ખયાલોં વાલી ખિડકીઃ શા માટે જિંદગીમાં Control, Alt, Delete જરૂરી છે?

Published: May 20, 2020, 17:07 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

જીવનમાં જરૂરી છે Control, Alter, Delete અને આ અંગે રેડિયો સિટીની RJ જિયા વાત કરે છે ખયાલોં વાલી ખિડકીમાં

બધું સારી રીતે સંભાળી શકાય છે પણ આપણે મનને અમુક સેટિંગમાં મુકવા જોઇએ અને સૌથી અગત્યનાં છે કન્ટ્રોલ, ઑલ્ટર, ડિલીટ.
બધું સારી રીતે સંભાળી શકાય છે પણ આપણે મનને અમુક સેટિંગમાં મુકવા જોઇએ અને સૌથી અગત્યનાં છે કન્ટ્રોલ, ઑલ્ટર, ડિલીટ.

જીવનમાં જરૂરી છે  Control, Alter, Delete અને આ અંગે રેડિયો સિટીની RJ જિયા વાત કરે છે ખયાલોં વાલી ખિડકીમાં. લૉકડાઉનનાં ત્રીજા તબક્કા દરમિયાન તેણે આ વાત માંડી હતી અને કહ્યું હતું કે જે આપણા હાથમાં છે જ નહીં તે બાબતને કન્ટ્રોલ કરવી જરૂરી છે, અને ક્યારેક જ્યારે કંઇ ન જડે ત્યારે ઓલ્ટરનેટિવ શોધવા જરૂરી બની જાય છે. તેનું કહેવું છે કે જ્યારે આપણે કોઇ બાબતને કન્ટ્રોલ ન કરી શકીએ, કોઇ વિકલ્પ ન શોધી શકીએ ત્યારે તે બાબતને આપણે ડિલીટ કરી દેવી જોઇએ. લૉકડાઉનનાં સંદર્ભે તે કહે છે કે સંજોગો અને જાતને વખોડવાને બદલે આપણે સેલ્ફ-કન્ટ્રોલ કરવાની જરૂર છે. સિગરેટ જેવી આદતો પણ લૉકડાઉનમાં હેરાન કરી શકે છે અને માટે જ જાતને ના પાડતાં આપણે શીખવું જરૂરી થઇ પડે છે, આપણે જાતને સ્ક્રિનમાંથી મુક્ત નથી રાખતા અને માટે જ મનને કાબુમાં કરવાનું મુશ્કેલ થઇ જાય છે. આદતમાં નાના નાના ફેરફાર કરવાથી આપણે સંજોગોને બદલી શકીએ છીએ.

કશું પણ રાતોરાત નથી બદલી શકાતું અને માટે જાતને સમય આપીને બદલવાનો પ્રયાસ કરવો રહ્યો. વળી ઓલ્ટરનેટિવની વાત કરતાં તે પોતાની જ વાત કરતાં કહે છે કે હું મારી જાતને પ્રોબ્લેમ સોલ્વર તરીકે જોતી હતી પણ મેં એ નકારાત્મક બાબતને બદલી નાખી અને જાતને સોલ્યુશન સોલ્વર તરીકે ઓળખવાનું શરૂ કર્યું. ઇગોને બદલે સમજણ, વધુ પડતા વિચારોને બદલે મેચ્યોરિટી જેવા વિકલ્પો આપણને મદદ કરી શકે છે. ડિલીટની વાત કરતાં જીયા કહે છે ઘણીવાર જીવનમાંથી વ્યક્તિઓ, ઘટનાઓ અને યાદોને ડિલીટ કરવાં મુશ્કેલ હોય છે પણ અંતે તે કરવું જ પડે છે કારણકે સેન્સ ઑફ ડિટેચમેન્ટ બહુ જરૂરી છે. જિયા આ વીડિયોમાં વાત કરે છે બધું સારી રીતે સંભાળી શકાય છે પણ આપણે મનને અમુક સેટિંગમાં મુકવા જોઇએ અને સૌથી અગત્યનાં છે કન્ટ્રોલ, ઑલ્ટર, ડિલીટ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK