્ટલ હેલ્થ માટે કઈ તકેદારીઓ રાખવી અનિવાર્ય છે એ વિષય પર થોડીક ચર્ચાઓ કરી લઈએ.
આટલું સમજો પહેલાં



દરેક બાળકના મોઢામાં ઍવરેજ વીસ દાંત હોય છે. ડેન્ટલ હેલ્થની બાબતમાં સૌથી મોટી ગેરમાન્યતા પેરેન્ટ્સમાં એ પ્રવર્તી રહી છે કે દૂધિયા દાંત તો આમેય પડવાના છે તો એની શું કામ ચિંતા કરવી. આ માન્યતા ખોટી છે એવું પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ ડૉ. ખુશ્બૂ સહગલ-છબલાની કહે છે, ‘દૂધિયા દાંત બાળકોના ડેન્ટલ સ્ટ્રક્ચરનું ફાઉન્ડેશન છે. કોઈ પણ ઇમારતનો પાયો જો નબળો હોય તો ઇમારત પણ નબળી જ ગણાય. દૂધિયા દાંત ભલે પડી જવાના હોય, પણ જો એ દાંતમાં પણ ઇન્ફેક્શન હોય તો એની અસર આવનારા નવા દાંત પર પણ પડવાની જ. ઓવરઑલ ઓરલ હાઇજીનની અસર આખા શરીર પર પડતી હોય છે. મોટા ભાગે છ વર્ષથી લઈને બાર વર્ષ સુધીની ઉંમરમાં દૂધિયા દાંત પડવાના શરૂ થતા હોય છે.’


બાળકનો પહેલો જન્મદિવસ હોય ત્યારે એક વાર બાળકોના દાંતના ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ એવી ટકોર ડૉ. ખુશ્બૂ અને ડેન્ટલ અસોસિએશનના નિષ્ણાંતો કરતા હોય છે. મોટા ભાગે આ અપૉઇન્ટમેન્ટ બાળકો કરતાં પેરેન્ટ્સ માટે વધુ મહત્વની હોય છે.
ટૂથપેસ્ટ કઈ છે?

બાળકોની ટૂથપેસ્ટ પણ જુદી હોય છે. આ વિષય પર ડેન્ટિસ્ટ અક્ષદા ગુપ્તા કહે છે, ‘ફ્લોરાઇડ નામનું તત્વ દરેક ટૂથપેસ્ટમાં હોય જ છે, પણ ઍડલ્ટ ટૂથપેસ્ટમાં બીજાં પણ કેટલાંક તત્વ હોય છે જે દાંતના હિતમાં કામ કરે છે. પરંતુ બાળકોના દાંતનું ઇનૅમલ ડેવલપ નથી થયું હોતું. એ ખૂબ જ નાજુક અને કોમળ હોય છે. એટલે મોટાઓ માટે બનેલી જ ટૂથપેસ્ટ બાળકોને આપો તો એ તેમના દાંતને નુકસાન કરી શકે છે. બીજી બાબત એટલે બાળકોની ઓરલ હેલ્થ માટે બે વખત બ્રશ કરવાની સાથે કંઈ પણ ખાધા પછી ગાર્ગલ કરવાની આદત કેળવવાનું પણ નાનપણથી શરૂ કરવું જોઈએ. બાળકોને ચાલતાં-ફરતાં ખાવાની આદત હોય છે. રાતે તમે ગYયું દૂધ પીવાની આદત કેળવી હોય તો દૂધ પીધા પછી મોઢું પાણીથી સાફ કરવાની ટેવ પણ તમારે કેળવવાની હોય. બીજી મહત્વની બાબત એટલે બાળકો ચાવવાની વસ્તુ ખાતાં હોવાં જોઈએ એટલે લીલી શાકભાજી અને ફ્રૂટ્સ ખાવાની પણ આદત બાળક પાસે કેળવવી જોઈએ. ચાવવાનું જેટલું વધે એટલી દાંતની કાર્યક્ષમતા પણ વધે, જે વિશે હજી પણ ઘણાબધા પેરેન્ટ્સ અવેર નથી હોતા. કાચી શાકભાજી અને ફળોમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે, જેને ચાવવાની ટેવ બાળકના દાંત માટે હેલ્ધી પુરવાર થાય છે.’


દાંત વાંકાચૂંકા ન આવે

તમારું બાળક મોટું થશે એ પછી પણ તેના દાંતનો શેપ કેવો હશે એ વિશે પેરેન્ટ્સે થોડીક સભાનતા કેળવવી જોઈએ. પીડોડૉન્ટિસ્ટ ડૉ. સંહિતા બહુતુલે કહે છે, ‘નાનપણમાં જ બાળકના દાંતનો શેપ બગડે નહીં એની કાળજી રાખવાની હોય છે. એ માટે પેરેન્ટ્સ માટે ડેન્ટિસ્ટ માર્ગદર્શક બની શકે છે. દૂધિયા દાંત પડી રહ્યા હોય એ સમયે પેઢામાં જગ્યા થતી હોય છે. આજુબાજુ જૂના દાંત હોય અને નવો દાંત ઊગે એ પહેલાં થોડીક કૅર કરવામાં આવે તો એનાથી દાંતનો શેપ બગડતો નથી. બીજું, કૅવિટી એટલે કે બાળકના દાંતમાં સડો ન આવે એ માટે જેટલી ઓરલ હેલ્થ મહત્વની છે એટલું જ મહkવ બાળકને ન્યુટ્રિશનયુક્ત ખોરાક મળે એનું પણ છે. છ મહિનાના બાળકને પણ ડેન્ટિસ્ટ પાસે લાવવું જોઈએ, કારણ કે છ મહિનાના બાળકને પણ ઝીણા દાંત હોઈ શકે છે અને જો એ લૂઝ હોય તો ક્યારેક ખોરાક લેતી વખતે બાળક એ ગળી પણ જાય.’

 

આ પણ વાંચો: એક જગ્યાએ જપીને બેસી ન શકો એવો સ્વભાવ છે તમારો?

 

પહેલાં તો આવું નહોતું

દાંતની સંભાળ વિશે આજે જેટલી વાત કરવામાં આવે છે એવી પરિસ્થિતિ આપણા વડવાઓએ નથી જોઈ અને મોટી ઉંમરે પણ દાંતથી સોપારી તોડી શકે એટલા મજબૂત દાંત તેમના હતા. એનું કારણ આપતાં ડૉ. ખુશ્બૂ કહે છે, ‘પહેલાંના જમાનામાં લોકોની ખાણીપીણી અને લાઇફ-સ્ટાઇલ જુદી હતી. તેમનો ખોરાક વધુ હેલ્ધી અને નૅચરલ હતો, જેને કારણે દાંતને કસરત મળવા ઉપરાંત દાંત માટે હેલ્ધી કહેવાય એવાં નૅચરલ ઇન્ગ્રીડિઅન્ટ્સ પણ ઘણાં મળી શકતાં હતાં જે તેમની દાંતની હેલ્થ માટે ઉપયોગી થતાં હતાં. બીજું, લોકો પાસે સમય હતો એટલે કોગળા કરવા જેવી બાબતો તેમના રૂટીનનો હિસ્સો હતી, જે આજે આપણે લોકોને કહી-કહીને કરાવવું પડે છે.’

Whatsapp-channel Whatsapp-channel

09 February, 2019 11:56 AM IST | | રૂચિતા શાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK