સવારે ઉઠીને દરરોજ શેકેલા ચણા ખાવાથી કબજિયાત દુર થાય છે

Published: Aug 15, 2019, 21:46 IST | Mumbai

ડૉક્ટરના પ્રમાણે શેકેલા ચણા શરીર માટે ઘણા ફાયદા કારક છે. ત્યારે દરરોજ સવારે વહેલા ઉઠીને શેકેલા ચણા ખાવાથી શરીરને તેનાથી અનેક ફાયદો મળે છે. તે પૌષ્ટિક હોય છે અને પેટની કબજિયાત દૂર કરે છે. બજારમાં ફોતરાવાળા અને ફોતરા વગરના ચણા ફાયદાકારક છે.

શેકેલા ચણા
શેકેલા ચણા

Mumbai : આજના આ ભાગ દોડ વાળી લાઇફમાં શરીરની પુરતી કેર નથી કરી શકાતી. ત્યારે ઘણા લોકોને આ ભાગ દોડવાળી લાઇફમાં શરીરનું રૂટીન બદલાઇ જવાથી કબજિયાતની પણ સમસ્યા રહેતી હોય. ત્યારે અમે તમને તેનો એક ઘરગથ્થુ ઉપાય બતાવીશું. ડૉક્ટરના કહેવા પ્રમાણે શેકેલા ચણા શરીર માટે ઘણા ફાયદા કારક છે. ત્યારે દરરોજ સવારે વહેલા ઉઠીને શેકેલા ચણા ખાવાથી શરીરને તેનાથી અનેક ફાયદો મળે છે. તે પૌષ્ટિક હોય છે અને પેટની કબજિયાત દૂર કરે છે. તમને જણાવી દઇએ કે, બજારમાં ફોતરાવાળા અને ફોતરા વગરના ચણા મળે છે. પ્રયત્ન કરો કે ફોતરા વગરના ચણા જ તમે ખાઓ. ચણાના ફોતરા પણ સ્વાસ્થ્ય માટે સારા હોય છે.

દરરોજ 50 થી 60 ગ્રામ શેકેલા ચણા ખાવા જોઇએ
: ડૉ. હિમાંશી શર્મા
શેકેલા ચણામાં કાર્બોહાઇડ્રેટ
, પ્રોટીન, ભેજ, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન મોટા પ્રમાણમાં મળી રહે છે. શેકેલા ચણા ખાવાના ફાયદા વિશે વાંચી તેમને મનમાં એવો પણ સવાલ આવતો હશે કે, એક સ્વસ્થ વ્યક્તિને દરરોજના કેટલા ચણા ખાવા જોઇએ. આ વિષય પર વસંત કુંજ સ્થિત ઇન્ડિયન સ્પાઇનલ ઈજા સેન્ટરના સીનિયર ડાયેટિશિયન ડૉ. હિમાંશી શર્માએ જણાવ્યું છે કે, એક સ્વસ્થ વ્યક્તિએ દરરોજના 50થી 60 ગ્રામ ચણાનું સેવન કરવું જોઇએ. તે તેના સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદો પહોંચાડે છે.

શેકેલા ચણા ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે
દરરોજ નાસ્તામાં અથવા બપોરે જમ્યા પહેલા 50 ગ્રામ શેકેલા ચાણા જો તમે ખાશો તો તેનાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થયા છે. રોગ પ્રતિકારક શક્તિ વધવાથી તમે ઘણી બધી બીમારીઓથી બચી શકો છો, સાથે જ તેનાથી હમેશાં ઋતુ બદલાવવા પર થતી શારીરિક મુશ્કેલીઓ પણ નથી થતી.

આ પણ જુઓ : નકામી વસ્તુઓમાંથી બનાવાયા ક્રિએટિવ ડિઝાઇનર ડ્રેસ, જુઓ તસવીરો

સ્થુળતા ઘટાડો
જો તમે અથવા તમારા પરિવારમાં કોઇ સ્થુળતાની બીમારીથી પીડાતા હોય તો તેમના માટે શેકેલા ચણા ખુબજ ફાયદાકારક રહશે. દરરોજ શેકેલા ચણા ખાવાથી સ્થુળતાની સમસ્યાથી રાહત મળે છે. તેનું સેવન શરીરથી વધારે ચરબીને દૂર કરવામાં મદદ કરે છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK