ખયાલોં વાલી ખિડકીઃ લૉકડાઉનમાં સ્વજનો સાથેની ક્ષણોમાં ઉમેરો ઉષ્મા અને વ્હાલની સુખી ક્ષણો

Updated: May 20, 2020, 17:53 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

જિંદગીની તાણને દૂર કરાવની રેસિપી આપે છે આ વીડિયોમાં જિયા કે કઇ રીતે દરેકની સારી નરસી, કાચી પાકી બાબતોને અવગણી, ગમતી બાબતોનો ઉમેરો કરીને કઇ રીતે ઉષ્માનો સ્વાદ અને લાગણીનો વઘાર કરીને તમે તમારા સ્વજનો સાથેની જિંદગી વધારે રસપ્રદ બનાવી શકો છો.

પ્રતીકાત્મક તસવીર છે
પ્રતીકાત્મક તસવીર છે

રેડિયો સિટીની RJ જિયા શેર કરે છે લૉકડાઉનમાં ઘર અને પરિવાર અંગેના વિચારો. તે કહે છે ક્યારેક તાણ પણ થાય અને ક્યારેક પહેલાંની જિંદગી યાદ આવી જાય એ પણ લૉકડાઉનનો એક ભાગ જ છે. તે કહે છે કે લૉકડાઉનને આપણે સ્પીડ બ્રેકર અને સ્લો મોશન મોડની જેમ લેવો રહ્યો. દરેક દેશનાં હેપ્પીનેસ ઇન્ડેક્સનાં સંદર્ભે તે ડેનમાર્કની વાત કરતાં કહે છે કે પોતાના માણસો સાથે સમય ગાળવો એ સુખી ક્ષણોની દોલત છે. સુકુન અને શાતા નાની ક્ષણોમાંથી મળતા જ હોય છે. ખરો આનંદ નાની બાબતોમાંથી જ મળે છે, ક્યારેક કોઇની સાથે વાત નહીં કરીને પણ તમે સુખી થઇ શકો છો.

જિંદગીનું હેપ્પીનેસ ઇન્ડેક્સ આપણે આવી નાની નાની ક્ષણો, સુંદર લમ્હાઓને એક કડીમાં પરોવીને જ મેળવી શકાય છે. જિંદગીની તાણને દૂર કરાવની રેસિપી આપે છે આ વીડિયોમાં જીયા કે કઇ રીતે દરેકની સારી નરસી, કાચી પાકી બાબતોને અવગણી, ગમતી બાબતોનો ઉમેરો કરીને કઇ રીતે ઉષ્માનો સ્વાદ અને લાગણીનો વઘાર કરીને તમે તમારા સ્વજનો સાથેની જિંદગી વધારે રસપ્રદ બનાવી શકો 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK