ડાયટિંગ મેં કુછ નયા હો જાએ?

રુચિતા શાહ | Mar 15, 2019, 12:00 IST

લંડનની યુનિવર્સિટીના એક સંશોધક કહે છે કે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગથી ટ્રાયગ્લિાસરાઇડનું પ્રમાણ ઘટે અને ડાયાબિટીઝમાં પણ લાભ થાય છે. એવી જ રીતે બ્લડપ્રેશરને કન્ટ્રોલમાં રાખવા માટે અમેરિકાની નૅશનલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટે ડૅશ ડાયટ ફૉલો કરવાની સલાહ આપી છે.

ડાયટિંગ મેં કુછ નયા હો જાએ?
સમયસર ખાવું, શું અને કેટલું ખાવું

બીમારીઓને દૂર કરવા અને તંદુરસ્તીને વધારવા માટે રોજેરોજ નવા-નવા ડાયેટ પ્લાન અસ્તિત્વમાં આવી રહ્યા છે. વેઇટલૉસ એ અત્યારે સૌથી મહત્વપૂર્ણ આસ્પેક્ટ છે અને વેઇટલૉસમાં ડાયેટિંગ મહત્વપૂર્ણ બાબત છે એટલે સ્વાભાવિક રીતે જ શું ખાવું, કેટલું ખાવું, ક્યારે ખાવું, શું ન ખાવું વગેરે બાબતમાં લોકો ટ્રાયલ ઍન્ડ એરર દ્વારા નવા-નવા પર્યાયો શોધતા રહેવાના. વિવિધતાથી ભરેલી ડાયેટ પ્લાનની દુનિયાના બે ડાયટ પ્લાન વિશે આજે વાત કરીએ.

ઇન્ટરમિટન્ટ ડાયેટ

ઉપવાસ વિશે તમને થોડીક પણ ખબર હશે તો ઇન્ટરમિટન્ટ ડાયેટને સમજવામાં તકલીફ નહીં પડે. અમુક કલાકોના ગાળામાં થોડોક સમય માટે ખાવાનું અને અમુક કલાકો બિલકુલ નહીં ખાવાનુંવાળો ફન્ડા અહીં પાળવાનો છે. ૨૦૧૨માં લંડનની બીબીસી ટીવી ચૅનલ પર ‘ઇટ, ફાસ્ટ ઍન્ડ લિવ લૉન્ગર’ પુસ્તક વિશે આવેલા શો બાદ આ ડાયટ ટ્રેન્ડ પૉપ્યુલર થયો હતો. ઇન્ટરમિટનન્ટનો અર્થ જ થાય છે અટકી-અટકીને ખાવું, થોડા-થોડા ગાળામાં ખાવું, બ્રેક લઈ-લઈને ખાવું. અત્યારે આ ડાયટપ્લાનમાં કેટલીક પોપ્યુલર સિસ્ટમમાંની ૫:૨ સિસ્ટમને કારણે શરીરમાં ટ્રાય ગ્લિસરાઇડનું પ્રમાણ પણ ઘટે છે એવું લંડનની યુનિવર્સિટીના રિસર્ચ રૉના એન્ટોની કહે છે. ટાઇપ ટુ ડાયાબિટીઝ અને વેઇટલૉસમાં આ ડાયટ અતિશય લાભકારી છે એવું રિસર્ચરો કહે છે. ૫:૨ એટલે કે અઠવાડિયાના પાંચ દિવસ નહીં ખાવાનું અને માત્ર બે જ દિવસ ખાવાનું. આમાં ઓલ્ટરનેટ ડે ફાસ્ટિંગ પણ પૉપ્યુલર છે. એટલે કે એક દિવસ સંપૂર્ણ ઉપવાસ, કંઈ જ નહીં ખાવાનું અને એક દિવસ થોડીક માત્રામાં ખાઈ શકાય. આખા દિવસના ફાસ્ટિંગની જેમ ટાઇમ રિસ્રિ ખક્ટેડ ફાસ્ટિંગમાં ૧૨ : ૮, ૧૨ : ૧૨ જેવી ફૉમ્યુર્લા લોકો ફૉલો કરે છે, જેમાં બાર કલાક કંઈ જ નહીં ખાવાનું અને આઠ કલાક ખાવાનું. આ જ દિશામાં વધુ એક નવો અને આના કરતાં થોડોક વધુ ઍડવાન્સ ડાયટ પ્લાન પણ આવ્યો છે. નામ છે ‘ધ ડર્બો ડાયટ’. ‘ધ ડર્બો ડાયટ: ઇન્ટરવલ ઇટિંગ ફૉર વેઇટલૉસ અને ફીલ એજલેસ’ નામનું એક કપલે લખેલું પુસ્તક એમેઝોન પર બેસ્ટસેલર છે. ઇન્ટરમિટન્ટ ડાયટથી આ ડાયટ એક ડગલું આગળ છે, જેમાં શું ખાવું, કેટલું ખાવું અને ક્યારે ખાવું એ પણ નિશ્ચિત થયેલું છે.

કેટલું ઇફેક્ટિવ?

ડાયેટિશ્યન ક્રુશ્મી છેડા કહે છે... : તમે ઓછું ખાઓ અને જે ખાઓ એ પણ ઓછી કૅલરીવાળું હોય તો સ્વાભાવિક રીતે વજનમાં ફરક પડવાનો જ છે. ડાયાબિટીઝમાં તેની ઇફેક્ટિવનેસ વિશે કંઈ કહેવું અત્યારે મને યોગ્ય નથી લાગતું. અહીં લોકો ખાવાપીવાની બાબતમાં કલાકોને પકડવા જતાં શું ખાવું એ દિશામાં થાપ ખાઈ જાય છે. ક્યારે ખાઓ છો, શું ખાઓ છો અને એ વખતે તમારી લાઇફસ્ટાઇલ કેવી છે એ પણ મૅટર કરે છે. પાંચ દિવસ નહીં ખાવાનું અને બે દિવસ ખાવાવાળી વાતને તો હું સપોર્ટ નથી કરતી, પરંતુ હા, દિવસમાં ૧૬ કલાક ફાસ્ટિંગ અને આઠ કલાક ઇટિંગવાળું ફૉલો કરો તો એમાં તમારે તમારા ટાઇમિંગને પ્રૉપરલી સેટ કરવા જરૂરી છે, જેમ કે તમારા આઠ કલાકના ઇટિંગ અવર્સમાં તમે જંકફુડ ખાઓ અને પછી રાતે બે વાગ્યા સુધી નેટફ્લિક્સ પર પિક્ચર જોતા રહો તો એ ડાયેટિંગ એકેય બાબતમાં હેલ્પ નહીં કરે. ત્રણ બાબતો ઇન્ટરવલ ઇટિંગમાં મહત્વની છે. પહેલી બાબત તમારો ખોરાક પોષક તત્વયુક્ત હોવો જોઈએ. બીજું ઇન્ટરવલ પછી પણ તમારા ખોરાક અને સૂવા વચ્ચેની ગૅપ બરાબર હોવી જોઈએ. ત્રીજું, તમારી લાઇફસ્ટાઇલમાં ખોરાકની સાથે પૂરતી ઊંઘ, પૂરતી ફિઝિકલ એક્સરસાઇઝ વગેરેને પણ પ્રાધાન્ય આપવું જોઈએ. બીજી એક મહત્વની બાબત પર પણ મારે ધ્યાન દોરવું છે કે ઇન્ટરમિટન્ટ ડાયટ બધા પર સક્સેસફુલ નથી પણ ગઈ. કેટલાક લોકો માટે ભૂખ્યા રહેવું શક્ય ન હોય અને એની તેમની હેલ્થ પર અવળી અસર પણ થતી હોય છે. આ ડાયટને લીધે ઍસિડિટી અને માઇગ્રેઇનની તકલીફ થઈ હોય એવા ઘણા લોકો છે. એટલે વગરવિચાર્યે વજન ઉતારવાની ધૂનમાં શરીરના અવાજને સાંભYયા વિના આ ડાયટ ફૉલો કરવાનું હું કોઈને હું સજેસ્ટ નહીં કરું.

DASH (ડાયેટરી અપ્રૉચ ટુ સ્ટૉપ હાઇપરટેન્શન) ડાયટ

DASH Diet Plan

હાઈ બ્લડપ્રેશરના દરદીઓની સંખ્યા વિશ્વભરમાં સતત વધી રહી છે. છેલ્લાં ચાલીસ વર્ષમાં હાઈ બીપીના દરદીની સંખ્યામાં બમણો વધારો થયો છે. કિડની ફેલ્યર અને હાર્ટઅટૅક પાછળનું મહત્વનું કારણ પણ હાઈ બ્લડપ્રેશર છે. હાઈ બ્લડપ્રેશર એ માત્ર દવાથી કાબૂમાં રહેશે એ હકીકત નથી. તો શું કરવું? જવાબ છે ડૅશ ડાયટ અપનાવીએ. નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ, નૅશનલ હાર્ટ, લંગ ઍન્ડ બ્લડ ઇન્સ્ટિટ્યૂટ જેવી અમેરિકન સંસ્થાઓએ હાઈપરટેન્શનને કાબૂમાં રાખવા માટે શું ખોરાક યોગ્ય રહેશે એના ઉપર રિસર્ચ કર્યું અને શોધી કાઢી ડૅશ ડાયટ. બધા જ અમેરિકનોએ આ ડાયટ પ્લાન ખાસ પાળવો જોઈએ એવું ત્યાંની નૅશનલ સંસ્થાનું કહેવું છે. આ ડાયટ પ્લાનમાં વધુ ફોકસ શાકભાજી, ફળો, આખું ધાન અને ડેરી પ્રોડક્ટ પર કરવામાં આવે છે. કૉલેસ્ટ્રોલ અને લો ફૅટ ડેરી પ્રોડક્ટ્સ પર ફોકસ વધુ હોય છે. ઍડેડ શુગર, ચરબીયુક્ત, સોડિયમયુક્ત ખોરાક પ્રતિબંધિત હોય છે. વીગન અને વેજિટેરિયન લોકોનું બ્લડપ્રેશર પ્રમાણમાં નૉર્મલ હોય છે. આ ડાયટ પર અભ્યાસ કરનારા રિસર્ચરો એમ પણ માને છે કે આ ડાયટ ફૉલો કરનારા લોકોના ખોરાકમાં નમકનું પ્રમાણ ઓછું હોય છે. બ્લડપ્રેશર ઓછું કરવા ઉપરાંત વજન ઘટાડવામાં અને કૅન્સર જેવી બીમારી દૂર રાખવામાં પણ આ ડાયટ ઉપયોગી છે.

આ પણ વાંચો : દોરડા કૂદો અને હેલ્ધી રહો

કેટલું ઇફેક્ટિવ?

ડાયેટિશ્યન શિલ્પા શાહ કહે છે... : યસ, આ વાત સાથે હું સો ટકા સહમત છું કે ડાયેટિંગ તમારા બ્લડપ્રેશરને કાબૂમાં રાખવા માટે ખૂબ મહત્વનો રોલ અદા કરે છે. એવા સેંકડો નહીં હજારો કેસસ્ટડી છે. અફકોર્સ, ખાલી ડાયેટિંગ નહીં. જગજાહેર નિયમ છે કે કોઈ પણ હેલ્થ રિલેટેડ ઇશ્યુમાં ૮૦ ટકા ડાયટ અને વીસ ટકા કસરતનો ફાળો હોય છે. તમે ડાયટિંગ કરો એ પછી પણ તમારે કસરત તો કરવી જ પડે. એ અનિવાર્ય છે જ. ભલે એનું વેઇટેજ વીસ ટકા હોય, પણ એ નકામા નથી. બ્લડપ્રેશરને કાબૂમાં રાખવા માટેનો વેજિટેબલ્સ, ફ્રૂટ્સ, લો કાબ્ર્સ, પ્રોટીન અને ફૅટ ઓરિયેન્ટેડ પ્લાન હોય છે. તમારે પૂરતા પ્રમાણમાં શાકભાજી અને ફળો ખાવાનાં છે. હું મોટા ભાગે સવારે ખાતા હો તો લોકોને કાચાં શાકભાજીનો સૅલડ અને થોડાંક વધુ મીઠાં હોય એવાં ફ્રૂટ્સ ખાવાની સલાહ આપું છું. દિવસના પાછલા ભાગમાં સહેજ ઓછાં મીઠાં હોય એવાં અને બાફેલાં શાકભાજી ખાવાનું કહીશ. જે જગ્યાએ જે ઊગતુ હોય અને સીઝનલ ખોરાક પણ ડૅશ ડાયટનો હિસ્સો છે. હકીકતમાં ડૅશ ડાયટ એ બીજુ કંઈ નહીં, પણ આપણી પરંપરાગત ખોરાક પદ્ધતિ જ છે. તમે આપણા ઋષિમુનિઓની ખોરાકની રીત અપનાવો એ ડૅશ ડાયટ જેવી જ હતી. સોડિયમ એટલે કે નમકનું પ્રમાણ ખોરાકમાંથી ઘટાડવું, સીઝનને અનુરૂપ ખોરાક લેવો અને પ્રોસેસ ફૂડની બાદબાકી કરવી. આખું ધાન ખાવું. આપણે ત્યાં જુવાર વધુ ઊગે છે તો મહારાષ્ટ્રમાં અનાજ તરીકે જુવારનો ખોરાક હોવો જોઈએ. સાકર, મેંદો અને મીઠુ બંધ કરવું. આ ડાયટ પ્લાન ઇફેક્ટિવ છે અને હેલ્ધી લાઇફસ્ટાઇલ સાથે જો આ ડાયટને ફૉલો કરાય તો દવાની માત્રા ઘટાડી શકાય એ સ્તર સુધીનું પરિણામ હાઈ બ્લડપ્રેશરમાં આવી શકે એમ છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK